મુંબઈની હોટેલમાં 61 વર્ષનો ઘરડો વ્યક્તિ જુવાન પ્રેમિકાને હોટેલમાં મજા કરવા લઇ ગયો પછી થયું મૃત્યુ, ગજબનો કિસ્સો આવ્યો સામે

ઘણીવાર અજીબો ગરીબ ઘટના દેશભરમાંથી સામે આવતી રહે છે. ઘણા લોકોના રહસ્યમય મોતને પગલે પોલિસ પણ દોડતી થઇ જતી હોય છે. હાલમાં એક એવો મામલો સામે આવ્યો છે, જેમાં એક પુરુષનુ સંબંધ બાંધતા દરમિયાન મોત થઇ ગયુ હતુ. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાંથી આ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હોટલમાં સુખ માણતી વખતે 61 વર્ષનો વ્યક્તિ અચાનક બેભાન થઈ ગયો, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

પ્રતિકાત્મક તસવીર

61 વર્ષીય વ્યક્તિ 40 વર્ષની મહિલા પાર્ટનર સાથે સંબંધ બાંધવા દરમિયાન બેહોશ થઈ ગયો હતો, જે બાદ તેનું મોત થયું હતું. એક હોટલમાં 40 વર્ષની મહિલા સાથે 61 વર્ષિય વ્યક્તિએ ચેક ઇન કર્યું હતું. આ વ્યક્તિએ મહિલા વિશે દાવો કર્યો હતો કે તે તેની ગર્લફ્રેન્ડ છે. સંબંધ બાંધવા દરમિયાન વ્યક્તિ બેસુધ થઇ ગયો હતો. જે બાદ મહિલાએ હોટેલના રિસેપ્શનનો સંપર્ક કર્યો અને તેમને કહ્યું કે તે વ્યક્તિ રૂમમાં બેહોશ થઈ ગયો હતો અને ત્યાં કોઈ હલચલ જણાતી નથી. જે પછી તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો અને ત્યાં ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો.

હોટેલ સ્ટાફે આ ઘટના અંગે પોલીસને જાણ કરી.માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી.પુરુષના મૃત્યુ બાદ મહિલાને કુર્લા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી.પૂછપરછ દરમિયાન મહિલાએ પોલીસને જણાવ્યું કે તે વ્યક્તિ વર્લીનો રહેવાસી છે અને એક ખાનગી ફર્મમાં કામ કરે છે. મહિલાએ એવો પણ ખુલાસો કર્યો હતો કે તેણે સંબંધ બાંધતી વખતે દારૂ પીધુ હતુ. પુરુષના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પોલીસને શંકા છે કે તેને હાર્ટ એટેક આવ્યો હોઈ શકે છે.

પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. સાથે જ એ પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે સંબંધ બાંધતા પહેલા વ્યક્તિએ કોઈ પ્રકારની દવા લીધી હતી કે કેમ. મૃતક સવારે 10 વાગ્યા આસપાસ 40 વર્ષની મહિલા પાર્ટનર સાથે ઉપનગરીય કુર્લાની એક હોટલમાં પહોંચ્યો હતો. અહીં તેણે રૂમ બુક કરાવ્યો અને મહિલા સાથે રૂમમાં ગયો.

મહોટેલીયર્સે જણાવ્યું કે રૂમમાં ગયાના થોડા સમય બાદ મહિલા રિસેપ્શન પર આવી અને કહ્યું કે તેની સાથે રહેલો વ્યક્તિ બેહોશ થઈ ગયો છે. તે કંઈપણ જવાબ આપતો નથી. કુર્લા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે હોટલના સ્ટાફે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી જેઓ વૃદ્ધ વ્યક્તિને સાયનની સિવિલ બોડીની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

Shah Jina