ખબર

હોસ્પિટલમાં દાખલ બીમાર માતા માટે 6 વર્ષની માસુમ દીકરી ભીખ માંગવા પર મજબુર, સ્ટોરી વાંચીને રડી પડશો

કર્ણાટકના કોપ્પલમાં એક એવી ઘટના સામે આવી છે જે આપણને અંદરથી ઝંઝોળીને મૂકી દેશે. વાત એમ છે કે કોપ્પલમાં હોસ્પિટલમાં દાખલ માતાની સારવાર માટે 6 વર્ષની માસુમ બાળકી ભીખ માંગતી જોવા મળી હતી. આ ઘટનાની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ વાયરલ વિડીયોમાં આ બાળકી પોતાની માતાને ખવડાવવા માટે હોસ્પિટલમાં લોકો પાસેથી ભીખ માંગતી જોવા મળે છે. આ તસવીરો અને વીડિયોએ લોકોને ઝંઝોળીને મૂકી દીધા છે.

Image Source

દરેક વ્યક્તિ આ બાળકીની હિમ્મતની પ્રશંસા કરી રહયા છે અને આ બાળકીની માતા જલ્દીથી સાજી થઇ જાય એવી પ્રાર્થના કરી રહયા છે. માહિતી અનુસાર, શરાબનું વધુ પડતું સેવન કરી લેવાથી આ બાળકીની માતા બીમાર પડી ગઈ અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવવી પડી. પરંતુ તેના પરિવારની ખરાબ આર્થિક પરિસ્થિતિને કારણે  કરાવવાના રૂપિયા નથી. એવામાં આ 6 વર્ષની છોકરીએ પોતાની માતાની જવાબદારી પોતાના માથા પર લીધી અને છોકરીએ ભીખ માંગવાની શરુ કરી.

આ છોકરી હોસ્પિટલમાં ફરીને લોકો પાસેથી ભીખ માંગી રહી હતી અને માતાનું પેટ ભરી રહી હતી. જેનો વિડીયો બનાવીને કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર નાખી દીધો. સોશિયલ મીડિયા પર આ વિડીયો નાખતાની સાથે જ ખૂબ જ વાયરલ થયો જેની નોંધ રાજ્ય મહિલા અને બાળ કલ્યાણ વિભાગે પણ લીધી. હવે રાજ્ય મહિલા અને બાળ કલ્યાણ વિભાગે આ મહિલાની સારવાર અને છોકરીના શિક્ષણની જવાબદારી ઉઠાવી છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો એવા પણ છે કે જેઓ બેકની વિગતો માંગી રહયા હતા જેથી પૈસા દ્વારા બાળકીની મદદ કરી શકાય.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks