આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 7 ડિસેમ્બર 2019

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજે જો નોકરી કે પછી વેપાર માટે થઈને મુસાફરી કરવાની થાય તો એ ચુકતા નહિ, ભવિષ્યમાં તમને આ મુસાફરીથી અઢળક ફાયદો થવાનો છે. મુસાફરી દરમિયાન તમારા જરૂરી કાગળ અને સામાનનું વિશેષ ધ્યાન રાખો. જુના મિત્રો દ્વારા પણ આજે ધનલાભના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી તમારી માટે મોટી મુસીબત સાબિત થાય એ પહેલા થઇ જાવ સાવધાન, યોગ અને પ્રાણાયમ કરો. પરિવારના સભ્યો તમારી પ્રગતિ જોઇને ખુશ થશે. આજે માતાના સ્વાસ્થ્યમાં બદલાવ આવી શકે છે. જે મિત્રો આજે પોતાના પ્રિયપાત્રને પ્રપોઝ કરવા માંગો છો તો આજે થોડી તૈયારી કરીને જાવ.
શુભ અંક : ૫
શુભ રંગ : જાંબલી

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે તબિયત થોડી નરમ ગરમ રહેવાના યોગ છે. રસ્તો ઓળંગા સમયે અને વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી. પ્રેમીઓ માટે આજનો દિવસ શુભ રહેશે. બંનેને એકબીજા સાથે સમય વિતાવવાની તક મળશે. જયારે જયારે તક મળે તમારા સાથી કર્મચારી અને ઉપરી અધિકારી જેમણે તમને મદદ કરી હોય તેમનો આભાર આજે જરૂર માનજો. આજે ભવિષ્યમાં ફાયદો થાય એવું રોકાણ કરી શકો તમારા માતા પિતા અને અનુભવી મિત્રોને સાથે જરૂર રાખજો. આજે સાંજે કોઈ ખુશખબરી તમને તમારા બાળકો તરફથી મળશે. આજે પૈસા કરતા સંબંધોને વધુ મહત્વ આપજો.
શુભ અંક : ૧
શુભ રંગ : આસમાની

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
ઘણાં દિવસથી ચાલતા લાંબા કાર્યથી આજે આરામ મળશે, મ્યુઝિક તમને ખુશ કરી શકશે. મિત્રોના મેળાવડા પાછળ નાહકનો ખર્ચ કરતા બચો, થોડો સમય પરિવારને આપો એ તમારી માટે ફાયદાકારક રહેશે. કોઈપણ પ્રિય વ્યક્તિ સાથે વાત કરો તો થોડી તકેદારી રાખો ક્યાંક એ નાની વાત બહુ મોટા ઝઘડાનું સ્વરૂપ ના બની જાય એ ધ્યાન રાખજો. આજે ક્યાંક બહાર ફરવા જવાના યોગ પણ બની રહ્યા છે તો મુસાફરીમાં થોડી સાવધાની રાખજો. આજે જીવનસાથી તરફથી બહુ સહયોગની આશા રાખવી નહિ. પોતાનું કામ જાતે કરી લેવું.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી

4. કર્ક – ડ,હ (Cancer):
આજે તમે જો કોઈ કાયદાકીય કે પોલીસના ચક્કરમાં પડવા ના માંગતા હોવ તો કોઈ અજાણ્યાની અને તમને ના ખબર હોય એવી વાતોમાં ના પડતા. આજે તમારા સંતાન તરફથી તમને નિરાશા મળશે. જીવનસાથીની તબિયત નરમ ગરમ રહેશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે. માતા પિતા તરફથી તમને આજે સપોર્ટ મળશે.
શુભ અંક : ૮
શુભ રંગ : જાંબલી

