જ્યોતિષ શાસ્ત્ર

આજે શનિવારના દિવસે શનિદેવની કૃપાથી 3 રાશિના લોકોને મળશે શુભ સમાચાર, જાણો રાશિફળ

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આજનો દિવસે ખુશીઓ મળશે. પરિવારવાળા તરફથી સહાનુભૂતિ અને પ્રેમ વધશે. માતા તરફથી સુખ મળશે અને પરિવારમાં વધુ સમય આપશો. આજના દિવસે ઓફિસમાં તમને કોઈ કામને લઈને બહાર મોકલી શકે છે.
જેમાં તમારી બિલકુલ ઈચ્છા નહીં હોય આમ છતાં પણ બહાર જવું પડશે. મિત્રો તમારો સાથ આપશે અને તેની સાથે સાંજ વિતાવશો. જેનાથી મન ખુશ થશે. સ્વાસ્થ્ય થોડું કમજોર રહેશે. વધુ પ્રયત્ન બાદ સફળતા મળશે. મહેનત કરવામાં પીછે હટ ના કરો.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો આજના દિવસે ઘણા વ્યસ્ત રહેશે. આજનો દિવસ કોઈ યાત્રા માટે શુભ રહેશે. આજના દિવસે કરવામાં આવેલી યાત્રા સુખદ રહેશે. પરિવારના લોકોનો સહયોગ તમારું મન જીતી લેશે. દાંમ્પત્ય જીવનમાં તણાવ રહેશે. જેનાથી જીવનસાથી સાથે ઝઘડો થઇ શકે છે. જો તમે કોઈને પ્રેમ કરતા હોય તો આજે સંબંધ પર અસર પડી શકે છે. આજના દિવસે તમારા પિતાજીનું સ્વાસ્થ્ય કમજોર રહેશે. કામને લઈને સારા પરિણામ મળશે. જે તમારી મહેનતનું પરિણામ હશે. આજના દિવસે આત્મવિશ્વાસ રાખજો પરંતુ અહંકારથી બચો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકોના મનમાં હર્ષની ભાવના રહેશે જેના કારણે ધનની પ્રાપ્તિ થશે. સહયોગ મળશે અને જેનાથી કામમાં સફળતા મળશે. ભાગ્યનો સિતારો પ્રબળ રહેશે. આજના દિવસે આવકમાં વધારો થશે પરંતુ વિરોધીઓથી સમસ્યા થઇ શકે છે. આજના દિવસે ખર્ચ પણ કરવો પડશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં તણાવ રહેશે. તણાવને દૂર કરવા માટે જીવનસાથીને ક્યાંક બહાર લઈને જાવ અને તેની સાથે સરખી રીતે વાત કરો. તનાવ દૂર કરવાની કોશિશ કરો.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો આજના દિવસે માનસિક રીતે ચિંતાગ્રસ્ત રહેશે પરંતુ જો તમે પ્રયાસ કરશો તો કામમાં સફળતા મળશે. વિરોધીઓથી સમસ્યા થઇ શકે છે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં સ્થિતિ સુધરશે. તમારા જીવનસાથી પાસેથી તમને કોઈ નવી વાત જાણવા મળી શકે છે. કામના ક્ષેત્રમાં મન લાગી શકે છે. સંતાન પ્રત્યે વધુ વિચાર ના કરો. પ્રેમી પંખીડા માટે દિવસ સામાન્ય રહેશે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકો આજના દિવસે કોઈ વાતને લઈને ચિંતાગ્રસ્ત રહી શકે છે. આજના દિવસે સ્વાસ્થ્ય કમજોર પડી શકે છે. શરદી-ઉધરસ થઇ શકે છે. ખર્ચમાં વધારો થઇ શકે છે. આજના દિવસે ક્યાંય લાંબી યાત્રા પર જઈ શકો છો. દાંમ્પત્ય જીવનમાં ખુશીઓ મળશે. જીવનસાથી સાથે પ્રેમ વધશે. આ રાશિના લોકોને લવ લાઇફમાં નિરાશાનો સામનો કરવો પડી શકે છે. સંપત્તિ મામલામાં આજનો દિવસ ફાયદેમંદ રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશીથી ભર્યો રહેશે. આજના દિવસે આવકમાં વધારો થશે જેનાથી તમને ખુશી મળશે. ઓફિસમાં બોસ તમારા કામથી ખુશ થશે જેનાથી તમારો દિવસ સુધરી જશે. પારિવારિક જીવનમાં તણાવ રહેશે. આજના દિવસે તમે તકલીફોનો સામનો કરી શકો છો.