ખબર

7 મહિનાના બાળકને ખોળામાં લઈને દુલ્હને ફર્યા 7 ફેરા, ગામવાળા આ લગ્નને જોતા જ રહી ગયા

આપને સૌ જાણીએ છીએ કે, હજુ પણ અમુક સમાજમાં આંતરજ્ઞાતિય લગ્નને મંજૂરી નથી આપતા. પરિવારજનોની મંજૂરી ના હોય ત્યારે પ્રેમી પંખીડા ઘરેથી ભાગી જાય છે અથવા તો જીવન ટૂંકાવી નાખે છે. પરંતુ હાલમાં જ મધ્યપ્રદેશમાં એક એવા લગ્ન કરવામાં આવ્યા છે જે જાણીને બધા લોકો હેરાન થઇ ગયા છે. આ લગ્નની હેરાન કરનારી વાત એ હતી કે, દુલ્હા-દુલ્હને 7 મહિનાના બાળકને ખોળામાં રાખીને સાત ફેરા લીધા હતા.

Image Source

આ અનોખા લગ્ન મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના કુમ્હાર ગામમાં 8 ફેબ્રુઆરીએ થયા હતા, જાય દુલ્હન નેહા અને દુલ્હા કરણે તેના 7 મહિના દીકરા શિવાંશની હાજરીમાં લગ્ન કરી બધી રસમો નિભાવી હતી. જેને દુલ્હા-દુલ્હન સાથે બાળકને જોઈને બધા લોકો હેરાન થઇ ગયા હતા. લગ્ન હાજર રહેલા બધા લોકો કહી રહ્યા હતા કે, આજ દિવસ સુધી અમે આવા લગ્ન ક્યારે પણ નથી જોયા.

Image Source

એક મીડિયા રિપોર્ટ અનુસાર, છતરપુરમાં રહેનારા પપ્પુ આહિરવારનો દીકરો દિલ્લી રહેતો હતો. 6 વર્ષ પહેલા તેના ગામની જ અને ઘરમાં સામે રહેણી નેહા કશ્યપ સાથે આંખ મળી ગઈ હતી. બંને લગ્ન કરવા ઇચ્છતા હતા, પરંતુ અલગ-અલગ જ્ઞાતિના કારણે યુવતીના પરિવારજનો આ લગ્ન માટે રાજી ના હતા.બાદમાં ગત 17 ફેબ્રુઆરી 2018અને રોજ ઘરથી ભાગીને દિલ્લી પહોંચી ગયા હતા, જાય તેને આર્યસમાજમાં આંતરજ્ઞાતિય લગ્ન કરી લીધા હતા. ગત 22 જૂન 2019ના રોજ નેહા અને કરણ એક પુત્રના માતા-પિતા બન્યા હતા. પુત્ર હવે 7 મહિનાનો થઇ ગયો હતો.

Image Source

નેહા અને કરણએ પુત્રને જન્મ આપ્યો હોવાની બંનેના પરિવારજનોને જાણ કરતા તેને ગામ બોલાવ્યા હતા. બાદમાં ફરીથી રીત-રિવાજ અનુસાર લગ્ન કરવાનો ફેંસલો લીધો હતો. જે માટે કંકોત્રી પણ છપાવી હતી. સમાજ અને સંબંધીઓને આ સમારોહમાં બોલાવવામાં આવ્યા હતા. બાદમાં આ રીતના અનોખા લગ્ન કરવામાં આવ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.