આજકાલ માર્કેટમાં ઘણા પ્રકારના તેલ મળતાં હોય છે. એમાંના અમુક ભેળસેળયુક્ત તેલનું સેવન તમારી શારીરિક સ્વસ્થતા માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે. સવાલ થાય કે, સૌથી સારું તેલ ક્યું? જવાબ છે : મગફળીનું તેલ! સૌથી વધારે ઉપયોગમાં લેવાતું અને ભોજનમાં વિશિષ્ટ સ્વાદ આપતું તેલ પણ મગફળીનું તેલ જ છે.

આપણે મોટેભાગે મગફળીનાં તેલનો ડબ્બો જ દુકાનેથી લેતા હોઈએ છીએ. પણ જેનાં ખેતરમાં મગફળીનો પાક હોય એ ખેડૂતો મગફળીને ઘાણી(મીલ)માં પીસાવીને જ તેલ કઢાવી લેતા હોય છે. કોઈ પણ પ્રકારની ભેળસેળવિહીન આ તેલ ખાવા માટે પણ બેસ્ટ હોય છે. આ પ્રકારે સીધું મીલમાંથી પીસાઈને બનાવવામાં આવતાં તેલને ‘ઘાણીનું તેલ’ કહેવાય છે.
તમે જાણો છો, કે શરીરની અનેક પ્રકારથી મદદ કરવામાં મગફળીનાં તેલનો અનેક ગણો ફાળો રહેલો છે? કઈ રીતે અને કેવો-કેવો એ જાણવું હોય તો નીચે આપેલું જ છે. વાંચી લો :
મગફળીના તેલના અદ્ભુત ફાયદાઓ —
(1) બીજાં તેલની જેમ મગફળીનું તેલ ચરબીના મુખ્ય ઘટક એવા ફેટી એસિડની વધારે માત્રા નથી ધરાવતું. ફેટી એસિડની સંતુલિત માત્રા હોવાને લીધે આ તેલ ખાવાથી શરીરનું વજન વધતું નથી, જેથી મોટાપાની ચિંતા કરવાની થતી નથી.
(2) પૂરતા પ્રમાણમાં એમયુએફએ ધરાવતું માંડવીનું તેલ શરીરની રક્તવાહિનીઓમાં કોલેસ્ટેરોલનો જમાવડો થવા નથી દેતું. પરિણામ સ્વરૂપ, લોહીનો પ્રવાહ સરળતાથી વહે છે અને હ્રદયરોગનું જોખમ રહેતું નથી.

(3) સ્ટેરિક એસિડ, લિનોબનાનેલિક એસિડ, પાલ્મિલીક એસિડ અને ઓલિક એસિડની માત્રા ધરાવતું મગફળીનું તેલ શરીરની પાચનક્રિયાને કાર્યક્ષમ બનાવે છે. વળી, કહેવામાં આવે છે કે અમુક અંશે આ તેલ કેન્સરને પણ રોકી શકે છે!
(4) મુગફળીનું તેલ ખાવાથી શરીરમાં ઇન્સ્યુલિનની માત્રા યોગ્ય પ્રમાણમાપે જળવાઈ રહે છે. આનો સીધો મતલબ એ થયો કે, લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જરૂર કરતા વધતું નથી. માટે ડાયાબિટીઝના દર્દીઓ માટે ઘાણીનું તેલ લાભદાયી છે.
(5) બે મોઢાળા વાળની સમસ્યાને દૂર કરવી હોય તો પણ મગફળીનું તેલ કારક બને એવું છે. વાળો માટેના પ્રોટીનની વ્યવસ્થા આ તેલનાં સેવનની સાથે જ આવી જાય છે. માથામાં ખોડો થયો હોય એ વખતે મગફળીનું તેલ બે-ત્રણ કલાક પૂરતું માથામાં લગાવવાથી પ્રાકૃતિક ફાયદો થાય છે.

(6) સાંધાનો દુખાવો સતત રહેતો હોય તો કોઈક દિવસ મગફળીનાં તેલની માલિશ કરીને અખતરો કરી જોજો. સાથે બની શકે તો તેમાં લસણ ઉકાળીને કે મેથીનાં દાણાં પણ નાખી જોજો. સાંધાના દુખાવામાં આનાથી મોટી રાહત મળે છે.
(7) મગફળીનું તેલ વિટામીન-Eની ભરપૂર માત્રા ધરાવતું હોવાને કારણે ચામડી માટે પણ હિતકારી છે. કરકરી થઈ રહેલી ચામડી પર થોડી માત્રામાં મગફળીનું તેલ લગાવવાથી ચામડી ચમકદાર અને મુલાયમ બને છે. ત્વચા પર ફૂટી નીકળેલાં દાણાં પર મગફળીનું તેલ લીંબુના રસ સાથે મિશ્રિત કરીને ભૂંસવાથી ફાયદો થાય છે.
આ ફાયદાઓ જાણ્યા બાદ તમે પણ નજીકના ખેતરેથી મગફળી લઈ, એને મીલમાં પીસાવીને ‘ઘાણીનું તેલ’ વાપરતા થઈ જશો. ગામડામાં તો આજે પણ સાંજને ટાણે ખીચડીમાં ઘાણીનું તેલ નાખીને હળવો નાસ્તો લેવાનો રિવાજ છે!
Author: કૌશલ બારડ – GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.