દિલધડક સ્ટોરી નારી વિશે

આ વૃદ્ધા છેલ્લા 19 વર્ષથી જાહેર શૌચાલયમાં રહેવા છે મજબુર, કહાની જાણીને આંખમાં આંસુ આવી જશે

આજકાલ સોશિયલ મીડિયામાં એક 65 વર્ષની મહિલાની તસ્વીર વાયરલ થઇ છે. આ મહિલાની તસ્વીર જોઈને કોઈ પણ માણસ દુઃખી થઇ જાય છે. આ મહિલા તમિલનાડુની રહેવાસી છે.

તમિલનાડુના મદુરાઈમાં એક 65 વર્ષના વૃદ્ધા કરુપ્પી છેલ્લા 19 વર્ષની સાર્વજનિક શૌચાલયમાં રહીને તેનું જીવન ગુજારી રહી છે. કરુપ્પીની આ તસ્વીર એએનઆઈ તરફથી આ તસ્વીર શેર કરવામાં આવી રહી છે.

Image Source

આ મહિલાએએએનઆઈ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા 19 વર્ષથી સાર્વજનિક શૌચાલયમાં રહેવા માટે મજબુર છે. તેને ઘણીવાર વૃદ્ધ નાગરિક પેંશન માટે અરજી કરી છે પરંતુ હજુ સુધી તેને મળ્યું નથી. તેને વધુમાં જણાવ્યું હતું કે, કલેકટર કચેરીના ઘણા અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ના હતું।વૃદ્ધ મહિલાએ પણ કહ્યું હતું કે, તેની પાસે આ સિવાય બીજો કોઈ ઉપાય નથી.

તે કારણે તેન સાર્વજનિક શૌચાલય રહેવા માટે મજબુર છે. મહિલાએ એ પણ જણાવ્યું હતું કે, મારી પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી. જેના કારણે હું શૌચાલયમાં કામ કરવા મજબુર છું. હું દિવસના 70થી 80 રૂપિયા કમાઈ લઉ છું. મારે એક દીકરી છે. પરંતુ તે મને ક્યારે પણ મળવા નથી આવતી.

Image Source

હાલ તો શૌચાલયની સાફ-સફાઈ એક મહિલા કરી છે. આમાંથી જે પણ પૈસા મળે તેમાંથી તે તેનું ગુજરાન ચલાવે છે. એટલું જ નહીં એક સામાન્ય માણસ જે રીતે જિંદગી જીવવા ઈચ્છતો હોય તે પણ આ મહિલાના નસીબમાં નથી.

Image Source

આ મહિલાની શૌચાલયની તસ્વીર જોઈને સોશિયલ મીડિયામાં યુઝર્સે તેની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એટલે જ નહીં લોકો કેન્દ્ર અને રાજ્યસરકારને અપીલ કરી છે.તો ક્યાંક ને કયાંક સરકારને જવાબદાર પણ ઠેરવી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.