કપિલ દેવ, સચિન તેંડુલકરથી લઇને યુઝવેન્દ્ર ચહલ સુધી આ 7 ક્રિકેટરો પાસે છે એટલી સંપત્તિ કે તો પણ કરે છે સરકારી નોકરી

ક્રિકેટ રમનાર ખેલાડીઓને ઘણીવાર ખૂબ જ દોલત મળે છે. આ મામલે ભારતીય ખિલાડી પૂરી દુનિયાથી થોડા ઉપર છે. ટીમ ઇંડિયાના ખેલાડીની કમાણી કરોડોમાં હોય છે. પરંતુ આ છત્તાં પણ કેટલાક ખેલાડી એવા છે જે સરકારી નોકરી કરે છે અને દેશની સેવા કરે છે.

1.કપિલ દેવ : ભારતને પહેલો વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન કપિલ દેવે ઘણા સમય પહેલા ક્રિકેટથી સંન્યાસ લઇ લીધો છે. કપિલ દેવ હવે ભારતીય સેનામાં લેફ્ટિનેંટ કર્નલની નોકરી કરી રહ્યા છે.

2.સચિન તેંડુલકર : સચિન તેંડુલકરને તો ક્રિકેટના ભગવાન માનવામાં આવે છે. ભારત રત્ન સચિન તેંડુલકર ભારતીય વાયુસેના તરફથી સમ્માનિત કરવામાં આવી ચૂક્યા છે. તેમને વાયુ સેનાના ગ્રુપ કેપ્ટન બનાવવામાં આવી ચૂક્યા છે.

3.મહેન્દ્ર સિંહ ધોની : ભારતના સૌથી સફળ કેપ્ટન રહેલા એમએસધોનીની કેપ્ટનશિપમાં ભારતે બે વિશ્વકપ અને એક ચેંપિયેંસ ટ્રોફી જીતી છે. આ ઉપરાંત ધોની ભારતીય સેનાના લેફ્ટિનેંટ કર્નલના પદ પર પણ છે.

4.હરભજન સિંહ : ભારતના દિગ્ગજ ક્રિકેટર હરભજન સિંહ પંજાબ પોલિસમાં રહીને દેશની સેવા કરી રહ્યાા છે. તેઓ પંજાબ પોલિસમાં ડીએસપી પદ પર કાર્યરત છે.

5.યુઝવેન્દ્ર ચહલ : ટીમ ઇંડિયાના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ સફેદ બોલ ક્રિકેટમાં ભારતના ખૂબ જ સારા સ્પિન બોલરોમાંના એક છે. ક્રિકેટ રમવા ઉપરાંત ચહલ “ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ”માં ઇંસ્પેક્ટરના પદ પર કાર્યરત છે.

6.ઉમેશ યાદવ : ભારતીય ટેસ્ટ ટીમના ઝડપી બોલર ઉમેશ યાદવ તેમના લહેરાતા બોલને કારણે પૂરી દુનિયામાં મશહૂર છે. ઉમેશને સ્પોર્ટ્ કોટા હેઠળ ભારતીય રિઝર્વ બેંકમાં અસિસ્ટન્ટ મેનેજરના પદ પર નિયુક્ત છે. તમને જણાવી દઇએ કે, ઉમેશ પોલિસ કોન્સ્ટેબલની નોકરી કરવા ઇચ્છતા હતા.

7.જોગિંદર શર્મા : વર્ષ 2007 ટી 20 વર્લ્ડ કપમાં ભારત માટે છેલ્લી ઓવર નાખી જીત અપાવનાર જોગિંદર શર્મા પણ ક્રિકેટ કરિયર બાદ સરકારી નોકરી કરી રહ્યા છે. જોગિંદર હરિયાણા પોલિસમાં ડીએસપી પદ પર નિયુક્ત છે અને સતત તેમની સેવા પણ આપી રહ્યા છે.

Shah Jina