પતિ-પત્ની અને તેમના 5 બાળકોની લાશ નહેરમાંથી નીકાળી : 6ના હાથ બંધાયેલા, પૂરા પરિવારે આ કારણે લીધો મરવાનો નિર્ણય
ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર આપઘાતના ઘણા મામલા સામે આવે છે, જેમાં કેટલીકવાર સામૂહિક આપઘાતના મામલા પણ સામેલ હોય છે. હાલમાં એક પૂરા પરિવારનો આપઘાતનો મામલો સામે આવ્યો છે. બુધવારના રોજ બપોરે પતિ-પત્નીએ તેમના પાંચ બાળકો સાથે નર્મદા નહેરમાં છલાંગ લગાવી દીધી. 7 લોકોમાંથી 6 લોકોના હાથ એકબીજા સાથે રસ્સીથી બાંધેલા હતા. આ કિસ્સો રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચૌરનો છે. એકસાથે 7 લોકોની મોતની સૂચનાથી દરેક કોઇ આઘાતમાં આવી ગયુ અને પોલિસ પ્રશાસન પણ શોક્ડ રહી ગયુ. શરૂઆકમાં તો કોઇને સમજ ના આવ્યુ કે આખરે આ દંપતિએ બાળકો સાથે કેમ આવું ખૌફનાક પગલુ ઉઠાવ્યુ,
ત્યારે હવે મામલાની પરત ખુલી છે. આ કાંડ પાછળની એક કહાની સામે આવી છે. આ ઘટના 1 માર્ચ 2023ની જણાવવામાં આવી રહી છે. ઘટનાના દિવસે મૃતક શંકર રામ ઉર્ફ કોલીનો પત્ની બાદલી સાથે ઝઘડો થયો હતો. શંકર અને બાદલીને સંતાનમાં ત્રણ દીકરીઓ અને બે દીકરા હતા. શંકર પત્ની બાદલી અને બાળકો સાથે સિદ્ધેશ્વર ગયો હતો. પછી ખબર આવી કે શંકરે પરિવાર સહિત નર્મદા નહેરમાં છલાંગ લગાવી દીધી છે. આ મામલાની જાણ તાત્કાલિક પોલિસને આપવામાં આવી અને મામલાની ગંભીરતાને જોતા કલેક્ટર-એસપી ફાઇટર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા.
એકસાથે 7 લોકોના મોતની ખબરથી સનસની ફેલાઇ ગઇ. શંકરારામ, પત્ની બાદલી, દીકરીઓ રમિલા-કેગી-જાનકી, દીકરાઓ હિતેશ-પ્રકાશની લાશને નહેરમાંથી નીકાળવામાં આવી. મૃતકના ભાઇએ આ મામલે પાડોશમાં એક યુવક પર મામલો દાખલ કરાવ્યો છે. જાણકારી અનુસાર, શંકરની પત્ની બાદલી મોબાઇલ પર પાડોશમાં રહેનાર એક યુવક સાથે વાત કરતી હતી અને શંકરને શક થતા તેણે છુપી રીતે મોબાઇલમાં રેકોર્ડિંગ ઓન કરી દીધુ હતુ. બાદમાં શંકરે જ્યારે રેકોર્ડિંગ સાંભળ્યુ તો ભેદ ખુલી ગયો. શંકરે તેની પત્નીને આ વાતે સમજાવી પણ હતી અને વાત વધી તો સામાજિક સ્તર પર સમજાઇશ થઇ.
તે બાદ પણ શંકરની પત્નીએ તે યુવક સાથે વાત કરવાનું બંધ ન કર્યુ. તેને લઇને પતિ-પત્ની વચ્ચે ઝઘડો પણ થયો. આ મામલાને લઇને પંચાયત પણ થઇ, જેમાં નક્કી કરવામાં આવ્યુ કે યુવક આગળથી આવું નહિ કરે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, યુવકે શંકરને કહ્યુ કે, તેણે પંચાયત કરાવી શું કરી લીધુ. તે બાદથી શંકરના મનમાં આત્મઘાતી વિચાર આવવાના શરૂ થઇ ગયા. શંકરે 1 માર્ચે પત્ની અને બાળકો સાથે નર્મદા નહેરમાં છલાંગ લગાવી દીધી. આ ઘટનામાં બધાની મોત થઇ ગઇ અને પત્નીની બેવફાઇને કારણે હસતો રમતો પરિવાર તબાહ થઇ ગયો.