નાના બાળકો રમત રમતમાં કોઈ વસ્તુ મોઢામાં કે નાકમાં ફસાવી લેતા હોય છે, કયારેક આવી વસ્તુઓ બાળકો માટે જીવલેણ પણ સાબિત થાય છે. ત્યારે આવો જ એક કિસ્સો હાલ લખનઉમાંથી સામે આવ્યો છે. જ્યાં એક દોઢ વર્ષનું બાળક રમત રમતમાં જ 65 ચુંબકની ગોળીઓને એક એક કરીને ગળી ગયું હતું. ડોક્ટર્સ દ્વારા 5 કલાકના સફળ ઓપરેશન બાદ બધી જ ગોળીઓને બહાર કાઢવામાં આવી અને બાળકનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. હવે બાળક સંપૂર્ણ રીતે ઠીક થઇ ચૂક્યું છે.

બાળકને સતત ડીહાઇડ્રેશન અને ઉલ્ટીની ફરિયાદ રહેતી હતી. ડોક્ટરોએ તરત જ એક્સરે કરાવ્યો. ડોક્ટરોને પેટની અંદર માળા જેવું કંઈક દેખાયું. બાળકના પરિવારજનોએ આવી કોઈ માળા ઘરમાં હોવાથી પણ ઇન્કાર કર્યો. બાળકની સારવાર માટે પરિવારજનોએ ઓપરેશન કરવાની વાત જણાવી. ડોકટરો માટે પણ આ ઓપરેશન ખુબ જ મુશ્કેલ હતું. જયારે બાળકના પેટની અંદર ઉપકરણ નાખવામાં આવ્યા તો તે ચોંટી જવા લાગ્યા, ત્યારબાદ તે માળા ચુંબકની હોવાની જાણકારી મળી.
ત્યારબાદ લોખંડના ઉપકરણોથી ચુંબકની શોધ કરવામાં આવી. ચુંબકની આ ગોળીઓ આંતરડામાં એકબીજા સાથે ચોંટી ગઈ હતી. ઓપરેશન કરનાર ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 65 ગોળીઓને એક એક કરીને બહાર કાઢવામાં આવી. ગોળીઓએ આપસમાં ચોંટી અને માળાનું રૂપ ધારણ કરી લીધું હતું. ડોકટરે 5 કલાકના ઓપરેશન બાદ બાળકના પેટમાંથી બધી જ ઓલીઓ બહાર કાઢી લીધી.