ખબર

લગ્નથી આવી રીતે ફેલાયો કોરોના, 7 લોકોના મોત જે લગ્નમાં ગયા પણ ના હતા

177 લોકો કોરોનાની ઝપટે ચડ્યા, વાંચો આ કિસ્સો

ભારતની સાથે-સાથે દુનિયાના ઘણા દેશમાં લગ્ન સમારોહથી કોરોનાનું સંક્રમણ વધવાના મામલા સામે આવી ચુક્યા છે. કોરોના વાયરસને કારણે એક લગ્નની સૌથી વધુ ચર્ચા કરવામાં આવી રહી છે. આ લગ્નને કારણે 177 લોકોમાં કોરોના વાયરસ ફેલાયો હતો અને 7 લોકોના મોત નીપજ્યા હતા. ખાસ જાણવા જેવી બાબત એ છે કે, આ લગ્નમાં ફક્ત 55 લોકો જ શામેલ થયા હતા.

Image source

લગ્નને કારણે કોરોનામાં વધારો થયો છે અને ત્યારબાદ 7 લોકોના મોતની આ ઘટના અમેરિકાના ‘મેન’ નામના રાજ્યની છે. લગ્ન મેન રાજ્યના એક નાના શહેરમાં યોજાયા હતા. પરંતુ કોરોના વાયરસને કારણે વાયરસ 177 લોકોમાં ફેલાયો અને 7 લોકોનાં મોત નીપજ્યા હતા.

આ લગ્નથી કોરોના ફાટી નીકળવાનો અભ્યાસ અમેરિકાની આરોગ્ય સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા કરવામાં આવ્યો છે. સીડીસીના રિપોર્ટ મુજબ લગ્ન 7 ઓગસ્ટના રોજ યોજાયા હતા. બીજા દિવસે સમારોહમાં ભાગ લેનાર વ્યક્તિમાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં.

Image source

આ પછી લગ્નમાં સામેલ કુલ 55 લોકોમાંથી 27 લોકોને ચેપ લાગ્યો હતો. જે લોકોએ લગ્નમાં કથિત રૂપે હાજરી આપી હતી તેઓએ માસ્ક પહેર્યા ન હતા અને સામાજિક અંતરને અનુસરતા ન હતા. જો કે, લોકોના તાપમાનની તપાસ કરવામાં આવી હતી.

Image source

લગ્ન પછી સ્થાનિક સમુદાયમાં કોરોનાના 27 કેસ નોંધાયા હતા અને તેમાંથી એકનું મોત નીપજ્યું હતું. તે જ સમયે લગ્નમાં સામેલ એક મહેમાન બીજા દિવસે તેના પિતાને મળવા ગયો. તેના પિતા આરોગ્ય કાર્યકર છે. તે પણ કોરોનાથી સંક્રમિત થઈ ગયા હતા. અને તે જે કેર હોમમાં કામ કરી રહ્યા હતા ત્યાંના 38 કર્મચારી અને અન્ય લોકો ચેપ લાગ્યાં હતાં. આ લોકો લગ્ન સમારોહથી લગભગ 160 કિમી દૂર રહેતા હતા. આ લોકોમાંથી 6 લોકો મૃત્યુ પામ્યા હતા અને તેમાંથી કોઈ લગ્નમાં ગયા ન હતા.

બીજો મહેમાન લગ્ન સમારોહથી 320 કિમી દૂર જેલમાં કામ કરતા હતા. લગ્નના એક અઠવાડિયા પછી આ વ્યક્તિમાં સંક્રમણના લક્ષણ જોવા મળ્યા હતા . જોકે, તે જેલમાં સતત કામ કરતો રહ્યો. આ કારણે કોરોના 18 સ્ટાફ અને 48 કેદીઓમાં ફેલાઈ છે. સ્ટાફના પરિવારના 16 સભ્યોને પણ ચેપ લાગ્યો હતો.