ખબર

ગુજરાતમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા, આજે 675 ન્યુ કેસો નોંધાયા અને મૃત્યો અધધધ

સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવનાર કોવિડ 19 હવે ભારતમાં અગ્રેસિવ બન્યો છે. અત્યાર સુધીમાં કુલ 5,91,467 કેસો નોંધાઈ ચુક્યા છે જેમાંથી 2,21,641 કેસ એક્ટિવ છે અને 3,52,265 લોકો રિકવર થઇ ચુક્યા છે. કુલ ડેથ 17,495 થઇ છે. હવે ગુજરાતમાં વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ન્યુ 675 કેસ નોંધાયા છે. જ્યારે 21 લોકોનાં મૃત્યુ થયા છે અને 368 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યાં છે. આમ રાજ્યમાં કોરોનાનાં કેસોનો કુલ આંક 33318 પર પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1869 અને ડિસ્ચાર્જનો કુલ આંક 24038 પર પહોંચ્યો છે.

ન્યુ કેસોની વાત કરીએ તો અમદાવાદ ૨૦૮, સુરત ૧૮૦, વડોદરા ૫૦, નવસારી ૨૪, સુરત ૨૧, જામનગર ૧૫, ભરૂચ ૧૫, વલસાડ, ૧૫, બનાસકાંઠા ૧૨, સુરેન્દ્રનગર ૧૨, મહેસાણા ૧૦, રાજકોટ ૯, ખેડા ૯, ગાંધીનગર ૮, ગાંધીનગર ૮, આણંદ ૮, જુનાગઢ ૭, અમદાવાદ ૭, વડોદરા ૭, રાજકોટ ૬, પંચમહાલ ૫, સાબરકાંઠા ૫, મોરબી ૪, અરવલ્લી ૩, કચ્છ ૩, ભાવનગર ૩, અમરેલી ૩, ભાવનગર ૩, જામનગર ૩,મહીસાગર ૨, બોટાદ ૨, દાહોદ ૨,પાટણ ૨, છોટા ઉદેપુર ૨, નર્મદા ૧, ગીર-સોમનાથ ૧ કેસ નોંધાયા છે.અત્યારે ગુજરાતમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 7411છે. જેમાંથી 63 દર્દીઓ વેન્ટિલેટર પર તો 7348 દર્દીઓની હાલત સ્થિર છે.