જ્યોતિષ શાસ્ત્ર

6 સંકેત જે જણાવશે કે કળિયુગનો અંત થવાનો છે, અને ભગવાન કલ્કિ અવતાર લેશે… વાંચો માહિતી

હિન્દૂ માન્યતાઓ અનુસાર, અત્યારે ચાર યુગમાંથી સૌથી છેલ્લો યુગ કલિયુગમાંથી આપણી ધરતી પસાર થઇ રહી છે. દુનિયાના ખતમ થવાને લઇને ઘણા પ્રકારની વાતો થતી રહે છે અને તેમાંની એક એવી પણ છે કે વિષ્ણુ ભગવાન કલ્કિ અવતાર લઈને આ દુનિયાને પાપ મુક્ત કરશે અને નવી સૃષ્ટિનું સર્જન થશે. ભગવાન વિષ્ણુના કલ્કિ અવતાર વિશે કહેવામાં આવે છે કે જ્યારે દુનિયામાં પાપ ખૂબ જ વધી જશે ત્યારે ભગવાન કલ્કિ અવતારમાં પ્રગટ થઈને પાપોનો નાશ કરશે. આ પ્રકારે કળિયુગનો અંત થઇ જશે અને પછી આ દુનિયા નવી બનશે. પણ શું તમે જાણો છો કે કળિયુગના અંત અને કલ્કિ અવતાર વિશે ક્યાં ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે કે ક્યારે દુનિયા સમાપ્ત થઇ જશે?

કળિયુગના ખતમ થવાનું વર્ણન કોઈ બીજા ગ્રંથમાં નહિ પણ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં જ છે.

Image Source

આ ગ્રંથમાં કળિયુગના ખતમ થવાના સંકેતની સાથે સાથે ભગવાન કલ્કિના રંગ રૂપ વિશે પણ જણાવવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ અનુસાર, ભગવાન વિષ્ણુ અધર્મનો નાશ કરવા માટે કલ્કિ અવતારના રૂપમાં આવીને માત્ર 3 દિવસમાં કળિયુગનો અંત કરી દેશે અને એક નવી સૃષ્ટિની રચના કરશે. આ ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે કે કળિયુગનો અંત થવા પહેલા કયા-કયા સંકેતો જોવા મળશે.

  • સ્વાર્થ વધશે:

મનુષ્ય ખુબ જ સ્વાર્થી થઇ જશે અને પોતાના સ્વાર્થ માટે કોઈને પણ દગો આપવા લાગશે, હત્યા કરવાથી પણ પાછળ નહિ હટે. પૈસા કમાવવા માટે કોઈપણ ખોટા કામ કરવા તૈયાર થઇ જશે.

Image Source
  • નહિ રહે તીર્થસ્થળ શુદ્ધ:

શાંતિ અને ધર્મનું પ્રતીક તીર્થસ્થળ પણ શુદ્ધ નહિ રહે. તેની અહેમિયત ખત્મ થઇ જશે અને ત્યાં પૂજા-પાઠની જગ્યાએ ગલત કામ થવા લાગશે.

  • નાસ્તિક થઇ જશે:

ધર્મ અને ભગવાનને માનનારા લોકો ધીરે-ધીરે ખતમ થઇ જશે અને સ્વાર્થ જ સૌથી મોટો ધર્મ બની જશે અને હર કોઈ નાસ્તિક બની જશે.

Image Source
  • એક્સ્ટ્રા મેરિટલ અફેર:

એક્સ્ટ્રા મેરિટલ અફેરનો મામલો પહેલાની તુલનામાં ખુબ જ વધી ગયો છે. ભાગવત ગ્રંથના અનુસાર કળિયુગના અંતના પહેલા પતિ-પત્ની એક-બીજાને દગો અને અન્ય સ્ત્રી-પુરુષોના સંબંધ બનાવશે. લગ્નની કોઈ જ વેલ્યુ નહિ બચે.

  • સરેરાશ ઉંમર ઘટી જશે:

આખી દુનિયામાં લોકો ભૂખ્યા-તરસ્યા અને અલગ-અલગ પરેશાનીઓથી ઘેરાયેલા રહેશે. તેઓને ઘણા પ્રકારની બીમારીઓ થઇ જશે અને લોકોનું આયુષ્ય 20 થી 30 વર્ષ સુધીનું જ થઇ જશે.

Image Source
  • પાણી થઇ જશે ખતમ:

પૃથ્વી પર પાણીના દરેક સ્ત્રોત ખત્મ થઇ જશે, દરેક નદી-નાળા સુકાઈ જશે. સાથે જ ખુદ ગંગા નદી પણ વૈકુંઠ ધામ ચાલી જશે. સ્વાભાવિક વાત છે કે જયારે પાણી નહિ રહે તો લોકોમાં હાહાકાર મચી જશે. પાણી વગર મનુષ્ય જીવિત નહીં રહી શકે અને ઝાડ-પાન પણ સુકાઈ જશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks