જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 6 સપ્ટેમ્બર : મહાદેવની કૃપાથી શ્રાવણ માસનો આ છેલ્લો સોમવાર 9 રાશિના જાતકો માટે રહેવાનો છે ખુબ જ ખાસ, જાણો તમારી રાશિ

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો નબળો રહેશે. આરોગ્યની કાળજી લેવી જરૂરી રહેશે. તમારી વર્તણૂકને નિયંત્રિત કરો અને ધાર્મિક કામ કરો. કોઈ પ્રકારનાં નાણાંનું રોકાણ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. શોર્ટકટમાં ન ફસાઇ જશો, નહીં તો તમને મુશ્કેલી પડી શકે છે. કામને લઈને ઉતાર-ચડાવ આવશે, વિવાહિત લોકોનું ગૃહસ્થ જીવન સુખી રહેશે અને જીવન સાથીની વાતો પર ધ્યાન આપશે. ગિફ્ટ આપીને લવ લાઈફ જીવતા લોકો માટે આજનો દિવસ સારો બનવાનો છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. જો તમે વેપાર કરતા હોય તો તેમાં સફળતા મળશે. નોકરી કરતા લોકોને વધુ મહેનત કરવાની જરૂર છે. પરણિત લોકોના દાંમ્પત્ય જીવનમાં પ્રેમ અને સ્નેહ રહેશે. પ્રેમી પંખીડાને આજના દિવસે સારા પરિણામ મળશે. કોઈ વાતને લઈને મનમાં દુવિધા થઇ શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે કાર્યકુશળતા અને બુદ્ધિથી કામમાં સારા પરિણામ મળશે. આવકમાં વધારો થશે. જેનાથી તમને ખુશી મળશે. લવલાઈફ માટે દિવસ થોડો કમજોર રહેશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે સારું પરિણામ મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહી ના કરો.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગદોડ ભર્યો રહેશે. પ્રેમીપંખીડા માટે આજના દિવસે ખુશી મળશે. પ્રિય વ્યક્તિ પાસેથી સારા સમાચાર મળશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ તણાવ પૂર્ણ રહેશે. કામને લઈને દિવસ સારો રહેશે. જેનાથી કામમાં સારા પરિણામ મળશે. પરિવારનો માહોલ નવી ખુશીઓ મળશે. નવી નોકરીઓ માટે સારો મોકો મળી શકે છે.

5. સિંહ – મ, ટ (Leo): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. દાંમ્પત્ય જીવનમાં તણાવ આવશે. જીવનસાથી કોઈ વાતને લઈને નારાજ થઇ શકે છે. લવ લાઈફ જીવતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે હસી ખુશીથી દિવસ વીતશે. આજના દિવસે માતા તરફથી તમને પ્રેમ મળશે. પરિવાર સાથે સુખ શાંતિથી સમય પસાર થશે. કામને લઈને સારા પરિણામ મળશે. કામમાં મન લાગશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકોનો આજનો દિવસ ભાગદોડ ભર્યો રહેશે. આજના દિવસે માનસિક તણાવ વધશે. કામમાં વિલંબ થવા છે સફળતા મળશે. જેથી તમને ક્યારેક ખુશી ક્યારેક ગમ થશે. પરિવારના નાના વ્યક્તિ સાથેના સંબંધ મજબૂત થશે. પ્રિય વ્યક્તિ સાથે સમય વિતાવવા મળશે. આજના દિવસે કોઈ જુના મિત્ર સાથે વાતચીત થઇ શકે છે જેયાથી જૂની યાદ તાજી કરશે. કામને લઈને દિવસ સામાન્ય રહેશે. લવ લાઈફમાં અણબનાવ દૂર થશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે દિવસ સારો રહેશે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે આવકમાં વધારો થશે જેનાથી ખુશી