ખબર

રૂમમાં આવી રહ્યો હતો બૂમો પાડવાનો અવાજ, મહિલાએ દરવાજો ખોલ્યો તો અંદરનું દ્રશ્ય જોઇ હોંશ ઉડી ગયા

ચેતી જજો હવસખોર લંપટ શિક્ષકથી…સ્કૂલના રૂમમાંથી આવી રહ્યો હતો બાળકીના રડવાનો અવાજ, માતાએ ધક્કો મારી દરવાજો ખોલ્યો તો ઉડી ગયા હોંશ

દેશભરમાંથી અવાર નવાર મહિલાઓ અને નાની બાળકીઓ સાથે દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા રહે છે. હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 6 વર્ષની બાળકી પર તેના જ શિક્ષકે બળાત્કાર ગુજાર્યો. રાજસ્થાનના કરૌલીમાંથી આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 6 વર્ષની સગીર બાળકી પર તેના શિક્ષકે બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી શિક્ષકની પોલીસે 36 કલાકની અંદર ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બાળકી ગામની જ એક શાળામાં અભ્યાસ કરતી હતી. 4 જાન્યુઆરી મંગળવારના રોજ સવારે 10 કલાકે તે અભ્યાસ અર્થે શાળાએ ગઇ હતી. સાંજે જ્યારે બાળકીની માતા તેને લેવા શાળાએ ગઈ ત્યારે તેણે જોયું કે એક રૂમમાંથી દીકરીના રડવાનો અવાજ આવી રહ્યો હતો અને રૂમ અંદરથી બંધ હતો.

પ્રતિકાત્મક તસવીર

ત્યારબાદ બાળકીની માતાએ રૂમનો દરવાજો ધક્કો મારીને ખુલ્લો કર્યો અને જોયું તો બાળકી આપત્તિજનક સ્થિતિમાં હતી અને શાળાના શિક્ષક ધનરાજ મીના ત્યાં હાજર હતા. આરોપીએ બાળકીની માતાને જોતાની સાથે જ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે પીડિત પરિવારે પોલીસને જાણ કરી હતી. મામલાની ગંભીરતાને જોતા પોલીસ અધિક્ષકે આરોપીને જલ્દીથી પકડવાની સૂચના આપી હતી.

સગીરાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે શિક્ષક ધનરાજ મીણાએ તેને ટ્યુશન ભણવાના બહાને સ્કૂલે બોલાવી હતી અને ટ્યુશનના બહાને ધનરાજે તેની સાથે ખોટું કર્યું હતું. પીડિત સગીરાએ તેની માતાને આખી વાત કહી. ત્યારબાદ પિતાએ આરોપી ધનરાજ મીણા વિરુદ્ધ ટોડાભીમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રતિકાત્મક તસવીર

ટોડાભીમ પોલીસ અધિકારીએ જણાવ્યું કે 376 IPC અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. માત્ર 36 કલાકમાં આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ શાળામાં આરોપી શિક્ષક સામે રોષનો માહોલ છે.