જ્વેલરી શોરૂમમાંથી મેનેજરે કરી અધધધધધ કરોડની ચોરી, હીરા-જવેરાત લઇ થયો ફરાર

દોઢ વર્ષ પહેલા નોકરીએ ચડેલો વ્યક્તિ સીધો જ મેનેજર બની ગયો, પણ મોકો મળતા જ જ્વેલરીનો આખો શોરૂમ સાફ કરી ગયો, અધધધધધ કરોડની ચોરી કરી બેઠો

ઉત્તર પ્રદેશના મેરઠના પોલીસ સ્ટેશન દેહલી ગેટ કોતવાલી વિસ્તારના સરાફા બજારના હલદર જ્વેલરી શોરૂમમાં સાત કરોડની ચોરીના કારણે જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. મેનેજરે પહેલા ચાવી વડે શોરૂમ ખોલ્યો અને પછી હીરા અને સોનાના દાગીનાથી ભરેલો આખો શોરૂમ ખાલી કરી દીધો. આ પછી તે કરોડોના દાગીના અને રોકડ લઈને આરામથી ચાલ્યો ગયો. SSPએ આરોપીને પકડવા માટે ચાર ટીમ બનાવી હતી.

જેમાંની એક ટીમ કોલકાતા જવા રવાના થઈ હતી. મેનેજર કોલકાતા, બંગાળનો રહેવાસી છે. શોરૂમના માલિકનું કહેવું છે કે મેનેજર ચિરજીત શોરૂમનો તમામ હિસાબ જોતો હતો. શોરૂમમાં કેટલું સોનું આવે છે. કેટલું વેચાય છે ? કેટલા દાગીના બનાવવામાં આવે છે ? લોન કેટલી છે ? દરેકનો રેકોર્ડ ચિરંજીત પાસે રહેતો હતો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસનું કહેવું છે કે ચોરી કરતી વખતે મેનેજર સીસીટીવીમાં કેદ થયો હતો. પોલીસે તેના સીસીટીવી ફૂટેજ પણ એકત્ર કર્યા છે.

પોલિસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે ચોર 10 થી 12 કિલો સોનું અને 2 થી 3 કરોડના હીરાના દાગીના અને 20 લાખની રોકડ લઈને ફરાર થઈ ગયો છે. મેનેજરને શોરૂમના માલિકે દોઢ વર્ષ પહેલા નોકરી પર રાખ્યો હતો. થોડા દિવસો પછી તેનું કામ જોઈને તેને શોરૂમનો મેનેજર બનાવવામાં આવ્યો અને પરિવારના સભ્યની જેમ તેનું સન્માન કર્યું. મેરઠ પોલીસનું કહેવું છે કે સોશિયલ મીડિયા દ્વારા જ્વેલરી શોરૂમના માલિકે આરોપી પર બે લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતુ. જો કે, હવે ચોર પોલિસની પકડમાં આવી ગયો છે.

પ્રતિકાત્મક તસવીર

મેરઠના નીલ ગલી સ્થિત હલદર જ્વેલર્સના શોરૂમમાંથી 7 કરોડ રૂપિયાના સોના અને હીરાના દાગીનાની ચોરી થઈ હતી. કોલકાતા પોલીસે ચોરી કરનાર મેનેજરની ધરપકડ કરી છે. જ્યારે તેનો એક સાથી પોલીસને ચકમો આપીને નાસી છૂટ્યો હતો. આરોપી મેનેજર ચિરજીતની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ તેની પાસેથી ચોરેલા ઘરેણાં મળ્યા નથી. જ્યારે બીજો આરોપી હજુ ફરાર છે. તે પણ જલ્દી પકડાઈ જશે.

Shah Jina