જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 7 ઓક્ટોબર : માતાજીની કૃપાથી આ 3 રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજે તમારી વાતોથી તમે લોકોને તમારા બનાવશો. ખર્ચમાં વધારો થશે. કામને લઈને દિવસ સારો રહેશે.
આજના દિવસે ભાગ્યનો પૂરો સાથ મળશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ રોમેન્ટિક રહેશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજના દિવસે તમારી કાબેલિયત પર ભરોસો રાખો. ખુદ પર શક કરવાની આદતથી બચો. આજના દિવસે તમારી આવકમાં વધારો થઇ શકે છે જેનાથી મનમાં ખુશી રહેશે. ઘરમાં સુખ રહેશે. પરિવારમાં પ્રેમ વધશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં તણાવ આવી શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે કોઈ પણ પ્રકારના લડાઈ-ઝઘડાથી બચો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. કારણ વગર થયેલા ખર્ચા તમારું ધ્યાન આકર્ષિત કરશે. કામને લઈને દિવસ પ્રબળ રહેશે. આજના દિવસે તમે તમારા કામ પર મજબૂતી રાખશો. જેનાથી સારા પરિણામ મળશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. જમીન -મકાન મામલે ફાયદો થઇ શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આવકમાં વધારો થશે જેનાથી વિશ્વાસ વધવાથી ઘરમાં પ્રેમ અને સમજદારી જોવા મળશે. પ્રેમી પંખીડા આજના દિવસે કોઈ ગેરસમજનો શિકાર બની શકે છે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સામાન્ય રહેશે. કામને લઈને દિવસ સારો રહેશે. આજના દિવસે ટ્રાન્સફર થઇ શકે છે.

5. સિંહ – મ, ટ (Leo):

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજના દિવસે કામ પર ધ્યાન આપવાની કોશિશ કરજો જેનાથી ઘણી વસ્તુ થશે જે તમારું ધ્યાન ભંગ કરશે જેથી કામ પર પૂરું ધ્યાન આપો. આજે ઘરમાં અસંતોષનો માહોલ થઇ શકે છે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. સંબંધમાં પ્રેમ અને રોમાન્સ જોવા મળશે. પ્રેમી પંખીડા આજના દિવસે આનંદ માણશે અને તેના સંબંધને મહત્વ આપશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ થઇ શકે છે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજે તણાવ હોઈ શકે છે. આજના દિવસે કોઈ એવું કામ ના કરો જેનાથી સંબંધમાં ઝઘડો થાય. પ્રેમી પંખીડા માટે આજે એકબીજા પ્રત્યે માન સમ્માન રહેશે. સંબંધને લઈને થોડો ઝઘડો થઇ શકે છે પરંતુ હિંમત રાખો. સારી વાત કરો, સારું ભોજન કરો, ખર્ચમાં વધારો થશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. કોઈ વાતને લઈને મન બેચેન રહેશે જેનાથી કામમાં મન નહીં લાગે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે દિવસ સારો રહેશે. તમે તમારા મનમાં ચાલી રહેલી વાત તમારા જીવનસાથીને જણાવશો જેનાથી તમને સહાનુભૂતિ અને પ્રેમ મળશે. પ્રેમીપંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. આજે સંબંધમાં રોમાન્સ પણ જોવા મળશે અને હળવા ખર્ચ પણ થશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. પરણિત લોકોનના ગૃહસ્થ જીવનમાં આજે ઝઘડો થઇ શકે છે. આજે તમારા અને જીવનસાથી વચ્ચે કોઈ વાતને લઈને શંકા અને ગેરસમજ થઇ શકે છે.પ્રેમી પંખીડા આજના દિવસે તેના સંબંધમાં આવતી તિરાડથી પરેશાન રહેશે. એક બીજા સાથે ઝઘડાના યોગ બની શકે છે. જેથી સાવધાની રાખો. કામને લઈને દિવસ સારો રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. સ્વાસ્થ્ય કથળી શકે છે જેથી ખાવા-પીવામાં ધ્યાન આપો. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમે તમારા સંબંધમાં પ્રેમ અને સમજદારી મહેસુસ કરશો. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમારી વચ્ચે વાતો થશે અને પ્રેમ વધશે. કામને લઈને દિવસ સારો રહેશે. ભાગ્યની પ્રબળતાથી કામ થશે. જમીન મામલે ફાયદો થઇ શકે છે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. પરણિત લોકના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે તણાવ જોવા મળી શકે છે. આજના દિવસે તમારા સંતાનના સ્વાસ્થ્ય અને સંગતને લઈને ચિંતા થઇ શકે છે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સામાન્ય રહેશે પરંતુ આજના દિવસે તમે થોડો અલગ જ વ્યવહાર કરશો જે તમારા પરિવારને સમજમાં નહીં આવે. આજના  દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. કામમાં મન લાગશે અને સારું પરિણામ મળશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતક માટે આજનો દિવસ મધ્યમ રહેશે. પરિવારમાં કોઈ વૃદ્ધ વ્યક્તિના સ્વાસ્થ્યને લઈને પરેશાની થશે. ઘરનો માહોલ ખરાબ રહેશે જેથી સાવધાની રાખો. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન આજે ખુશનુમા રહેશે. સંબંધમાં પ્રેમ જોવા મળશે. પ્રેમી પંખીડા આજના દિવસે ખુશ રહેશે. કામને લઈને થોડું ધ્યાન આપવાની જરૂર છે. આજના દિવસે સ્વાસ્થ્યમાં સુધારો થશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. મિત્રો કંઈક વાત કરી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ તમારા અને જીવન સાથી વચ્ચે વિરોધાભાસને લઈને ઝઘડો થઇ શકે છે. તેથી તમારા ગરમ સ્વભાવ પર ધ્યાન આપો. કામને લઈને દિવસ સામાન્ય રહેશે.તમને સારા પરિણામ મળશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.