ખબર

68 વર્ષની વૃદ્ધાને થયો 30 વર્ષના યુવક સાથે પ્રેમ, લગ્ન બાદ થયું એવું કે વૃદ્ધાને પોતાની જ ભૂલ પર થયો પછતાવો

30 વર્ષ નાના મર્દ જોડે પરણી, થોડાક દિવસ પછી ખુલ્યો મોટું રહસ્ય…ઘટસ્ફોટ જાણીને ધ્રુજી જશો

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, એ ના નાત-જાત જુએ છે, ના પૈસાનો તફાવત કે ના અમીરી ગરીબી. બસ મનગમતું વ્યક્તિ મળે એટલે પ્રેમ થઇ જાય. પરંતુ આંધળા પ્રેમમાં બરબાદ થનારા ઘણા લોકોને આપણે જોઈએ છીએ. આવો જ એક કિસ્સો યુકેથી સામે આવ્યો છે જ્યાં એક 68 વર્ષની મહિલાને 30 વર્ષના યુવક સાથે પ્રેમ થઇ ગયો અને પછી જે થયું તે મહિલા માટે બહુ જ દુઃખદ હતું.

મોટાભાગે 60 પછીની ઉંમર પોતાના પૌત્રો સાથે જીવન વિતાવવાની હોય છે. ઘણા લોકો નિવૃત્તિમય જીવન પસાર કરે છે. યુકેમાં રહેતી 68 વર્ષની બેથ હેનિંગ પણ પોતાના જીવનના આ સમયમાં ખુબ જ એકલતા અનુભવી રહી હતી. બેથ હેનિંગે પોતાની એકલતા દૂર કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો અને ફેસબુક ઉપર સમય પસાર કરવા લાગી.

Image Source

આ દરમિયાન જ ફેસબુક ઉપર તેની મુલાકાત રોડની નામના એક યુવક સાથે થઇ. એ યુવક તે મહિલાની અડધી ઉંમર કરતા પણ નાનો એટલે કે 30 વર્ષનો જ હતો. બંને વચ્ચેની ઓળખાણ મિત્રતામાં બદલાઈ અને ધીમે ધીમે તે બંને મિત્રતાથી પણ આગળ નીકળી ગયા.

Image Source

આ દરમિયાન જ રોડની તે મહિલા પાસે ઘણીવાર પૈસા પણ માંગતો અને તે મહિલા તેને પૈસા આપતી પણ ખરી. મહિલાને લાગ્યું કે તે તેને પ્રેમ કરે છે માટે તેને તે યુવક સાથે લગ્ન કરવાનું પણ નક્કી કરી લીધું. મહિલા યુવક પાસે પહોંચી અને તેની સાથે લગ્ન પણ કરી લીધા.

Image Source

શરૂઆતમાં તો બધું જ સારું ચાલ્યું. પરંતુ ધીમે ધીમે રોડનીએ તે મહિલા પાસે પૈસા માંગવાના શરૂ કર્યા, અને તે માંગતો જ રહ્યો. થોડા થોડા કરીને યુવકે મહિલા પાસેથી 17 લાખ રૂપિયા પડાવી લીધા. અને જયારે મહિલા પાસે પૈસા ના રહ્યા ત્યારે તે યુવક મહિલા સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો અને તેને દૂર કરવા લાગ્યો.

Image Source

જ્યારે મહિલાને સમજાઈ ગયું કે આ પ્રેમ નહોતો પરંતુ માત્ર પૈસા માટે જ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે તે મહિલા પોતાના ઘરે આવી ગઈ. અને ત્યારબાદ તેને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી અને આવા લોકો વિરુદ્ધ ચેતવણી પણ આપતા પોતાનું દુઃખ પણ અભિવ્યક્ત કર્યું હતું.