ગયા અઠવાડિયે એક મિત્રએ મને પૂછ્યું કે હવે તો તું સારું કમાઈ લે છે, સેવિંગ્સ પણ હવે તો થઇ જતી હશે ને! ત્યારે મનમાં આવ્યું કે આ વિશે તો વિચાર્યું જ નથી. સેવિંગ્સ તો થતી જ નહીં. ને પેલું લિસ્ટ કે જેમાં લખ્યું છે કે 30ના થાવ એ પહેલા પોતાનું ઘર તો લેવું જ છે. એ લિસ્ટ પણ હવે તો ભુલાઈ ગયું છે. એટલે આપણે થઇ ગયા દુઃખી કે આપણે કેટલી પણ મહેનત કરીશું પણ જો પોતાનું ઘર નહિ લઈએ તો કોઈ અર્થ જ નથી.
ત્યારે આજે વાત કરીએ એક એવી છોકરીની કે જેને 6 વર્ષની ઉંમરમાં જ 55 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું છે. જે ઉંમરમાં બાળકો રમતા હોય, મસ્તી કરતા હોય એ ઉંમરમાં આ 6 વર્ષની છોકરી અબજોપતિ બની ગઈ છે.

વાત એમ છે કે આ છોકરી દક્ષિણ કોરિયાની યુટ્યુબર છે અને એના યુટ્યુબ ચેનલ પર 30 મિલિયન એટલે કે 3 કરોડ કરતા પણ વધુ સબસ્ક્રાઈબર છે. આ છોકરીનું નામ બોરમ (Boram) છે અને તેની યુટ્યુબ પર બે ચેનલ છે, જ્યા તે રમકડાંનો રીવ્યુ કરે છે. બોરમ દક્ષિણ કોરિયાના સિયોલમાં રહે છે. અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રખ્યાત છે. લોકોએ બોરમની માસૂમિયત અને તેમની વાતો સારી લાગે છે. બોરમ રમકડાંનો રીવ્યુ કરે છે, જેથી તે બાળકોમાં ખૂબ જ પ્રખ્યાત છે.

દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલના ખૂબ જ પૉશ વિસ્તારમાં બોરમે પોતાનું પૈસાથી આ પાંચ માળનું ઘર ખરીદ્યુ છે. જેની કિંમત 55 કરોડ રૂપિયા છે. ખબરો અનુસાર, આ નવું ઘર 2780.32 સ્કેવર ફૂટનું છે. અને આ ઘર વર્ષ 1975માં બન્યું હતું.

એક અહેવાલ અનુસાર, બોરમની યુટ્યુબ ચેનલને તેનો પરિવાર જ ચલાવે છે. બોરમ રમકડાના રીવ્યુ કરે છે અને યુટ્યુબ પર ખૂબ જ પ્રખ્યાત હોવાના કારણે તે ખૂબ જ કમાણી કરે છે. બોરમ 2 યુટ્યૂબ ચેનલ પર જોવા મળે છે, જેના નામ Boram Tube ToysReview અને Boram Tube Vlog છે. કોરિયાના સૌથી વધુ નફો કમાનાર ચેનલોમાં આ બંને ચેનલોનો સમાવેશ થાય છે. યુટ્યુબના જાણકારોના જણાવ્યા અનુસાર, બોરમની બંને ચેનલો દર મહિને 3.1 મિલિયન ડોલર એટલે કે 21 કરોડ રૂપિયા કમાય છે.
બોરમના રોજિંદા જીવનના નાના-નાના વિડિયોઝ Boram Tube Vlog ચેનલમાં પોસ્ટ થાય છે. બોરમનો એક વિડીયો ટ્રેન્ડિંગમાં રહ્યો છે જેને 376 મિલિયન એટલે કે 37.6 કરોડ વ્યૂઝ મળ્યા છે. આ વીડિયોમાં બોરમ કિચનના પ્લાસ્ટિકના રમકડાંથી નૂડલ્સ બનાવી રહી છે, ત્યારે જ નૂડલ્સ અચાનક કેમેરા પર પડી જાય છે.
બોરમની ચેનલમાં નવા રમકડાની અનબોકસીંગ પણ દેખાડે છે. આ રમકડાંથી બોરમ રમે છે અને આ વિશે લોકોને જાણકારી પણ આપે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks