મનોરંજન

આ 7 અભિનેત્રીઓ અભિનયમાં જ નહિ પણ બિઝનેસમાં પણ કમાઈ રહી છે નામ અને શૌહરત

બોલીવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ રહી છે જેઓ એક સમયે હિટ ફિલ્મો આપીને બોલીવુડથી ગાયબ જ થઇ ગઈ તો અમુક એવી પણ છે કે જેઓ લગ્ન પછી પોતાના વિવાહિત જીવનમાં વ્યસ્ત થઇ ગઈ. આ સિવાય બોલીવુડમાં એવી દમદાર અભિનેત્રીઓ પણ છે જેમણે ફિલ્મો દ્વારા તો ખુબ નામના અને સફળતા મેળવી પણ બિઝનેસ દ્વારા પણ લાખો કરોડોની કમાણી કરી છે. આવો તો તમને જણાવી આવી અભિનેત્રીઓ વિશે.

1. પ્રીતિ ઝિન્ટા:

 

View this post on Instagram

 

Sunshine after the rain is pure happiness 🤩 #weekendvibes #sunshine #ting 📸 @ashguptaslife

A post shared by Preity G Zinta (@realpz) on

બોલીવુડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિંટા બોલીવુંડમાં નામના મેળવીને ક્રિકેટર તરફ વધી હતી. આઈપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબના નામથી પોતાની એક ટિમ છે. હવે તેણે દક્ષિણ આફ્રિકાની ગ્લોબલ ટી-20 લીગમાં સ્ટેલેનબોશ્ચ નામની ફ્રેંચાઇજી ખરીદી છે.

2. ટ્વીન્કલ ખન્ના:

બરસાત જેવી સુપરહિટ ફિલ્મ આપનારી ટ્વીન્કલ ખન્નાની ફિલ્મી કારકિર્દી ભલે શાનદાર રહી ન હોય પણ તે ઇન્ટિરીયર ડિઝાઇનમાં ખુબ સફળ છે. તેના પુસ્તક ‘મિસેસ ફનીબોન્સ’ અને ‘દ લેજેન્ડ ઑફ લક્ષ્મીપ્રસાદ’ ને પણ ખુબ પસંદ કરવામાં આવેલી હતી.

3. મલાઈકા અરોરા અને બિપાશા બાસુ:

મલાઈકા અરોરા અને બિપાશા બાસુએ ભલે એકસાથે એક પણ ફિલ્મ ન કરી હોય પણ બંન્ને ઋત્વિક રોશનની પૂર્વ પત્ની સુજૈન ખાન સાથે મળીને પોતાની લાઈફસ્ટાઇલ અને ફેશન બ્રાન્ડ ચલાવે છે. આ સિવાય મલાઈકા અરોરા એક ઓનલાઇન સ્ટાઇલ કન્સલ્ટન્ટ પણ ચલાવે છે, જયારે બિપાશા બાસુ ફિટ રહેવા માટે પોતાની ડીવીડી અને યુ-ટ્યુબ વિડીયો પણ લૉન્ચ કરી ચુકી છે.

4. સુષ્મિતા સેન:

 

View this post on Instagram

 

Confidence is sexy!!! 😉👊💋#switchiton #clickclick #gotcha 😄💃🏻 I love u you guys!!! Mmuuuaaah

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

ભારતમાં મિસ વર્લ્ડનો ખીતાબ જીતનારી અભિનેત્રી સુષ્મિતા સેન એક સફળ અભિનેત્રીની સાથે સાથે એક સફળ બિઝનેસ વુમેન પણ છે. સુષ્મિતા સેનનું મુંબઈમાં પોતાનું એક રેસ્ટોરેન્ટ છે જેમાં દરેક પ્રકારની બંગાળી વાનગીઓ  મળે છે. આ રેસ્ટોરેન્ટ મુંબઈમાં બંગાળી વાનગી માટે ખુબ જ પ્રખ્યાત છે.

5. જુહી ચાવલા:

 

View this post on Instagram

 

We see what we see because we miss all the finer details! 🌟😇

A post shared by Juhi Chawla (@iamjuhichawla) on

જુહી ચાવલા પોતાના સમયની એક બેસ્ટ અભિનેત્રીઓમાની એક હતી. ફિલ્મોમાં અભિનય કર્યા પછી તેમણે આઈપીએલમાં પોતાની ટિમ ખરીદી. આઇપીએલ ટિમ કલકતા નાઈટ રાઈડર્સની કો-ઓનર છે.

6. શિલ્પા શેટ્ટી:

બોલીવુડની સુપરમૉમ શિલ્પા શેટ્ટી એક સફળ બિઝનેસ વુમેન પણ છે. શિલ્પા શેટ્ટીએ યોગા આધારિત પોતાની બુક્સ લૉન્ચ કરી હતી જે ખુબ સફળ રહી હતી. આ સિવાય તેની પોતાની હેલ્દી ફૂડ નામની યુટ્યુબ ચેનલ પણ છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