ખબર

ગુજરાતમાં કોરોનાએ રાડ પડાવી દીધી, 24 કલાકમાં 620 ન્યુ કેસ અને મૃત્યુ તો ધડાધડ આટલી, જાણો

ભારતમાં કોવિડ ના કુલ કેસોની સંખ્યા 5,74,925 થઇ ગઈ છે જેમાં 2,18,368 કેસો એક્ટિવ છે અને 3,39,463 દર્દીઓ રિકવર થૈ ગયા છે. ગુજરાતમાં હવે રોજ કોવિડ 19 કેસની સંખ્યા સતત વધતી જ જઇ રહી છે. એવામાં આપણા રાજ્યની વાત કરીએ તો છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 620 કેસ નોંધાયા છે.

તો કુલ 20 લોકોના મૃત્યુ થયા. જેમાં અમદાવાદમાં 9, સુરતમાં 4, વડોદરામાં 2, ગાંધીનગરમાં 2 જ્યારે જૂનાગઢ, પાઠણ અને નવસારીમાં 1-1 દર્દીના મોત થયા છે. આજે નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 197 કેસ, સુરતમાં 199 કેસ નોંધાયા છે. તો વડોદરામાં 52 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 422 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. તો રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 3 લાખ 73 હજાર 663 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આજના ન્યુ કેસોની વાત કરીએ તો સુરત ૧૮૩, અમદાવાદ ૧૮૨, વડોદરા ૫૦, વલસાડ ૨૦, સુરત ૧૬, જામનગર ૧૫, અમદાવાદ ૧૫, આણંદ ૧૪, ગાંધીનગર ૧૩, પાટણ ૧૧, કચ્છ ૯, ભરૂચ ૮, મહેસાણા ૭, જુનાગઢ ૬, ખેડા ૬, રાજકોટ ભાવનગર ૫, અરવલ્લી ૫, પંચમહાલ ૫, સાબરકાંઠા ૪, બોટાદ ૪, સુરેન્દ્રનગર ૪, ગાંધીનગર ૩, ભાવનગર ૩, જામનગર ૩, ગીર-સોમનાથ ૩, પોરબંદર ૩, અમરેલી ૩, વડોદરા ૨, મહીસાગર ૨, નવસારી ૨, મોરબી ૨, જુનાગઢ ૨, દેવભૂમિ દ્વારકા ૧, બનાસકાંઠા ૧, રાજકોટ ૧, નર્મદા ૧ અન્ય રાજ્ય ૧ કેસ નોંધાયો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.