5. સિંહ – મ,ટ (Lio):
આજનો દિવસ તમને થકવી દેનારો લાગશે. પણ આજે જેમ જેમ દિવસ પસાર થશે તમારા માટે અનેક ખુશખબરીઓ આવશે. સંતાનો અને પરિવાર તરફથી પુરતો સપોર્ટ મળશે. નોકરી કરતા મિત્રોને પોતાના ઉપરી અધિકારીઓની મદદ લઈને અટકેલા દરેક પ્રોજેક્ટ પૂર્ણ કરી શકશો. કામ કરવાની ક્ષમતામાં વધારો થશે. આજે તમારા મિત્રો તમારી પાસે ઉધાર પૈસા માંગી શકે છે. એ પૈસા કયા કામમાં વાપરવાના છે એનું પણ ધ્યાન રાખજો. આજે વાણી અને વર્તનમાં તકેદારી રાખજો. જો કોઈ શરતીય રોકાણ સ્કીમ હોય તો તેનાથી દૂર રહો.
શુભ અંક : ૪
શુભ રંગ : લીલો

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજના દિવસની શરૂઆત બાળકો અથવા તમારા મનપસંદ વ્યક્તિના ચહેરાને જોઇને કરો. આજના દિવસની શરૂઆત ધમાકેદાર રહેશે. ઓફિસમાં આજે તમારા દરેક અટકેલા પ્રોજેક્ટ પૂર્ણ થશે. આજે રસ્તો ક્રોસ કરો ત્યારે બાળકોની અને તમારી જાતની તકેદારી રાખજો. પ્રેમીઓ માટે આજનો દિવસ આમ તો સારો છે પણ ક્યારેક તમારી વધારે પડતી કેર તમારા પ્રિયજન તમને ઇગ્નોર ના કરે. જે પણ મિત્રોને જીવનસાથી સાથે કોઈ અણબનાવ બનેલો છે તેમણે આજે તમારા જીવનસાથીને મનાવી લેવા જોઈએ. આજે કોઈપણ રોકાણ કરવાનું નથી.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી

7. તુલા – ર,ત (Libra):
ઘરના સમાનને લગતી ખરીદી કરવાનો યોગ છે પણ ક્યાંક વધારાની અને બિનજરૂરી વસ્તુઓમાં ખર્ચ વધી ના જાય એની સાવધાની રાખજો, આજે તમારા બાળકો અને તમારી પત્ની તમારાથી ખૂબ ખુશ રહેશે. બસ આજે જીવનનો સાચો આનંદ પરિવાર સાથે માણો લોકો શું વિચારશે અને આ કેવું લાગશે એ વિચારવાનું છોડી દો. આજે કોઈપણ સારા કાર્યમાં ઈશ્વર તમારી સાથે જ છે એવું માનવું.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી

8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજે કોઈપણ અફવા ઉપર તમારે ધ્યાન આપવાનું નથી. આજે શક્ય હોય તો ટ્રાય કરો કે મિત્રોને મદદરૂપ થઇ શકો. આજે તમારો દિવસ થોડો તણાવથી ભરપુર રહેશે જેના લીધે તમને માથાનો દુખાવો થઇ શકે છે. આજે ઓફિસમાં કોઈ ઉપરી અધિકારી તરફથી તમને પરેશાની થઇ શકે છે. વધુ વિચાર ના કરતા તમારું દરેક કામ પરફેક્ટ કરો જેથી કોઈ તમારા કામમાં ત્રુટી બતાવે નહિ. દિવસનો અંતિમ ભાગ તમારા પરિવાર સાથે વિતાવો જે તમને ફ્રેશ કરશે. આવતીકાલ માટે અત્યારથી જ તૈયારી કરો.
શુભ અંક : ૮
શુભ રંગ : આસમાની

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે આવનારી મુશ્કેલીઓનો સામનો ઈમાનદારીથી કરજો. શોર્ટકટ અપનાવશો નહિ. તમારા ઓફીસના સહકર્મચારી મિત્રો તમારી મદદે આવશે. આજે એવા વ્યક્તિ સાથે સંપર્ક થશે જેનાથી તમને ભવિષ્યમાં અનેક લાભ મળશે. તમારા સંપર્કમાં આવતા દરેક લોકોને માન અને સન્માન આપો. તમારી વાણી અને વર્તનથી કોઈ દુખી ના થઇ જાય તેની સાવધાની રાખો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. આજે તમારા કામમાં કોઈ કમી ના રહે તેની તકેદારી રાખજો. ખુબજ ધીરજ અને શાંતિથી આજનો દિવસ પસાર કરો.
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની

