જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

7 મે 2019 અક્ષયતૃતીયા રાશિ અનુસાર તમારે શું ખરીદવું શુભ રહેશે…

મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિને અક્ષયતૃતીયા અથવા તો અખાત્રીજના નામ તરીકે ઓળખવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે આ દિવસે દાન, સ્નાન, યજ્ઞ-જપના મહત્વ છે. ઘણા લોકોના મનમાં એવો હોય છે કે અક્ષય તૃતીયાના દિવસે ઘરેણાં જ ખરીદવા જોઈએ પણ તું તેવું નથી. અક્ષયનો મતલબ થાય છે કે ક્યારેય ખતમ ના થાય તેવું…આ એક મહા ઉપાય કરો અને તમે માલામાલ થઈ જશો…

Image Source

માટે એવી માન્યતા છે કે આ દિવસે તમે જે પણ ખરીદો તેમાં મા લક્ષ્મીજીના આશીર્વાદ મળે છે.

માટે રાશિ અનુસાર તમારે શું ખરીદવું જોઈએ જુઓ…

1) મેષ રાશિ
મેષ રાશિના સ્વામી ગ્રહ મંગળ છે આ રાશિના જાતકોએ અક્ષયતૃતીયાના દિવસે વાહન પ્રોપર્ટી મકાન, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, પિત્તળ તેમજ સોનાની વસ્તુ ખરીદો શુભ માનવામાં આવે છે. અક્ષયતૃતીયાના દિવસે મસૂરની દાળ ખરીદવી પણ શુભ માનવામાં આવે છે જેનાથી તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થશે અને મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.

2) વૃષભ રાશિ
વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે આ રાશિના જાતકો એ અક્ષયતૃતીયા વાહનની એસેસરીઝ, રત્ન, સંપતિ, ભૂમિ, સ્ટીલ અથવા ચાંદીની વસ્તુ ખરીદવી જોઈએ. અક્ષયતૃતીયાના દિવસે ચોખા તેમજ બાજરી ખરીદવી પણ શુભ માનવામાં આવે છે. જેથી મા લક્ષ્મીજીની કૃપા તમારા ઉપર બની રહેશે.

3) મિથુન રાશિ
મિથુન રાશિના સ્વામી ગ્રહ બુધ છે અક્ષત તુતીયા તેમજ સર્વ સિદ્ધિ યોગ દરમિયાન આ રાશિના જાતકોએ પિત્તળ ,ઘઉં, સોનુ કાગળ વગેરેમાં ઇન્વેસ્ટ કરવું શુભ માનવામાં આવે છે. તેમજ આ વસ્તુની ખરીદી કરશે તો આ જાતકોને લાભ થશે તેમ જ અક્ષય તૃતીયાના શુભ મુહૂર્ત પર મગ તેમજ ધાણા ની ખરીદી થી સૌભાગ્યમાં વૃદ્ધિ થશે.

4) કર્ક રાશિ
કર્ક રાશિનો સ્વામી ચંદ્રમા છે અક્ષયતૃતીયાના શુભ મુહૂર્તે કર્ક રાશિના લોકોએ ચાંદી ચોખા, તેમજ કપડાની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. તમે સૌભાગ્યમાં વૃદ્ધિ થશે અને મા લક્ષ્મીજીનો આશિર્વાદ બન્યો રહેશે.

5) સિંહ રાશી
સિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે આ રાશિના જાતકો એ સોનુ ઘઉં કપડા રત્ન, જમીન, પ્લાસ્ટિક, ઇલેક્ટ્રોનિક, મૂર્તિ, સોનુ, ચાંદી, તાંબા વગેરેની ખરીદી કરવી. તેમજ નિવેશ કરવો. તો ભવિષ્યમાં મુનાફાનો સારા યોગ બની રહ્યા છે.

