ખબર

સાવધાન, કરોડો લોકોના મોબાઈલ નંબર થઇ શકે છે બંધ, 31 ઓક્ટોબર સુધીનો છે સમય- જાણો અત્યારે જ

જો તમે પણ એરસેલના ગ્રાહક છો તો તમારી માટે આ લેખ બની શકે છે મોટી ખબર, કારણ કે 31 ઓક્ટોબર બાદ તમારો મોબાઈલ નંબર કામ નહીં કરે. ટેલિકોમ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ એરસેલ અને ડીશનેટ કંપનીઓના ગ્રાહકોને આખિરી ચેતવણી આપતા કહ્યું હતું કે, 31 ઓક્ટોબર પહેલા બીજી કંપનીમાં પોર્ટ નહીં કરાવો તો 31 ઓક્ટોબર બાદ તમારી સેવા બંધ થઇ જશે. જણાવી દઈએ કે, એરસેલ અને ડીશનેટ બંને કંપનીઓ બંધ થઇ ચુકી છે.

Image Source

વર્ષ 2018ની શરૂઆતમાં એરસેલે હરળફાળ સ્પર્ધામાં ટકી ના શકતા તેની સેવા બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. ફેબ્રુઆરીમાં એરસેલને ટ્રાયે યુનિક પૉર્ટિંગ કોડ્સ( UPC) આપવા માટે કહ્યું હતું, જેથી ગ્રાહકો નંબરને પોર્ટ કર્યા વગર સર્વિસ ચાલુ રાખી શકે. જયારે 2018માં એરસેલ બંધ થઇ રહી ત્યારે કંપનીએ આરડોટ કોમ સાથે વિલીનીકરણ કરવા જઈ રહી હતી. પરંતુ નિયમને લઈને આ શક્ય થયું ના હતું. જયારે કંપની બંધ થઇ ત્યારે આ કંપનીના બીએસએનએલથી પણ વધુ ગ્રાહકો હતો.

ટ્રાયના જણાવ્યા અનુસાર, હાલમાં 7 કરોડ એરસેલના ગ્રાહકો છે. ટ્રાયના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરી-2018થી ઓગસ્ટ 2019 સુધીમાં 1.9 કરોડ લોકોએ નંબર પોર્ટ કરાવ્યા હતા.

Image Source

નંબર પોર્ટ કરાવવા માટે મેન્યુઅલી નેટવર્ક સિલેક્ટ કટી ત્યારબાદ મેસેજમાં જઈને પોર્ટ ટાઈપ કરો. ત્યારબાદ એરસેલના મોબાઈલ નંબર ટાઈપ કરીને 1900 પર મોકલો. થોડી જ મિનિટોમાં તમારા નંબર પર યુનિક પોર્ટિન્ગ કોડ આવી જશે.તમે જે સર્વિસ પ્રોવાઈડરની સર્વિસ લેવા માંગતા હોય તે સ્ટોર પર જઈને યુપીસી કોડની મદદ લઈને બીજા નંબર પર પોર્ટ થઇ જશો. આ સંપૂર્ણ પ્રક્રિયાને 1 અઠવાડિયા જેટલો સમય લાગે છે.

Image Source

જણાવી દઈએ કે, એરસેલ અને ડીશનેટ વાયરલેસના ગ્રાહકો, આંધ્રપ્રદેશ, અસમ, કર્ણાટક, બિહાર, જમ્મુ-કાશ્મીર, મુંબઈ, કેરળ,ઉત્તરભારત, પંજાબ, ઓડિસા,રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં મૌજુદ છે. આ સર્કલના ગ્રાહકો 31 ઓક્ટોબર સુધી પોર્ટ નથી કરાવતા તે લોકોના નંબર બંધ થઇ જશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.