જ્યોતિષ શાસ્ત્ર

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ- 6 સપ્ટેમ્બર 2020

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આજના દિવસે તમારી ભૂલ પરથી કંઈક શીખી શકશો. આજના દિવસે પૈસાની જરૂરિયાતને સમજી શકશો. આજના દિવસે ખર્ચ પર ધ્યાન આપજો.
કામને લઈને આજનો દિવસ સાચી દિશામાં આગળ વધશે. ભાગ્ય પ્રબળ રહેશે. આજના દિવસે ધાર્મિક વિચારો મનમાં આવશે. અંગત જીવનમાં તણાવ આવી શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
રાશિના જાતકો માટે આજના દિવસ આવક પર ધ્યાન કેન્દ્રિત કરશો. એવી કેટલીક બાબતો હશે જે તમારા બોસ દ્વારા પૂછી શકાશે પરંતુ તે તમારા માટે સારી રહેશે. આજના દિવસે કામમાં લાભ મળશે. આજના દિવસે અંગત જીવનમાં સુખ-શાંતિ રહેશે. આરોગ્યની કાળજી લેવી જરૂરી રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
રાશિના જાતકો માટે આજના દિવસે કંઈક નવું કરવાનું નક્કી થશે. અંગત જીવનમાં તમે સમજદારીપૂર્વક કામ કરીને તમારી ખુશીને કાબુમાં કરશો. કામની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે. તમે સખત મહેનત કરશો અને સારી વાનગીઓ જમશો.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશનુમા રહેશે. મન લગાવીને કામ કરવાથી સારા ફાયદા જોવા મળશે. આજના દિવસે તમે ક્યાંક લાંબી મુસાફરી પર જઈ શકો છો. અંગત જીવન શાંતિપૂર્ણ રહેશે. ખર્ચ પર ધ્યાન આપશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

5. સિંહ – મ, ટ (Lio):
રાશિના જાતકો આજના દિવસે કેટલીક બાબતો અંગે તનાવ અનુભવશે. કામને લઈને કરવામાં આવેલી મહેનત સફળ થશે.આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. અંગત જીવનમાં ખુશીઓ રહેશે. પરિવારના સહયોગથી કામ થશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. ધાર્મિક અને આધ્યાત્મિક કામમાં મન લાગશે. આજના દિવસે હળવા ખર્ચ થશે. સારી આવક થવાથી મનમાં આનંદ આવશે. અંગત જીવન સંતોષકારક રહેશે.

7. તુલા – ર, ત (Libra):
આજના દિવસે આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય મજબૂત બનશે. ખર્ચ તરફ પણ ધ્યાન આપશો. બીજી તરફ આવક સારી રહેશે. મિત્રો સાથે વાતચીત કરશો. જમીન-જાયદાદ બાબતોમાં તમને સફળતા મળશે. અંગત જીવનમાં તણાવ રહેશે. કામની દ્રષ્ટિએ સારા પરિણામ જોવા મળશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકોને ખુદમાં વિશ્વાસ વધશે. આવક વધવાના કારણે મન પ્રસન્ન રહેશે. સરકાર તરફથી લાભ મળી શકે છે. પરિવારમાં ખુશીઓ રહેશે. અંગત જીવનમાં પણ પ્રેમની લાગણી વધશે. આજના દિવસે જીવનસાથીની સલાહથી ધંધામાં લાભ થશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે.આજના દિવસે લોકોને સલાહ આપવાનું પસંદ કરશે. કાર્ય પ્રત્યે ખૂબ ગંભીર રહેશે અને સંપૂર્ણ ધ્યાનથી કામ કરશે. ભાગ્યનો વિજય થશે. કેટલાક છુપાયેલા ખર્ચ થશે. પારિવારિક જીવનમાં શાંતિ રહેશે. અંગત જીવનમાં તણાવ રહેશે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકોનું અંગત જીવનમાં તણાવ સમાપ્ત થશે અને પ્રેમ વધશે. સ્થાવર મિલકત સંબંધિત બાબતોમાં લાભ થઈ શકે છે. સ્વાસ્થ્યમાં થોડો સુધારો થશે. આવક પર ધ્યાન આપો. વિરોધીઓથી ગભરાવાની જરૂર નથી. ખર્ચ પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. કામની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આજના દિવસે આ રાશિના જાતકોને આવકમાં સારો વધારો થશે. બીજી તરફ હળવા ખર્ચ પણ થશે. અંગત જીવનમાં વધી રહેલા તણાવનો અનુભવ કરશો. આરોગ્યની કાળજી લેવી જરૂરી રહેશે.કામને લઈને તમારી મહેનત કામ કરશે. અન્ય પર આધાર રાખશો નહીં.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આજના દિવસે આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. કામમાં તમને સફળતા મળશે. અંગત જીવનમાં પણ પ્રેમ અને રોમાંસ વધશે. આજના દિવસે આવકમાં વધારો થશે.ખર્ચ ઘટશે. વિરોધીઓ પર ભારે પડી જશે. મનમાં આનંદની લાગણી રહેશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.