7 દિવસની જ દીકરી લાલ કલરની ચૂંદડીમાં લપેટીને તળાવના કિનારે કચરા માં છોડીને ચાલ્યા ગયા માં બાપ, કીડીઓ કરડી રહી હતી

દરેક દંપતી માટે માતા પિતા બનવું એક સપનું હોય છે. તે પોતાના આવનાર બાળક માટે બધું જ કરી છૂટવા માંગતા હોય છે, પરંતુ ઘણીવાર એવા પણ માતા પિતા હોય છે જે કેટલીક મજબૂરીઓના કારણે અથવા તો પુત્ર પ્રપ્તિની ઈચ્છાના કારણે દીકરીનો જન્મ થાય ત્યારે તેને તરછોડી દેતા હોય છે.આવી જ એક ઘટના હાલ સામે આવી છે. જેમાં તળાવના કિનારેથી એક લાવારિસ બાળકી મળી આવી છે. આ બાળકીને કીડીઓ કરડી રહી હતી જેના કારણે થતા દર્દના કારણે તે રડવા પણ લાગી હતી. આ બાળકીના રડવાનો અવાજ સાંભળીને તળાવ કિનારે ચાલી રહેલા લોકોએ તેને જોઈ. બાળકી લાલ રંગની ચૂંદડીમાં પડી હતી. લોકોએ તરત પોલીસને સૂચના આપી દીધી.

આ સમગ્ર ઘટના જબલપુરના આધારતાલ તળાવ કિનારે ગુરુવારે સવારના રોજ બની હતી, પોલીસે આ નવજાત બાળકીને એગ્લિન હોસ્પિટલમાં ભરતી કરાવી. બાળકીની નાળ કાપવામાં આવી છે. જેના કારણે અંદાજ લગાવી શકાય છે કે તે એક અઠવાડિયા પહેલા જ જન્મી છે. પોલીસ હવે આ બાળકી કોની છે ? તેને કોણ છોડી ગયું છે ? તેના વિશેની તપાસ કરી રહ્યા છે.

તળાવના કિનારે આ બાળકીના મળવાની ખબર ફેલાઈ જવા ઉપર સ્થળ ઉપર ઘણા લોકો પણ ભેગા થઇ ગયા. આધારતાલ વિકાસ સમિતિના સદસ્યો પણ ત્યાં પહોંચી ગયા. તળાવની પાસે એક કૂવો પણ છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે માસુમ બાળકીને અંધારામાં સવાર થતા જ અહીંયા છોડી દેવામાં આવી છે. તળાવના કિનારે મોટી સંખ્યામાં કુતરા પણ ફરતા હોય છે. આ તો સારું રહ્યું કે ત્યાં કોઈ કૂતરું ના પહોંચ્યું, નહિ તો તે તેનો શિકાર બની જતી.

આ બાળકીને સૌથી પહેલા દેવેન્દ્ર જયસ્વાલ દ્વારા જોવામાં આવી હતી. તેમના જણાવ્યા પ્રમાણે તે રોજ સવારે તળાવ કિનારે ચાલવા માટે આવે છે. આજે સવારે જ તે ચાલવા માટે આવ્યા ત્યારે તેમને બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો, તેમને લાગ્યું કે કોઈ મહિલા પોતાની દીકરી સાથે હશે, પરંતુ જેમ જેમ તે વિસર્જન ઘાટ તરફ પહોંચ્યા ત્યારે તેના રડવાનો અવાજ વધુ જોરથી આવવા લાગ્યો અને તેમને જોયું તો તળાવની ગંદકી વચ્ચે કોઈ માસુમને છોડીને ચાલ્યું ગયું હતું.

માસૂમના શરીર ઉપર લાલ કીડીઓ હતી. તેના કરડવાથી જ તે રડી રહી હતી. કોઈ તેને ચૂંદડી ઓઢાડીને ત્યાં છોડીને ચાલ્યું ગયું હતું. જેના બાદ બીજા લોકો પણ ભેગા થયા અને પોલીસને ફોન કરીને તેને હોસ્પિટલ પહોચવવામાં આવી.

પોલીસ દ્વારા બાળકીને હોસ્પિટલમાં પહોંચાવવામાં આવ્યા બાદ તેના શરીર ઉપરની માટી સાફ કરવામાં આવી અને તેની તપાસ કરવામાં આવી. ડોકટરે જણાવ્યું કે બાળકી સ્વસ્થ છે. પોલીસ હવે  આ બાળકીને કોણ અહીંયા છોડી ગયું તેના વિશેની તપાસ કરી રહ્યું છે.  તે વ્યક્તિ આસપાસનું અને કોઈ જાણીતું જ હોવાની શક્યતા સેવાઈ રહી છે. બાળકીની નાળ પણ કોઈ પ્રશિક્ષિત દ્વારા જ કાપવામાં આવી હહોવાનું સામે આવી રહ્યું છે.

Niraj Patel