કેનેડામાં 4 બાળકો સહિત 6 લોકોને સાથે રહી રહેલા વિદ્યાર્થીએ ઉતાર્યા મોતને ઘાટ..ચાકુ વડે કરી હત્યા

વૈભવી લાઈફ વાળા કેનેડામાં થઇ 6 – 6 હત્યા, 4 નોર્દોષ બાળકો પણ મૃત્યુ પામ્યા, જાણો સમગ્ર મામલો

કેનેડાની રાજધાની ઓટાવામાં બુધવારે મોડી રાત્રે માતા અને ચાર નાના બાળકો સહિત છ શ્રીલંકાના લોકોની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાની ખબર છે. આ ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે હત્યા બાદ દેશમાં હલચલ મચી ગઈ હતી કારણ કે કેનેડામાં આવી ઘટનાઓ સામાન્ય રીતે બનતી નથી. માર્યા ગયેલા લોકોમાં એક 35 વર્ષીય મહિલા, તેના 4 બાળકો અને અને પરિવારનો પરીચિત 40 વર્ષિય પુરુષ હતો.

Image Source

હુમલામાં બાળકોના પિતા ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ ઘટનાને ભયંકર ત્રાસદી ગણાવી. શ્રીલંકાના 19 વર્ષીય વિદ્યાર્થી ફેબ્રિયો ડી-જોયસાની ધરપકડ કરવામાં આવી છે અને તેની પર ફર્સ્ટ-ડિગ્રી હત્યાના છ ગુના અને હત્યાના પ્રયાસના એક ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મૃતકો શ્રીલંકાના નાગરિક હતા જેઓ તાજેતરમાં કેનેડા આવ્યા હતા. ડી-જોયસા પરિવારને જાણતો હતો અને તે તેમના ઘરમાં જ રહેતો હતો.

Image Source

ઓટાવાના પોલિસ પ્રમુખે એક સંવાદદાતા સંમેલનમાં કહ્યુ કે આ પૂરી રીતે નિર્દોષ લોકો પર કરવામાં આવેલ હિંસાનું એક સંવેદનહીન કૃત્ય છે. ઓટાવાના મેયરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યુ કે આ અમાા શહેરના ઇતિહાસમાં હિંસાની સૌથી ચોંકાવનારી ઘટનાઓમાંથી એક છે. બુધવારે પીડિત દક્ષિણ-પશ્ચિમ ઉપનગર બૈરહવેનમાં એક ઘરની અંદર મળ્યા હતા, રાત્રે 11 વાગ્યા આસપાસ ઇમરજન્સી કોલ બાદ પોલિસ ઘટનાસ્થળે પહોંચી.

Shah Jina