65 વર્ષની ઉંમરમાં 33 વર્ષની યુવતીને આ અરબપતિ કરી રહ્યા છે ડેટ, પત્ની સાથે લઇ લેશે છૂટાછેડા, બનશે દુનિયાના સૌથી મોંઘા ડિવોર્સ ?

વધુ એક અરબપતિ લેવા જઈ રહ્યો છે છૂટાછેડા, 65 વર્ષની ઉંમરમાં આવી ગયું છે 33 વર્ષની યુવતી ઉપર દિલ, જાણો શું છે મામલો, કોણ છે આ મહિલા અને અરબપતિ..

આજના સમયમાં છૂટાછેડાનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે, થોડા સમય પહેલા જ દુનિયાના નામી ધનવાન વ્યક્તિ એવા બિલ ગેટ્સ પણ છૂટાછેડા લઇ ચુક્યા છે, ત્યારે હવે આ શ્રેણીમાં બીજા એક અરબપતિ ધનવાન પણ આગળ આવી રહ્યા છે અને તે પણ તેમની પત્નીને છૂટાછેડા આપવા માટે જઈ રહ્યા છે, તેની પાછળનું કારણ જાણીને પણ તમે હેરાન રહી જશો.

મીડિયા રિપોર્ટ અનુસાર આ અરબપતિનું નામ છે જોન પોલસન. જેમની ઉંમર 65 વર્ષની છે. અને હાલમાં તે એક 33 વર્ષની યુવતીને ડેટ કરી રહ્યા છે. તેમને હાલમાં જ પોતાની પત્નીને છૂટાછેડા આપવા માટે કોર્ટમાં અરજી પણ આપી છે. આ અરબપતિ જે છોકરીને ડેટ કરી રહ્યા છે તે એક ઈનફ્લુએન્સર છે. (તસવીરો/સોશિયલ મીડિયા)

જોન પોલસન જે ઇન્સ્ટાગ્રામ ઈનફ્લુએન્સરને ડેટ કરી રહ્યા છે તેનું નામ એલીના ડી અલમેડ઼ા છે. પોલસન અને એલીનાની મુલાકાતના પણ ઘણા બધા દિવસ થઇ ગયા છે. પોલ્સને સોમવારે તેની 50 વર્ષીય પત્ની જેની સાથે છૂટાછેડા માટેની અરજી કોર્ટમાં આપી. તે બંને છેલ્લા 21 વર્ષથી સાથે રહેતા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે પોલસનની કુલ સંપત્તિ 4.7 બિલિયન ડોલર એટલે કે 346 અરબ રૂપિયા છે. રિપોર્ટ અનુસાર પોલસનના છૂટાછેડા અત્યાર સુધીના સૌથી મોંઘા છૂટાછેડા બની શકે છે.  કારણ કે તેમને તેમની પત્ની જેનીને ભારે રકમ પણ આપવી પડી શકે છે.

પોલસનની નવી પાર્ટનર 33 વર્ષીય એલીના ન્યુ જર્સીના મોટકલેરમાં એક ડાયટ કંપની, ઇફેક્ટિવ લાઈફ સ્ટાઇલ ચલાવે છે. તે મોટાભાગે કંપનીના ઇન્સ્ટાગ્રામ ફીડ ઉપર વર્કઆઉટ ગિયરમાં પોઝ આપે છે અને પોષણ સંબધિત સલાહ આપતી પણ જોવા મળે છે. બંનેની મુલાકાત હાલમાં જ થઇ હતી. કેહવામાં આવી રહ્યું છે કે પોલસન એક ફ્લેટ લઈને એલીના સાથે છેલ્લા કેટલાક દિવસથી સાથે રહી રહ્યા છે.

Niraj Patel