બોલીવુડની મોટી હીરોઈનની કરોડોની સંપત્તિ ED એ જપ્ત કરી, અભિનેત્રીના કરોડો ચાહકોને ધ્રાસ્કો પડ્યો, વિશ્વાસ નથી આવી રહ્યો આ તો

બોલિવુડ અભિનેત્રી જેકલની ફર્નાંડિસની મુશ્કેલીઓ તો ઓછી થવાનું નામ જ લઇ રહી નથી. 200 કરોડના મની લોન્ડરિંગ કેસના આરોપી કોનમેન સુકેશ ચંદ્રશેખર અને અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની અંગત તસવીરો વાયરલ થયા બાદ બંને વચ્ચેના સંબંધો ચર્ચાનો વિષય બન્યા હતા. ત્યાં હવે આ મામલામાં નવો વળાંક આવ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જેકલીન ફર્નાન્ડીઝની 7.27 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. EDએ અનુમાન લગાવ્યું છે કે સુકેશે ખંડણીના નાણાંનો ઉપયોગ કરીને જેકલીનને 5.71 કરોડ રૂપિયાની ભેટ આપી હતી.

આ સાથે જ જેકલીનના પરિવારના સભ્યોને 173,000 યુએસ ડોલર અને લગભગ 27,000 ઓસ્ટ્રેલિયન ડોલરનું ફંડ પણ આપવામાં આવ્યું હતું. આ પહેલા પણ ED આ કેસમાં જેકલીનની પૂછપરછ કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, જેકલીન ફર્નાન્ડીઝ ઘણા સમયથી EDના રડારમાં છે. જ્યારથી જેકલીન અને ઠગ સુકેશ ચંદ્રશેખર વચ્ચેના સંબંધોનો ખુલાસો થયો છે ત્યારથી જ જેકલીનનું નામ વિવાદોમાં છે. જેકલીન સાથેના અંગત ફોટા સાર્વજનિક થયા બાદ સુકેશ ચંદ્રશેખરે જેલમાંથી પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

સુકેશે લખ્યું કે આ ખૂબ જ દુઃખદ અને પરેશાન કરનારું છે. ખાનગી ફોટા કેવી રીતે ફેલાય છે. આ વ્યક્તિની અંગત જગ્યા અને ગોપનીયતાનું ઉલ્લંઘન છે. સુકેશે તસવીરોને ખોટી રીતે રજૂ ન કરવાની પણ અપીલ કરી હતી અને કહ્યું હતું કે જેકલીનને મની લોન્ડરિંગ કેસ સાથે કોઈ લેવાદેવા નથી. મેં જેકલીન અને તેના પરિવારના પ્રેમમાં બધું જ કર્યું હતું. આ સમગ્ર મામલો કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલો છે.

સુકેશ પર આરોપ છે કે તેણે 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી અને તેમાંથી કેટલોક ભાગ જેકલીન પર ખર્ચ કર્યો હતો. સુકેશ હાલ તિહાર જેલમાં બંધ છે. તેણે પોલીસને પૂછપરછ દરમિયાન જેકલીન સહિત બોલિવૂડની ઘણી હસ્તીઓના નામ જણાવ્યા હતા. જેમાં નોરા ફતેહીનું નામ પણ સામેલ હતું. આ કેસમાં EDએ નોરાની પણ પૂછપરછ કરી હતી. ત્યારે હવે

જોવાનું એ રહેશે કે આ મની લોન્ડરિંગ કેસમાં જેકલીનને બીજી કઈ મુસીબતોનો સામનો કરવો પડે છે. જેકલીન પાસે ફિલ્મો પાઇપલાઇનમાં છે. જેમાં રામ સેતુ, સર્કસ, વિક્રાંત રોના જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.સુકેશ છેલ્લા ઘણા સમયથી જેલમાં છે અને તેના મામલાની તપાસ ED ઉપરાંત પોલિસની આર્થિક અપરાધ શાખા પણ કરી રહી છે.જેકલીન ફર્નાંડિસે ફિલ્મ “અલાદીન” સાથે હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. સુજોય ઘોષના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં તેની સાથે રિતેશ દેશમુખ, અમિતાભ બચ્ચન અને સંજય દત્ત હતા. જેકલીન મૂળ શ્રીલંકાની છે.

તે લગભગ 12 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. તેણે વર્ષ 2006માં મિસ યુનિવર્સ શ્રીલંકા કંપટીશન જીત્યુ હતુ. જેકલીન પાસે કરોડોની સંપત્તિ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેકલીન પાસે લગભગ 10 મિલિયન ડોલર (74 કરોડ રૂપિયા)ની પ્રોપર્ટી છે. જેકલીન એક ફિલ્મ માટે લગભગ 3 થી 4 કરોડ રૂપિયા લે છે. એક રિપોર્ટ અનુસાર, 2019માં જેકલીનની વર્ષભરની કમાણી 9.5 કરોડ રૂપિયા હતી.

Shah Jina