હેલ્થ

શું તમે પણ ડાયાબિટિશના દર્દી છો? તો ખાઓ આ 7 હેલ્દી અને સ્વાદિષ્ટ નાશ્તો, નહિ વધે શુગર

અસ્વસ્થ અને યોગ્ય ખોરાક ન લેવો, પોતાની જીવનશૈલીને સુસ્ત બનાવી લેવી અને કલાકો સુધી એક જ જગ્યા પર બેસીને કામ કરવું,આ દરેક વસ્તુઓ વ્યક્તિ માટે બીમારીની ઝપેટમાં લાવવા માટે પૂરતા છે.એવામાં ડાયાબીટીસ એક એવી ભયંકર બીમારી છે જે એક વાર વ્યક્તિની અંદર ઘર કરી જાય, તો તેને બહાર કાઢવી થોડી મુશ્કિલ થઇ જાય છે. ડાયાબિટીસ જેવી બીમારી વ્યક્તિને મોટાપાનો શિકાર બનાવવાની સાથે-સાથે હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોકને પણ ઉત્પન્ન કરે છે જે માણસના જીવનને ખતમ કરવા માટે પૂરતું છે.

Image Source

મોટાભાગે ડાયાબિટીસના દર્દીઓને 3-4 કલાક પછી ભૂખ લાગતી હોય છે.એવામાં આજે અમે તમને અમુક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ખાવાથી દર્દીઓની ભૂખ પણ શાંત થઇ જાશે અને શુગર પણ કન્ટ્રોલમાં રહી શકશે. આજે અમે તમને એવા હેલ્દી નાશ્તા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને દર્દીઓ આસાનીથી ખાઈ શકશે.

Image Source

1.બાફેલા સ્પ્રાઉટ્સ(કઠોળ):
સ્પ્રાઉટ્સ પ્રોટીન અને ફાઈબરના સારા સ્ત્રોત માનવામાં આવે છે. જે તમારા બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.મગ, ચણા, સોયા બીન્સ, મગફળી વગેરેને રાતે પાણીમાં રાખી દો અને અંકુરિત થયા પછી તેને બાફી લો.તમે આ બાફેલા સલાડમાં ટમેટા, ડુંગળી, કાકડી, ગાજર, લીંબુ વગેરે મિક્સ કરીને ખાઈ શકો છો.સ્પ્રાઉટ્સ સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી હોય છે તે ભૂખ શાંત કરવાની સાથે સાથે શુગર લેવલને પણ કંટ્રોલમાં રાખે છે.

Image Source

2.ફ્રેશ વેજિટેબલ્સની સાથે દહીં:
ડાયાબિટીસના દર્દીઓ માટે દહીં એક બેસ્ટ વિકલ્પ માનવામાં આવે છે. દહીંમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને કેલ્શિયમ હોય છે. જયારે લીલા શાકભાજીઓ મિનરલ્સ,વિટામિન્સ અને એન્ઝાઇમ્સના સારા સ્ત્રોત માનવામાં આવે છે. તમે શાકભાજીને દહીંમાં મિક્સ કરીને રાયતાના સ્વરૂપે ખાઈ શકો છો. દહીં અને લીલા શાકભાજી તમને લાંબા સમય સુધી ભરપેટ અનુભવ કરાવશે, જેથી તમને ભૂખ પણ નહીં લાગે અને તમારું શુગર લેવલ પણ કંટ્રોલમાં રહેશે.

Image Source

3.મીઠા(સોલ્ટ,નિમક) વગરના ડ્રાઈ ફ્રૂટ્સ:
ડ્રાયફ્રૂટ્સમાં તમે બદામ, પિસ્તા,કાજુ,મગફળી,અખરોટ વગેરે ખાઈ શકો છો.પણ ધ્યાન રાખો કે બધા ડ્રાયફ્રૂટ્સ મીઠા વગરના હોવા જોઈએ. ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યમંદની સાથે સાથે સ્વાદિષ્ટ અને ન્યુટ્રીએંટ્સથી ભરપૂર હોય છે. જે ડાયાબિટીસના દર્દી માટે નાસ્તાનો એક બેસ્ટ વિકલ્પ છે. ડ્રાયફ્રૂટ્સ પ્રોટીનથી ભરપૂર હોવાની સાથે સાથે ફાઈબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. અખરોટમાં ઓમેગા-3 અને ઓમેગા-6 હોય છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે સારો સ્ત્રોત માનવામાં આવે છે. તમે ડ્રાયફ્રૂટ્સ કાચા કે પછી રોસ્ટ કરીને પણ ખાઈ શકો છો.ધ્યાન રાખો કે ડ્રાયફ્રૂટ્સ યોગ્ય માત્રામાં જ લો વધારે પડતા ખાવાથી શરીરને નુકસાન પણ થઇ શકે છે.

Image Source

4. ફ્રેશ ફ્રૂટ્સ અને Whole grain crackers:
Crackers જે ઘઉં,કવીનોઆ,રાય અને ઓટ્સથી બનેલા હોય છે જેને ખાવાથી બ્લડ શુગર લેવલ ઓછું થાવાની સાથે સાથે કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રહે છે.Crackers, ને તમે દહીંની સાથે કે પનીરની સાથે પણ લઇ શકો છો.આ સિવાય ફળો ફાઈબર,વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે.માટે તમે ફળોને તમારી ઈચ્છાઅનુસાર ગમે તેટલી માત્રામાં તમારા ખોરાકમાં શામિલ કરી શકો છો. પણ ધ્યાન રાખો કે ઓછી શુગર ધરાવતા ફળોને જ પસંદ કરો.

Image Source

5.હેલ્દી સ્મૂદી અને ઈંડા:
અમુક હેલ્દી ફળો અને શાકભાજીને બ્લેન્ડ કરીને તમે સ્મૂદી બનાવી શકો છો. સ્મૂદી માટે તમે પાલક,કાકડી, ટમેટા આમળા,ગાજર,બીટ વગેરે જેવા શાકભાજીઓ લઇ શકો છો.આ સિવાય તમે સ્મૂદીમાં નારિયેળ પાણી પણ મિક્સ કરી શકો છો.આ સિવાય ઈંડાનો સફેદ ભાગ પ્રોટીનનો સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે એક સારો વિકલ્પ છે.

Image Source

6.સફરજન અને પીનટ બટર:
સફરજનમાં ફાઈબર વધુ માત્રામાં હોય છે માટે ભૂખ લાગવા પર સફરજન ખાવાથી તમને લાંબા સમય સુધી ભૂખ નહિ લાગે.આ સિવાય સફરજનમાં રહેલા અન્ય પોષક તત્વો શરીર માટે ખુબ ફાયદેમંદ હોય છે.સફરજન પર તમે થોડું પીનટ બટર લગાવીને પણ ખાઈ શકો છો. જે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે શરીર માટે ફાયદેમંદ પણ છે.

Image Source

7.પોપકોર્ન અને સાંતળેલી બદામ:
પોપકોર્ન કાર્બોહાઇડ્રેટ અને ફાઈબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. સાંજના સમયે પોપકોર્ન ખાવાથી ભૂખ નહિ લાગે અને રાતના ભોજનમાં પણ નિયંત્રણ રહેશે. ડાયાબિટીસના દર્દીઓ માટે પોપકોર્ન એક સારો વિકલ્પ છે આ સિવાય તમે સાંતળેલી બદામ પણ ખાઈ શકો છે જે તમારી ભૂખને સંતોષવા માટે પૂરતું છે.