UPSC પરીક્ષામાં ઇન્ટરવ્યૂ ખુબ જ ખાસ હોય છે. ઘણીવાર ઇન્ટરવ્યૂ લેનાર વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ અને IQ પાવર ચેક કરવા માટે જાણી જોઈને અઘરા અને અટપટા સવાલો પૂછતા હોય છે, જે વિદ્યાર્થીને હેરાનીમાં મૂકી દે છે. એવાજ અમુક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલા સવાલો આજે અમે તમને જણાવીશું, જેને જાણીને તમે પણ જવાબ આપવામાં અસમર્થ રહેશો, આવો તો જાણીએ તમે આ સવાલોના જવાબ આપી શકો છો કે નહિ.

સવાલ-1: જો તમારા એક હાથમાં 3 સફરજન અને 4 સંતરા જ્યારે બીજા હાથમાં 4 સફરજન અને 3 સંતરા છે, તો તમારી પાસે શું છે?
જવાબ: ખુબ જ મોટા હાથ.
સવાલ-2: તમે એક હાથથી કોઈ હાથીને કેવી રીતે ઉઠાવી શકો છો?
જવાબ- તમને એવો કોઈ હાથી નહિ મળે જેનો એક હાથ હોય.

સવાલ-3: એક વ્યક્તિને પૈરાશૂટ વગર જ એક પ્લેનમાંથી બહાર કાઢી નાખવામાં આવે છે, છતાં પણ તે બચી જાય છે. કેવી રીતે?
જવાબ- કેમ કે તે પ્લેન તે સમયે રનવે પર હતું.
સવાલ-4: ‘નાગ પંચમી’નું વિરોધી શું હોઈ શકે?
જવાબ- નાગ મને પંચ ન કરી શકે.

સવાલ-5: ઇન્ટરવ્યૂ લેનારે વિદ્યાર્થી માટે એક કપ કોફી મંગાવી. કોફી ના કપને તેની સામે રાખીને પૂછ્યું-what is before YOU ?
જવાબ- વિદ્યાર્થીએ TEA માં પોતાનો જવાબ આપ્યો. જ્યારે ઇન્ટરવ્યુ લેનારે પૂછ્યું હતું કે”U'(alphabet) ના પહેલા શું આવે છે? તો ‘U’ ના પહેલા ‘T'(alphabet) આવે છે, માટે વિદ્યાર્થીએ આવો જવાબ આપ્યો.
સવાલ-6: જો 8 લોકોએ દીવાલ બનાવવામાં 10 કલાક લીધા છે તો ચાર લોકોને આ દીવાલ બનાવવામાં કેટલો સમય લાગશે?
જવાબ- દીવાલ પહેલાથી જ બની ચુકી છે, તો તેમાં સમય નહિ લાગે.

સવાલ-7: તમને સવારે ઉઠવાની સાથે જ ખબર પડે કે તમે ગર્ભવતી છો, તો તમે સૌથી પહેલા શું કરશો?
જવાબ- આ સાંભળીને હું ખુબ જ ખુશ થઈશ અને સૌથી પહેલા મારા પતિને જઈને આ ખુશખબર સંભળાવીશ.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.