ખબર

જીવનના છેલ્લા પડાવમાં એકલતા દૂર કરવા અંકલેશ્વરના વર અને મુંબઈનાં વધૂએ કર્યા ફરી લગ્ન

કોરોના કાળની વચ્ચે પણ લોકો લગ્ન કરી રહ્યા છે. હાલ તો કમુહુર્તા ચાલુ થઇ ગયા છે. આ પહેલા અમદાવાદમાં એક અનોખા લગ્ન થયા છે. આપણે સૌ જાણીએ છીએ કે, જીવનના છેલ્લા સમયમાં કોઈનો સહકાર જોઈએ છીએ. અમદાવાદમાં રવિવારના રોજ એક સિનિયર સીટીઝનના રી-મેરેજ કરાવવામાં આવ્યા હતા.

અંકલેશ્વરના 68 વર્ષીય હરીશભાઈ પટેલ અને મુંબઈનાં 65 વર્ષીય જ્યોત્સ્નાબેનએ રવિવારે લગ્ન કરી રહેવા માટે વડોદરાને પસંદ કર્યું છે. હરીશભાઈ પટેલ ટીમ્બરનો વ્યવસાય કરે છે તેની પત્નીનું 7 મહિલા પહેલા બીમારીના કારણે નિધન થયું હતું. તો જ્યોત્સ્નાબેનના 2 દીકરી અને 1 દીકરાના લગ્ન થઇ ચુક્યા છે. જ્યોત્સ્નાબેનના પતિનું પણ અવસાન થઇ ગયું હોય એકલતા અનુભવતા હતા. આ બાદ બંનેને લગ્ન કરવાનો વિચાર આવ્યો હતો.

Image source

મુંબઈમાં અનુબંધ ફાઉન્ડેશન વિધુર-છૂટાછેડાવાળા લોકો અને કુંવારા સિનિયર સિટીઝનના લગ્ન કરાવે છે. ત્યારે ગત મહિને જ્યોત્સ્નાબેન અને હરીશભાઈ વચ્ચે પણ સુરતમાં મિટિંગ થઇ હતી અને બંને લગ્ન કરવા માટેની સંમતિ આપી હતી.

બંનેએ 13 ડિસેમ્બરના રોજ સાદાઈથી લગ્ન કર્યા હતા. હરીશભાઈએ જ્યોત્સ્નાબેનના પસંદનો વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક ફ્લેટ પણ બુક કરાવ્યો છે. કોરોના કાળમાં આ સૌથી અનોખા લગ્ન કહી શકાય. હાલ તો હરીશભાઈ અને  જ્યોત્સ્નાબેન સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા ગયા છે.

નોંધનીય છે કે, અનુબંધ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં 165 સિનિયર સિટીઝનોના લગ્ન કરાવવામાં આવ્યા છે