6.5 વર્ષની ઉંમરમાં મનન પટેલ નીકળી ગયો એકલો જ હવાઈ સફરે, જેને પણ વીડિયો જોયો દંગ રહી ગયા, જુઓ
આજે જમાનો ખુબ જ આગળ નીકળી ગયો છે, આજના બાળકો પણ ખુબ જ હોશિયાર બની ગયા છે, પરંતુ જો ફલાઇટમાં સફર કરવાની વાત આવે તો હજુ પણ ઘણા લોકોને ફલાઇટમાં બેસવામાં ડર લાગતો હોય છે, પરંતુ હાલમાં એક એવી ખબર સામે આવી છે જેને લોકોને પણ હેરાન કરી દીધા છે.
સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે 6.5 વર્ષનું બાળક એકલું ફલાઇટમાં સફર કરી રહ્યું છે. તે બેંગલુરુથી એકલું હૈદરાબાદ પહોંચ્યું હતું, જેનો વીડિયો નીલમ પટેલ નામની ઇન્સ્ટાગ્રામ યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને હજારો લોકોએ જોયો છે.
વીડિયોમાં જોવા મળી રહેલા બાળકનું નામ મનન પટેલ છે. ઇન્સ્ટગ્રામમાં પોસ્ટ કરવાની સાથે કેપશનમાં માહિતી પણ લખવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે “મનને બેંગ્લોરથી હૈદરાબાદ સુધી એકલા મુસાફરી કરી. કોઈ પણ વસ્તુ માટે પ્રથમ વખત ખૂબ જ ખાસ હોય છે અને મને મનન પર ખૂબ ગર્વ છે કે તેણે પોતાની જાતે આ અદ્ભુત યાત્રા કરી. માતા-પિતા તરીકે અમને ચિંતા, ગભરાટ અને ડરની લાગણીઓ હતી પરંતુ તે આત્મવિશ્વાસ અને ખુશી હતી જેણે અમને શક્તિ આપી.
આ ઉપરાંત નીલમ પટેલે ઈન્ડિગો એરલાઇન્સનો પણ આભાર માણ્યો છે. તેમને કેપશનમાં જ લખ્યું છે. “ઑફકોર્સ @indigo.6eનો આભાર, પ્રસ્થાનથી લઈને આગમન સુધીની તે એક સરળ પ્રક્રિયા હતી. ઇન્ડિગો સાથે મુસાફરી કરી રહેલા એક સગીર માટે માતાપિતા દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી. તમારે નાની મુસાફરી માટે ₹2200/- વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.”
View this post on Instagram
તે આગળ જણાવે છે કે, “બાળકને ડિપાર્ચર ગેટ પર લઈ જવામાં આવશે અને બોર્ડ પરની એરહોસ્ટેસને સોંપવામાં આવશે, ગંતવ્ય સ્થાને પહોંચ્યા પછી તેને સ્ટાફ મેમ્બર દ્વારા એસ્કોર્ટ કરવામાં આવ્યો હતો અને હૈદરાબાદ એરપોર્ટ પર મારા ભાઈને સોંપવામાં આવ્યો હતો. એકંદરે તે સરળ હતું મનન જ્યારે હૈદરાબાદ પહોંચ્યો ત્યારે આરામદાયક અને ખુશ હતો.”