મનોરંજન

રિયા ચક્રવર્તી જ નહિ, આ 7 જાણીતી અભિનેત્રીઓ પણ ખાઈ ચુકી છે જેલની હવા

રિયા ચક્રવર્તી જ નહિ, આ 7 સંસ્કારી અભિનેત્રીઓ પણ ખાઈ ચુકી છે જેલની હવા

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ તેની પ્રેમિકા રિયા ચક્રવર્તી હાલ જેલના સળિયા પાછળ છે. પરંતુ રિયા જ નહિ બીજી પણ એવી ખ્યાતનામ અભિનેત્રીઓ છે જેમને પણ જેલની હવા ખાધી છે. ચાલો જોઈએ એ કોણ કોણ છે.

Image Source

1. મોનીકા બેદી:
અભિનેત્રી મોનીકા બેદી આ લિસ્ટમાં સૌથી ઉપર છે. મોનિકાના સંબંધો ગેંગસ્ટર અબુ સલેમ સાથે હતા. મોનીકા અને અબુ સલેમને 2002માં પોર્ટુગલથી ધરપકડ કરવામાં આવ્યા હતા અને બાદમાં ભારતમાં લાવવામાં આવ્યા હતા. મોનિકાને નકલી દસ્તાવેજો માટે અપરાધી ગણાવવામાં આવી હતી અને તેને 4 વર્ષની સજા પણ થઇ હતી.

Image Source

2. સોનાલી બેન્દ્રે:
સોનાલી બેન્દ્રેને પણ આપત્તીજનક તસવીરોના આરોપમાં 1998માં જેલમાં જવું પડ્યું હતું. એક મેગેઝીનના કવર પેજ માટે સોનાલીએ ફોટો શૂટ કરાવ્યું હતું. અને એ તસ્વીરમાં સોનાલીએ પીળા રંગનો નાનો કુર્તો પહેર્યો હતો. જેના ઉપર ૐ અને ૐ નમઃ શિવાય લખ્યું હતું. સોનાલી ઉપર ધાર્મિક ભાવનાઓ આહત કરવાનો આરોપ લાગ્યો હતો.

Image Source

3. પાયલ રોહતગી:
પાયલ રોહતગી હંમેશા પોતાની નિષ્પક્ષ રાય સોશિયલ મીડિયા ઉપર રાખે છે. પરંતુ તેની આ દુર્ગમતા જ તેની દુશ્મન બની ગઈ. નહેરુ-ગાંધી પરિવાર વિરુદ્ધ અપમાનજનક શબ્દ અને અભદ્ર ટિપ્પણી માટે તેની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ થોડા સમય પછી તે જામીન ઉપર બહાર આવી ગઈ.

Image Source

4. મમતા કુલકર્ણી:
બોલીવુડની નામચીન અભિનેત્રી મમતા કુલકર્ણીને અમદાવાદના વિકી ગોસ્વામી સાથે પ્રેમ થઇ ગયો હતો. વિકી ડ્રગ્સ તસ્કરીનું કામ કરતો હતો જેમાં મમતાનું પણ નામ જોડાયું હતું. વિકી 1997થી જ દુબઈમાં ઉમર કેદ ભોગવી રહ્યો હતો. પરંતુ જેલમાં જ મમતા સાથે લગ્ન કરી ઇસ્લામ ધર્મ અપનાવતા તેને સજામાંથી માફી મળી હતી. ત્યારબાદ 2016માં મમતા અને વીકીનું ડ્રગ્સ તસ્કરીમાં નામ આવ્યા હતું. પોલીસે બંનેએ ભગાડો જાહેર કરી કેન્યાથી ધરપકડ કરી હતી. ત્યારબાદ મમતા સાધ્વી બની ગયી હોવાનું પણ સામે આવ્યું હતું.

Image Source

5. શ્વેતા બાસુ પ્રસાદ:
શ્વેતા ત્યારે પહેલીવાર લાઇમ લાઇટમાં જોવા મળી જયારે તેને બાળકલાકાર તરીકે મકડી ફિલ્મમાં કામ કર્યું હતું. આ કામ માટે તેને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો. ત્યારબાદ તે ગુમનામ થઇ ગઈ પરંતુ વર્ષ 2014માં ખોટા કારણોના લીધી તે ખબરોમાં આવી. એવું જાણવા મળ્યું કે કામ ના મળવાના કારણે તે વેશ્યાવૃત્તિમાં સંડોવાઈ ગઈ હતી. તે એક x રેકટમાં પકડાઈ હતી અને પછી તેને સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવી અને હવે તે સામાન્ય જીવન વિતાવી રહી છે.

Image Source

6. પ્રેરણા અરોરા:
પ્રેરણા અરોરા એક પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યુસર છે. “ટોયલેટ એક પ્રેમ કથા” અને “રુસ્તમ” જેવી ફિલ્મોને તેને પ્રોડ્યુસ કરી છે. પરંતુ કરોડો રૂપિયાના છેતરપિંડીના આરોપમાં તે આઠ મહિના સુધી જેલની હવા ખાઈ ચુકી છે.

Image Source

7.અલ્કા કૌશલ:
તેવી અભિનેત્રી અલ્કા કૌશલ જેને સલમાન ખાન સાથે બજરંગી ભાઈજાન ફિલ્મમાં કરીનાની માતાનો અભિનય કર્યો હતો તે 50 લાખના ચેક બાઉન્સ મામલામાં જેલની હવા ખાઈ ચુકી છે.  અલ્કા અને તેની માને બે વર્ષની સજા સંભાળવવામાં આવી હતી.