મળશે. પરિવાર સાથે સમય વિતાવીને સારું મહેસુસ થશે. આજના દિવસે પરણિત લોકોને તણાવમાંથી મુક્તિ મળશે જેનાથી તમને ખુશી મળશે. કામમાં સફળતા મળશે. સંતાન સુખ મળશે. આવકમાં વધારો થશે. શિક્ષણ મામલે સારું પરિણામ મળશે. લવ લાઈફ માટે દિવસ અનુકૂળ રહેશે. આજના દિવસે પ્રિય વ્યક્તિ સાથે તમે તમારું ભવિષ્ય દેખાશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. તમારા વિવાહિત જીવનમાં ખુશીઓ રહેશે અને તમારા જીવનસાથી અને તમારી વચ્ચે પ્રેમ અને આકર્ષણ વધશે. નવી સંપત્તિ ખરીદવા માટે તમે કોઈ સોદો કરી શકો છો. વિરોધીઓ ઉપર તમે ભારે થશો. પ્રેમ જીવન જીવતા લોકોને સફળતા મળશે. કામને લઈને તમારે સખત મહેનત કરશો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી રહેશે. ધંધો કરતા લોકો હવેથી લાભ મેળવવાના સંકેતો બતાવે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. તમારું સ્વાસ્થ્ય નબળું રહેશે. તમને શરદી થઈ શકે છે, તેથી તમારી સંભાળ રાખો કારણ કે તે તમારા કામમાં પણ વિલંબ કરશે અને માનસિક તણાવમાં વધારો કરશે. તમારા વિરોધીઓનો વિજય થશે. માનસિક શાંતિનો અભાવ રહેશે, પરંતુ તમારી આવક સારી રહેશે, તેથી તમને થોડી રાહતનો અનુભવ થશે. વિવાહિત જીવન માટે દિવસ સામાન્ય રહેશે. પ્રેમ જીવન જીવતા લોકોને દિલની વાત કહેવાનો મોકો મળશે.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. તમારા પ્રયત્નો રંગ લાવશે અને તમને આજે તમારી મહેનતનું ફળ મળશે. તમારી આવક વધશે અને સાથે કામ કરનારા લોકો તરફથી તમને સારો સહયોગ મળશે, તેથી તેની સાથે કામ કરવામાં આનંદ થશે અને કામની દ્રષ્ટિએ તમને જબરદસ્ત પરિણામો મળશે. તમને પરિવારના વડીલોનો પ્રેમ મળશે. જીવનને પ્રેમ કરનારાઓ માટે સમય સારો રહેશે અને તમારી પ્રેમિકા તમને ખુશ રાખશે. વિવાહિત લોકોના ગૃહસ્થ જીવનમાં ખુશહાલીનો ક્ષણો રહેશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકોનો આજનો દિવસ ભાગદોડ ભરેલો રહેશે.આજે તમે બિનજરૂરી કાર્યોમાં વ્યસ્ત રહેશો, જેથી દિવસ ક્યારે પૂરો થશે તે તમને ખબર નહીં પડે. પરંતુ તમે થોડો અસ્વસ્થ થશો અને માનસિક તણાવ વધશે. પરિવારના સભ્યો તરફથી તમને ખુશી મળશે અને પારિવારિક વાતાવરણ તમને સંતોષ આપશે. અમુક પ્રકારની સફર ટાળવાનો પ્રયત્ન કરો. પરિવારના નાના મિત્રોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને તમને કોઈ મિત્ર સાથે સમસ્યા થઈ શકે છે. વિવાહિત જીવન સામાન્ય રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે કોઈ ફાલતુ વાતને તમારા પર હાવી નહીં થવા દો તો તમારો દિવસ સારો રહેશે. ખર્ચમાં વધારો થશે.જેથી તમે ગભરાવ નહીં. આવક પણ સારી રહેશે. શરીરમાં કમજોરી રહેશે. પરિવારના મોટાનું સમ્માન કરો. કામને લઈને દિવસ ઉતાર-ચડાવ ભર્યો રહેશે. ટ્રાન્સફરના યોગ બની શકે છે. તેથી થોડું ધ્યાન આપો. લવ લાઈફ જીવતા લોકોને સારું પરિણામ મળશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે દિવસ સારો રહેશે. આજના દિવસે પરિવારને તમારા પ્રિય વ્યક્ત વિષે જણાવાનો મોકો મળશે.