ધાર્મિક-દુનિયા

ભોળાનાથ સમસ્યાઓને કરશે દૂર, સોમવારે આમાંથી કરી લો એક ઉપાય થઇ જશે મનોકામના પુરી

ભગવાન ભોળાનાથ જલ્દી પ્રસન્ન થનારા દેવતા માનવામાં આવે છે, તેની આરાધના પણ ખુબ સરળ માનવામાં આવે છે. મહાદેવને પ્રસન્ન કરવા માટે માત્ર એક લોટો પાણી જ પૂરતું માનવામાં આવે છે. જે ભક્ત સાચા મનથી શિવલિંગ પર જળ અર્પણ કરે છે તેની દરેક સમસ્યાઓ ભોળાનાથ દૂર કરે છે. શિવપુરાણમાં પણ એ વાતનો ઉલ્લેખ મળે છે કે શિવજીની પૂજાથી મનુષ્યની લાંબા સમયથી ચાલતી આવી રહેલી સમસ્યાઓ ક્ષણવારમા દૂર થઇ જાય છે. પણ સોમવારના દિવસે શિવજીની પૂજા કરવાવા આવે તો વધારે ફાયદો મળે છે.

Image Source

જો તમે વિધિ-વિધાનના અનુસાર પૂજા કરશો તો તમને ફળની પ્રાપ્તિ ચોક્કસ મળશે. આજે અમે તમને ધર્મશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના આધારે સોમવારે શિવજીની પૂજા કરવાના ઉપાયો વિશે જણાવીશું, જો તમે આ ઉપાયોમાંનો કોઈ એક ઉપાય સોમવારે કરશો તો ભોળાનાથની કૃપા તમારા પર બની રહેશે અને તમારી દરેક મનોકામના પણ પૂર્ણ થઇ જશે. શાસ્ત્રોના આધારે આ ઉપાયો કરવાથી શિવજીનો આશીર્વાદ તમારા પર બની રહેશે અને જીવનની દરેક સમસ્યાઓથી મુક્તિ મળશે.

Image Source

1. જો તમે શનિદોષથી મુક્તિ મેળવવા માંગો છો તો તેના માટે સોમવારના દિવસે તાંબાના લોટામાં પાણી સાથે કાળા તલ ભેળવીને શિવલિંગ પર અર્પણ કરો, જળ અર્પણ કરવાના સમયે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ પણ ચોક્કસ કરો. આ ઉપાય કરવાથી શનિદોષ સમાપ્ત થઇ જાય છે.

2. તમે સોમવારની સાંજે શિવ મંદિરમાં જઈને 11 દીવડાઓ ઘી થી પ્રગટાવો. તેનાથી હંમેશા શિવજીની કૃપા તમારા પર બની રહેશે.

Image Source

3. જો તમે તમારા આવકમાં વધારો કરવા માંગો છો તો તેના માટે ઘરમાં શિવલિંગની સ્થાપના કરો અને તેની નિયમિત રૂપે પૂજા-અર્ચના કરો, તેનાથી આવકના અનેક રસ્તાઓ ખુલતા જણાશે.

Image Source

4. જો કોઈ વ્યક્તિને સંતાન સંબંધી કોઈ પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થઇ રહી છે તો એવામાં શિવલિંગ પર શુદ્ધ ઘી અને પાણી અર્પણ કરો, તેનાથી સાંતાનને લગતી સમસ્યાઓ દૂર થઇ જશે.

5. જો કોઈ વ્યક્તિને લગ્નમાં કોઈપણ પ્રકારની અડચળ આવી રહી હોય તો એવામાં સોમવારના દિવસે શિવલિંગ પર કેસર ભેળવેલું દૂધ અર્પણ કરો અને ભોળનાથની સાથે પાર્વતીજીની પણ પૂજા કરો.

Image Source

6. શિવ ભગવાનની કૃપા મેળવવા માટે સોમવારે 21 બીલીપત્ર પર ચંદનથી ઓમ નમઃ શિવાય લખીને શિવલિંગ પર અર્પણ કરો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.