અમદાવાદની હોસ્પિટલમાં એક જ પરિવારના 7 સભ્યોએ એક જ દિવસે કરાવી આ સર્જરી, જાણો શુ છે મામલો

અમદાવાદમાં ન્યૂરો વન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક જ હોસ્પિટલમાં, એક જ પરિવારના 7 સભ્યોએ બેરિયાટ્રીક સર્જરી કરાવી હોય તેવો કિસ્સો વિશ્વમાં કદાચ સૌ પ્રથમ છે. ભાવનગરના એક પરિવારના 7 સભ્યોએ 19 માર્ચે ન્યુરો 1 મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, અમદાવાદ ખાતે બેરિયાટ્રીક સર્જરી કરાવી છે.

એક જ દિવસમાં એક જ પરિવારના 7 સભ્યોએ બેરિયાટ્રીક સર્જરી કરાવી છે. આ દર્દીઓમાંથી 5 દર્દી ડાયાબિટીસથી પિડાતા હતા. આમાંના બે દર્દી ફેટી લીવર સાથે સંકળાયેલા સિરોસીસ ઓફ લીવરથી પીડાતા હતા. ભારતમાં આ સર્જરી પહેલીવાર થઈ હોવાનું ડોક્ટરો દ્વારા જાણવા મળ્યું છે. ભાવનગરના એક પરિવારના 7 સભ્યોએ 19 માર્ચે અમદાવાદની એક મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, ખાતે બેરિયાટ્રીક સર્જરી કરાવી છે. આ પરિવાર જીનેટીક પરિબળોના કારણે તથા જીવનશૈલી લગતા મુદ્દાઓના કારણે મેદસ્વીતાનો ભોગ બન્યું હતું.

પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે સર્જરી બાદ તેઓ ઘણુ સારુ અને સ્વસ્થ તેમજ તંદુરસ્ત અનુભવી રહ્યા છે. સર્જરી કરાવ્યા બાદ હાલ તો કોઈ આડઅસર જણાઈ નથી. આ સર્જરી 30થી 45 મિનિટમાં જ પૂર્ણ કરી શકાય છે. અગાઉ આ પ્રકારની સર્જરીમાં દોઢથી બે કલાકનો સમય લાગતો હતો, નવી ટેક્નિકને કારણે તેમાં સમય ઓછો લાગે છે.

Shah Jina