10. મકર – જ, ખ (Capricorn):
બને એટલું જલ્દી તમારું વજન ઓછું કરવા માટેના પ્રયત્નો શરુ કરો નહિ તો કોઈ મોટી બીમારી તમારા શરીરમાં ઘર કરી જશે અને એ ખુબ ખર્ચાળ પણ રહશે. જો લાંબા સમયગાળાથી તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો તે આજે પરત આવી શકે છે. આજનો દિવસ આપની માટે ખુબ સુંદર અને પ્રેમ ભર્યો રહેશે. આજે તમારી સાથે કામ કરતા લોકો પણ આજે તમારાથી આકર્ષિત થશે. તમારે આજે કોઈને પણ ઉધાર પર પૈસા આપવાના નથી. તમારા માટે આજે તમારા સંતાનો કોઈ પ્લાન બનાવી રહ્યા હશે. આજે દિવસનો અંત કોઈને કોઈ ધાર્મિક કાર્યથી થશે જેનાથી તમારા મનને શાંતિ મળશે.
શુભ અંક : ૯
શુભ રંગ : લાલ

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
તમારે આજે તમારો દિવસ તમારા જીવનસાથીને સમર્પિત રહેવાનું છે. જો તમારા પાર્ટનર તમારાથી ખુશ હશે તો કોઈપણ જાતની પરેશાનીમાં તમે અડગ રહી શકશો. આજે તમારી અમુક સિક્રેટ વાતો બહાર જાય નહિ તેનું ધ્યાન રાખવું નહિ તો અમુક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આજે પૈસા રોકાણ માટેનો સારો દિવસ છે આજે ઈશ્વર તમારા કાર્યમાં તમારો પુરતો સાથ આપશે તો કોઈપણ પ્રકારની ચિંતા અને પરેશાની વગર આગળ વધો. પૈસાને કારણે પરિવારમાં કોઈ બોલાચાલી ના થાય એની તકેદારી રાખજો.
શુભ અંક : ૬
શુભ રંગ : પીળો

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
જો તમારા પ્રેમસંબંધમાં શુષ્કતા આવી ગઈ છે તો એ પ્રેમના બગીચામાં આજે પ્રેમના પુષ્પો ખીલી શકે તેવા યોગ બની રહ્યા છે તો તમે સામેથી તમારા જીવનસાથીને મનાવી લો. આજે ખુબ યાદગાર દિવસ છે જે તમને પુરા જીવન પર્યત યાદ રહેશે. તમારા બાળકો અને પરિવારજનોની જરૂરિયાત પૂરી કરવા માટે તમારે આજથી જ મહેનત કરવાની જરૂર છે. આજે કોઈ મહત્વની વસ્તુ ખોવાઈ જવાના પણ યોગ છે તો દરેક વસ્તુ ધ્યાનથી સંભાળીને રાખો નહિ તો ભવિષ્યમાં તકલીફ થશે. કોઈપણ પરિસ્થિતિમાં તમારે હાર માનવાની નથી તમારા દરેક સારા કાર્યમાં ઈશ્વર તમારી સાથે જ છે.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આ વર્ષે તબિયત પ્રત્યે બહુ બેદરકાર રહેવાનું નથી.

નોકરી-ધંધો – મહેનત કરવાથી જ યોગ્ય ફળ મળે છે તો યોગ્ય સમયની રાહ જોયા વગર આજથી જ તમારા નવા કામની શરૂઆત કરો. તમારા વડીલો અને ઉપરી અધિકારીની મદદથી તમે સારી રીતે આગળ વધી શકશો.

કૌટુંબિક-પારિવારિક – વર્ષના અંતે જે મિત્રો સંતાન ઈચ્છે છે તેમની માટે સારા સમાચાર આવશે. જેના લીધે પરિવારમાં પણ બધા ખુશ થઇ જશે. તમારા જીવનસાથીને ભરપુર પ્રેમ આપો. તેમની અને પરિવારની ખુશીથી પૈસા વધુ નથી એટલું યાદ રાખશો તો જીવન આનંદથી વ્યતીત થશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.