વિરોધીઓથી સાવધાન રહેવું જરૂર છે જેનાથી તમને જીત મળશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સામાન્ય રહેશે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો આજના દિવસે વ્યસ્ત રહેશે. આજના દિવસે મન લગાવીને કામ કરશો જેનાથી કામમાં સફળતા મળશે. પરિવારમાં પણ સુખ-શાંતિ મળશે. માતા-પિતાના આશીર્વાદથી તમારું કામ બની જશે. લોકો સાથે વાતચીત કરતા સમયે તમારા શબ્દો પર ધ્યાન આપો. યાત્રા પર જવાની સંભાવના છે તો જવાનું ટાળો તે સારું રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે ખુશ રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો થવાથી રાહત મળશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકોનું ભાગ્ય તેની સાથે રહેશે. આ કારણે જ બધા જ કામમાં સફળતા મળશે. તમને માન-સમ્માન મળશે. આજના દિવસે પરિવારના લોકોનો સહયોગ મળશે. પરિવારમાં ખુશીની લહેર રહેશે. જેનાથી તમે ખુશ રહેશો. આજના દિવસે સુખ-સુવિધાઓ વધુ મન લાગશે. તમે કોઈને પ્રેમ કરો છો તો આજે પ્રપોઝ કરો. દામ્પત્ય જીવનમાં તણાવ હોવા છતાં ખુશીનો અહેસાસ રહેશે. કામને લઈને સજાગ રહેવું પડશે. આજના દિવસે વિરોધીઓ તમારા પર હાવી થવાની કોશિશ કરશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકોમાં ચિતા મગજ પર અસર કરી શકે છે. આજના દિવસે માનસિક તણાવ વધશે. સ્વાસ્થ્ય પણ કમજોર પડી શકે છે. પાણીને લઈને કોઈ તકલીફ થઇ શકે છે. પીવાનું પાણી સ્વસ્થ હશે તો સારું રહેશે નહીં તો તકલીફ વધી શકે છે. બિનજરૂરી યાત્રા પર જવાથી ખર્ચ વધશે. આજના દિવસે તમારી ઓફિસમાં સારું પરિણામ મળશે. આજના દિવસે સહકર્મી પણ તમારા સહયોગી બનશે. પ્રેમી પંખીડા માટે દિવસ કમજોર રહેશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન નીરસ થઇ શકે છે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો આજના દિવસે ખુશ રહેશે.જીવનસાથી સાથે પ્રેમ વધશે. તમારી આવકમાં વધારો થશે.જેનાથી તમારા વિરોધીઓ કમજોર રહેશે અને તમને સમાજમાં સારું સ્થાન મળશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. આ રાશિના જાતકો આજના દિવસે નવા વિષય પર ચર્ચા કરશે. સંબંધમાં આગળ વધવાનું પસંદ કરશે. પરિવારિક જીવન પણ ખુશનુમા રહેશે. આજના દિવસે મિલકતમાં સારો લાભ મળશે. આજના દિવસે તમે જે કામ કરો છો તો તેમાં સફળતા મળશે. આજના દીવસે કોઈને પૈસા ઉધાર ના આપો.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકોમાં આજના દિવસે ખર્ચમાં વધારો થશે. આજના દિવસે કામમાં સફળતા મળશે. તમે વધુ મહેનત કરો છો તો તમને કઠોર પરિશ્રમમાં જ સફળતા મળવાના યોગ બની રહ્યા છે. આજના દિવસે આવકમાં વધારો થશે. પારિવારિક જીવન ખુશનુમા રહેશે. આજના દિવસે પરિવારવાળા સાથે માનસિક શાંતિ મળશે. પ્રેમી પંખીડાને આજના દિવસે સારા પરિણામ મળશે. આજના દિવસે પ્રિય વ્યક્તિ સાથે ક્યાંક બહાર ફરવા જવાનો મોકો મળી શકે છે. કામને લઈને દિવસ સારો રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકો આજના દિવસે અંદરથી ખુશ નજરે આવશે. પ્રેમી પંખીડાને આજના દિવસે સારા પરિણામ મળશે. આજના દિવસે તમારું મન તમારા પ્રિય વ્યક્તિને સમર્પિત રહેશે. પારિવારિક જીવનમાં વ્યસ્તતાનાને લઈને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. સુખ સુવિધાઓ પર વધુ ધ્યાન આપશો તો ખર્ચમાં વધારો થશે.