6) કન્યા રાશિ
કન્યા રાશિનો સ્વામી ગ્રહ બુધ છે આ રાશિના જાતકોએ અક્ષયતૃતીયાના દિવસે મગની દાળ સોના ચાંદીની વસ્તુ ખરીદવી તેમજ શૃંગારનો સામાન ખરીદી શુભ માનવામાં આવે છે અક્ષયતૃતીયાના દિવસે આ રાશિના જાતકોએ અમારી કોઈપણ વસ્તુ ખરીદ છે તો સૌભાગ્યમાં વૃદ્ધિ થશે.

7) તુલા રાશિ
તુલા રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે અક્ષયતૃતીયાના દિવસે આ રાશિના લોકોએ સોનુ-ચાંદી સ્ટીલ કપડાં રત્ન પ્લાસ્ટિક વગેરે વસ્તુઓ ખરીદવી જોઈએ તેમજ દિવસ કરવો જોઈએ. તેમજ અક્ષયતૃતીયાના દિવસે ખાંડ અથવા ચોખાની ખરીદી કરવી સૌભાગ્યશાળી માનવામાં આવે છે.

8) વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતક કોનો સ્વામી ગ્રહ મંગળ છે અક્ષયતૃતીયાના દિવસે વૃશ્ચિક રાશિના જાતકો કોઈ ભૂમિ, પ્રોપર્ટી, દુકાન, સિમેન્ટ, રત્ન, ખનીજ, કાગળ, કપડા, સોનુ-ચાંદી ખરીદો તેમજ તેમાં પૈસા લગાડવા ફાયદેમંદ રહેશે. આ આ દિવસે આમાંથી કઈ પણ ખરીદશો તો તમને લાભ પ્રાપ્ત થશે.

9) ધનુ રાશિ
ધન રાશિનો સ્વામી ગ્રહ ગુરુ છે ધન રાશિના જાતકોએ અક્ષયતૃતીયાના દિવસે સોનુ ખાંડ અનાજ આભૂષણ ચાંદી કપાસ દૂધમાંથી બનાવેલી વસ્તુ, ટીવી, ફ્રીઝ, મોબાઇલ ખરીદવું શુભ માનવામાં આવે છે તેમજ સૌભાગ્યમાં વૃદ્ધિ થશે.

10) મકર રાશિ
મકર રાશિનો સ્વામી ગ્રહ શનિ છે અક્ષયતૃતીયાના દિવસે મકર રાશિના જાતકોએ લોખંડ ઈલેક્ટ્રોનિક સામાન ,ખનીજ પદાર્થ ખેતી, વાહન, સ્ટીલ સોનુ ચાંદી, પિત્તળ વસ્તુ ખરીદવુ શુભ માનવામાં આવે છે તેમજ અક્ષય તૃતીયાના દિવસે આમાંથી કોઈ એક વસ્તુ ખરીદીને ઘરે લાવશો તો લાભ પ્રાપ્ત થશે.

11) કુંભ રાશિ
કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે અક્ષર કુંભ રાશિના જાતકોએ ઈલેક્ટ્રોનિક સામાન ખનિજ વાહન, સોના ચાંદી વસ્તુ ખરીદીને લાવો શુભ માનવામાં આવે છે આમાંથી કોઈપણ એક વસ્તુ કુંભ રાશિના જાતકોએ અક્ષયતૃતીયાના દિવસે ખરીદીને ઘરે લાવવાથી ભાગ્યમાં વૃદ્ધિ થશે.

12) મીન રાશિ
મીન રાશિનો સ્વામી ગ્રહ ગુરુ છે અક્ષય તૃતીયાના દિવસે મીન રાશિના જાતકોએ વસ્ત્ર સોનુ-ચાંદી, સજાવટી સામાન, હળદર વગેરે ખરીદી અશુભ માનવામાં આવે છે. સૌભાગ્યની પ્રાપ્તિ થશે સાથે સાથે મા લક્ષ્મીજીની કૃપા બની રહેશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.