6 દીકરીઓના બાપ બન્યો દુલ્હો…65 વર્ષના વૃદ્ધે કર્યા 24 વર્ષિય યુવતિ સાથે લગ્ન, જુઓ તસવીરો
તમે એક ગીત સાંભળ્યુ હશે કે, ના ઉમ્ર કી સીમા હોય ન જન્મ કા હો બંધન…આ ગીતને એક વ્યક્તિએ સાકાર કર્યુ છે. 6 દીકરીઓના બાપ એવા 65 વર્ષિય વૃદ્ધે 24 વર્ષની યુવતિ સાથે લગ્ન કરી લીધા. ઉત્તર પ્રદેશના બારાબંકીમાંથી લગ્નનો આવો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 6 દીકરીઓના પિતાએ 24 વર્ષની યુવતી સાથે લગ્ન કર્યા હતા. આટલું જ નહીં, વૃદ્ધાએ તેના લગ્નમાં જોરદાર ડાન્સ પણ કર્યો હતો.
આ મામલો જૈજાન હુસૈનપુર ગામનો છે. જ્યાં 6 દીકરીઓના પિતા અને પૌત્ર તેમજ જમાઇની સામે 65 વર્ષના વ્યક્તિએ પોતાની ઉંમર કરતાં 41 વર્ષ નાની છોકરી સાથે ધામધૂમથી લગ્ન કર્યા. જાનમાં વૃદ્ધ નકછેદ યાદવે જોરદાર ડાન્સ પણ કર્યો હતો. રવિવારે થયેલા આ લગ્ન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે. કન્યા નંદનીની ઉંમર નકછેદની પુત્રી જેટલી છે. તેણે રૂદૌલી વિસ્તારના કામાખ્યા દેવી મંદિરમાં હિંદુ રીતિ-રિવાજ સાથે બીજા લગ્ન કર્યા હતા.
નકછેદની પહેલી પત્નીના અવસાન બાદ તે એકલા પડી ગયા હતા. જેના કારણે તેણે પરિવારની સહમતિથી બીજી વખત લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. નકછેદ તેની બીજી પત્ની નંદની સાથે લગ્ન કરીને ખૂબ જ ખુશ છે. તેના તમામ બાળકો પરિણીત છે. આ લગ્ન સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની રહ્યા છે.