ધાર્મિક-દુનિયા

માત્ર 7 ગુરુવાર આ કામ કરવાથી સાક્ષાત સાઈબાબા કરે છે બધી જ મનોકામના પૂરી…એકવાર જરૂર વાંચો

સાઈ બાબાને એક ચમત્કારિક પુરુષ, અવતાર અને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. તેઓ ભક્તિ અને પરંપરાના પ્રતીક સમાન છે. સાઈ બાબાના જન્મ અને તેમની સાથે જોડાયેલ બીજી વસ્તુઓથી સૌ કોઈ અજાણ છે. તેમની મૂળ જગ્યા મહારાષ્ટ્રનું શિરડી ધામ છે, જ્યાં ભક્તો તેમના દર્શન કરવા માટે જાય છે.

Image Source

સાઈને દરેક ધર્મમાં માન્યતા પ્રાપ્ત થઈ છે. દરેક ધર્મના માનનારા લોકો સાઈમાં પણ વિશ્વાસ રાખે છે. અને એટ્લે બાબા સાઈની પૂજા ગુરુવારના દિવસે ખાસ કરીને થાય છે. ગુરુ સ્વરૂપે પૂજા કરવાથી જીવનમાં શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ શું તમે જાણો છો એક સાઈ બાબાની પૂજા કેવી રીતે કરવી જોઈએ જેનાથી સાઈ બાબા પ્રસન્ન થઈને જીવનમાં સુખ સંપતિ આપે છે. તો ચાલો આજે અમે તમને જણાવેશું સાઈ બાબાની પૂજા કરવાની યોગ્ય રીત. જીવનમાં દરેકની ઈચ્છા હોય છે કે તે સુખ, શાંતિને સૌભાગ્ય મેળવે. અને એટ્લે જ દરેક ભક્ત ગુરુવારે સાઈ બાબાની પૂજા કરી આશીર્વાદ મેળવી જીવનમાં સુખ મેળવે છે.

Image Source

તો દર ગુરુવારે સાઈબાબાના મંદિરે જઈને બાબા સાઈને પુષ્પ અર્પણ કરી બાબા સાઈનું બે મિનિટ ધ્યાન ધરવું. ધ્યાન રાખો કે ફૂલ પીળા રંગનું હોય તો વધારે સારું રહેશે. પછી ઘરે જઈને પીળા કપડાં પહેરવા અને બાબા સાઈની પૂજા કરવી. પછી ગરીબોને જમડવા શક્તિ પ્રમાણે અને બાબા સાઇના નામનું આ દિવસે સતત રટણ કરવું અને સાઈ બાબાનું જીવન ચરિત્ર વાંચવું અથવા સંભાળવું. આવી રીતે દર ગુરુવારે કરવાથી જીવનમાં સુખ સંપતિ અને શાંતિ મળશે. સતત સાત ગુરુવાર સુધી સાઈબાબાના કોઈ પણ મંદિરે જઈ તેમના મંત્રોનો સંપૂર્ણ શ્રદ્ધાથી જાપ કરવો જોઈએ. આમ કરવાથી સાઈબાબા દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. અને સાઈબાબા ભક્તોની સમસ્યાનું સમાધાન પણ કરે છે. ઘરમાંથી ગરીબી દૂર કરીને સુખ-શાંતિ લાવે છે. તો ચાલો જાણીએ સાઈબાબાના કયા મંત્રોનો જાપ કરવો જોઈએ.

Image Source
 • ઓમ સાઈરામ રામ
 • ઓમ સાઈ ગુરુ દેવાય નમ:
 • સબકા માલિક એક હૈ
 • ઓમ સાઈ દેવાય નમ:
 • ઓમ શિરડી દેવાય નમ:
 • ઓમ સમાધિ દેવાય નમ:
 • ઓમ સર્વ દેવાય રુપાય નમ:
 • ઓમ શિરડી વાસાય વિઘ્નેહે સચીનાન્દાય ધી મહી તનો સાઈ પ્રચોદયાત
 • ઓમ અજર અમરાઈ નમ:
 • ઓમ માંલીકાય નમ:
 • જય જય સાઈરામ
 • ઓમ સર્વજ્ઞા સર્વ દેવતા સ્વરૂપ અવતાર
 • ઓમ સાઈ નમો નમ:, સદગુરુ સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમ: