2 સીટ વાળી બાઈક પર 3-4 નહિ પણ બેસી ગયા એક સાથે સાત સાત લોકો, બે મહિલાઓ અને બાળકો પણ એવી રીતે ગોઠવાયા કે IASની પણ બોલતી થઇ બંધ, જુઓ વીડિયો

આપણા દેશમાં દરેક સમસ્યા માટે કોઈને કોઈ જુગાડ જરૂર મળી જતો હોય છે. ઘણા લોકો એવા હોય છે જે પોતાની જરૂરિયાત પ્રમાણે કોઈને કોઈ જુગાડ કરી લેતા હોય છે, તો ઘણીવાર લોકો નિયમોને પણ નેવે મૂકી દેતા હોય છે. તમે ઘણીવાર બાઈક પર બે સવારીની પરમિશન હોવા છતાં પણ ત્રણ કે ચાર લોકોને બેઠેલા જોયા હશે, પરંતુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક બાઈક પર 3-4 નહિ પણ 7-7 લોકો બેઠા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો આ વીડિયોને જોઈને લોકો પણ હેરાન પરેશાન રહી ગયા, કે આખરે 7-7 લોકો એક જ બાઈક પર કેવી રીતે બેઠા. જયારે તમે પણ વીડિયો જોશો ત્યારે તમારા પણ હોંશ ચોક્કસ ઉડી જશે. આ વીડિયોને જોઈને IAS અધિકારી સુપ્રિયા સાહુની પણ બોલતી બંધ થઇ ગઈ હતી.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ બાઈક લઈને ઉભો છે. બાઈકની આગળ એક નાની છોકરી બેસાડી છે, તો નીચે બે મહિલાઓ અને બીજા ત્રણ બાળકો ઉભા છે, મહિલા એક બાળકને બાઈકની આગળ બેસાડી છે. એટલે કે બાઈક ચલાવનારા વ્યક્તિની આગળ બે બાળકો બેસી ગયા છે.

પછી એક મહિલા તે વ્યક્તિની પાછળ બેસે છે અને નીચે ઉભેલી મહિલા તેના ખોળામાં એક બાળક આપી દે છે. છેલ્લે નીચે ઉભેલી મહિલા એક બાળકને ઊંચકી પાછળ બેસી જાય છે. આમ એક જ બાઈક પર સાત લોકોને બેસાડીને વ્યક્તિ બાઈક હંકારી મૂકે છે. ત્યારે આ વીડિયોને જોઈને હવે લોકોની અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે.

Niraj Patel