અજબગજબ

60 વર્ષના વ્યક્તિએ 23 વર્ષ નાની યુવતી સાથે કર્યા લગ્ન, જોવા માટે લાગી લોકોની ભીડ

પતિએ પત્નીને દગો આપ્યો હોય અને બીજા લગ્ન કર્યા હોય કે પછી છૂટાછેડા આપીને બીજા લગ્ન કર્યા હોય એવી ખબરો તો આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ પણ શું તમે ક્યાંય સાંભળ્યું છે કે પતિ તેની પત્નીની સંમતિ સાથે બીજા લગ્ન કરી રહ્યો છે, અને એમ પણ ત્યારે કે જયારે તેનું અડધું જીવન પસાર થઇ ગયું હોય. પણ આવું થયું છે.

Image Source

ઝારખંડના રાજનગર જિલ્લાના પ્રખંડમાં, 60 વર્ષના વૃદ્ધને પુત્ર પ્રાપ્તિની એટલી ઈચ્છા વધુ ગઈ, કે તેને એવું પગલું ભર્યું, કે જેનાથી બધા જ આશ્ચર્યમાં મુકાઈ ગયા. પુત્રની પ્રાપ્તિની ઇચ્છા પૂરી કરવા માટે, 60 વર્ષની વયે આ વૃધ્ધે પોતાના કરતા 23 વર્ષ નાની સ્ત્રી સાથે લગ્ન કર્યા. તેમની હાલની પત્નીની સંમતિ સાથે સહેરો બાંધીને વરરાજા બનીને લાલમોહન મહતો આખા પરિવાર સાથે ભીમખંડ મંદિર પહોંચ્યો, જ્યાં તેણે 35 વર્ષીય મહિલા ચૈતિ મહતો સાથે સંપૂર્ણ રિવાજ સાથે લગ્ન કર્યા.

તેના સાત ફેરામાં, ગામલોકો અને આખા કુટુંબના સભ્યો સાક્ષી બન્યા. રાજનગરના ચાવરબંધના રહેવાસી લાલમોહન મહતોએ લગભગ 30 વર્ષ પહેલા સરલા મહતો સાથે લગ્ન કર્યા હતા. તેમને માત્ર બે પુત્રી છે. બે પુત્રીમાં મોટી દીકરીના લગ્ન પણ થઇ ચુક્યા છે. પુત્ર પ્રાપ્તિની ઇચ્છા અને પ્રથમ પત્ની સરલા મહતોની મરજીથી લાલમોહન મહતોએ રાજનગરના છોટાખીરીની 35 વર્ષીય ચૈતી મહતો સાથે લગ્ન કર્યા. લાલમોહનની પહેલી પત્નીના પરિવારજનો પણ આ લગ્નમાં હાજર રહ્યા હતા.

Image Source

આ અનોખા લગ્નના સાક્ષી બનવા માટે દૂર-દૂરથી લોકો ભીમખંડ પહોંચ્યા હતા. આ કારણે મંદિરમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કરશો વીતી જવા છતાં પુત્ર નહિ થવા પર વૃદ્ધ અને તેમની પત્નીએ સાથે મળીને નિર્ણય લીધો અને લાલમોહન મહતો બીજા લગ્ન માટે તૈયાર થયા. વૃદ્ધની બીજી પત્ની ચૈતિ મહતોએ પણ કહ્યું કે તે પોતાનું પારિવારિક જીવન ખુશીથી વિતાવવા માંગે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.