ખબર

બ્રેકીંગ ન્યુઝ: ફરી 600થી વધુ કેસો નોંધાયા ગુજરાતમાં, મૃત્યુ આંક તો બાપ રે બાપ- જાણો વિગત

જ્યારથી અનલોક થયું છે ત્યારથી રોજ 500 થી 600 આસપાસ પોઝિટિવ દર્દી નોંધાયા. ભારતમાં હાલ કુલ કેસનો સંખ્યા 5,44,615 છે. એક્ટિવ કેસોની સંખ્યા 2,08,742 છે. રિકવર દર્દીની સંખ્યા 3,19,393 છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 624 ન્યુ કેસ નોંધાયા છે અને 19 દર્દીના મૃત્યુ થયા છે. તો 391 દર્દી ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ટોટલ 31297 કેસ નોંધાયા છે અને કુલ મૃત્યુઆંક 1809 થયો છે. જ્યારે 22808 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

આજે નવા નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદ ૧૯૮, સુરત ૧૭૪, વડોદરા ૪૪, વલસાડ ૩૬, અમદાવાદ ૧૩, પાટણ ૧૧, ગાંધીનગર ૧૦, કચ્છ ૧૦, સુરેન્દ્રનગર ૧૦, અમરેલી ૧૦, સુરત ૮, મહેસાણા ૮, ભરૂચ ૭, રાજકોટ ૬, ખેડા ૬, જુનાગઢ ૬, ભાવનગર ૫, જુનાગઢ ૪, રાજકોટ ૪, નવસારી ૪, મોરબી ૪, અરવલ્લી ૪, ભાવનગર ૩, સાબરકાંઠા ૩, આણંદ ૩, બોટાદ ૩, પંચમહાલ ૨, પોરબંદર ૨, જામનગર ૨, ગાંધીનગર ૧, ગીર-સોમનાથ ૧, નર્મદા ૧, તાપી ૧, અન્ય ૧૩ ન્યુ કેસ નોંધાયા હતા.ગુજરાતમાં હાલ સુધી 2 લાખ 38 હજાર 131 જેટલા કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો 2 લાખ 34 હજાર 597 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટીન છે.