ખબર

પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં ફરી નોંધાયો ઘટાડો, સપ્ટેમ્બરમાં બેવાર ઘટ્યા પેટ્રોલ-ડિઝલના ભાવ- જાણો

દેશમાં પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં છેલ્લા ઘણા સમયથી વધારો થઇ રહ્યો હતો અને છેલ્લે તેમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે તેલ કંપનીઓએ આજે એટલે કે 6 સપ્ટેમેબરના રોજ પેટ્રોલ અને ડિઝલના નવા રેટ જારી કરી દીધા છે. સરકારી તેલ કંપનીઓએ સપ્તાહના પહેલા દિવસે એટલે કે આજે સોમવારના રોજ પેટ્રોલ અને ડિઝલ બંને ઇંધણોની કિંમતમાં આજે કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. રવિવારના રોજ કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો અને 15 પૈસા જેવો ઘટાડો થયો હતો. ઇન્ડિયન ઓઇલ અનુસાર દિલ્લીમાં પેટ્રોલની કિંમત 101.19 રૂપિયા પ્રતિ લીટર છે અને ડિઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર છે.

જણાવી દઇએ કે, સપ્ટેમ્બર મહિનામાં બેવાર પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં ઘટાડો થયો છે. મહિનાની શરૂઆતમાં એટલે કે 1 સપ્ટેમ્બરના રોજ ભારતીય બજારમાં સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડિઝલ બંને ઇંધણોની કિંમતમાં 15 પૈસા જેવો ઘટાડો કર્યો હતો અને ત્યાં 3 દિવસ બાદ સતત કિંમતો સ્થિર રહ્યા બાદ 5 સપ્ટેમ્બરના રોજ 15 પૈસા પ્રતિ લીટર ઘટાડો નોંધાયો હતો. પેટ્રોલ  ડિઝલ હવે 30 પૈસા જેટલુ સસ્તુ થયુ છે.

દિલ્હી પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા

ચેન્નાઈ પેટ્રોલ 98.96 રૂપિયા અને ડીઝલ 93.26 રૂપિયા, કોલકાતા પેટ્રોલ 101.72 રૂપિયા અને ડીઝલ 91.71 રૂપિયા

બેંગલુરુ પેટ્રોલ 104.70 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા, ચંદીગઢ પેટ્રોલ 97.40 રૂપિયા અને ડીઝલ 88.35 રૂપિયા

નોઇડા પેટ્રોલ 98.52 રૂપિયા અને ડીઝલ 89.21 રૂપિયા. લખનઉ પેટ્રોલ 98.30 રૂપિયા અને ડીઝલ 89.02 રૂપિયા

  1. અમદાવાદ – પેટ્રોલ 98.04 રૂપિયા અને ડીઝલ 95.49 રૂપિયા
  2. વડોદરા – પેટ્રોલ 97.81 રૂપિયા અને ડીઝલ 95.27 રૂપિયા
  3. રાજકોટ – પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા
  4. સુરત – પેટ્રોલ 98.03 રૂપિયા અને ડીઝલ 95.51 રૂપિયા
  5. મુંબઈ પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.19 રૂપિયા