અજબગજબ જાણવા જેવું

ચાલો જાણીએ એવી 6 જગ્યાઓ વિશે જ્યાં માણસોને જવા ઉપર છે પાબંધી, કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે, વાંચો શા કારણે?

દુનિયાના બધા જ દેશના લોકો ફરવાના શોખીન હોય છે, વિદેશીઓ ઘણીવાર ભારતમાં અને બીજા દેશોમાં ફરવા માટે જાય છે તો ભારતીયો પણ વિદેશ ફરવા માટે જતા હોય છે. વિશ્વના ખૂણે ખૂણે એવી ઘણી જ જગ્યાઓ આવેલી છે જ્યાં વારંવાર જવાનું મન થાય, આપણું કાશ્મીર જ જોઈ લો! અપને તો એને પૃથ્વી ઉપરની સ્વર્ગ કહીએ છીએ, અને બીજી પણ એવી ઘણી જગ્યાઓ હશે જ્યાં જવું કોઈને વારંવાર ગમતું પણ હશે.

Image Source

પરંતુ આ વિશ્વમાં કેટલીક એવી પણ જગ્યાઓ છે જ્યાં જવાની ઈચ્છા તો દરેકની હોય છે પરંતુ ત્યાં જવા ઉપર જ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આજે અમે તમને એવી જ કેટલીક જગ્યાઓના રહસ્યો જણાવવાના છીએ જ્યાં તમે ચાહવા છતાં પણ નહિ જઈ શકો.

Image Source

ધ ગ્રેડ શ્રાઈન ઓફ આઈઝ:
આ જગ્યા જાપનના  શિન્ટોમાં આવેલી છે, આ જગ્યા આમ તો એક મંદિર છે છતાં પણ આ મંદિરમાં કોઈ જવા  માટેની પરવાનગી કોઈ સામાન્ય માણસને નથી, આ મંદિરની અંદર માત્ર મંદિરના પુજારીઓ અને રાજ પરિવારના વ્યક્તિઓ જ જઈ શકે છે, આ મંદિરની એક  વિશેષતા એ પણ છે કે આ મંદિરને દર 20 વર્ષે તોડી નાખવામાં આવે છે અને ત્યારબાદ ફરીવાર તેને બનાવવામાં આવે છે.

Image Source

ભૂમિગત બીજ ભંડાર:
નોર્વેના સ્વાલબર્ડ ભૂમિગત બીજ ભંડાર આવેલું છે. જેને પહાડની અંદર 430 ફૂટ નીચે સુધી બનાવવામાં આવ્યું છે. સમગ્ર દુનિયામાંથી અલગ અલગ પ્રજાતીયોના લગભગ 10 લાખ બીજનું અહીંયા સંરક્ષણ કરવામાં આવેલું છે. કટોકટીના સમય માટે આ બીજને અહીંયા સંગ્રહિત કરવામાં આવ્યા છે. આ જગ્યા ઉપર પણ કોઈને જવાની અનુમતિ નથી આપવામાં આવતી, આ જગ્યા ઉપર ફક્ત ત્યાં કામ કરવા વાળા લોકો અને જે લોકોએ પોતાના બીજને આ જગ્યા ઉપર સિરક્ષિત રાખ્યા છે એજ લોકો જઈ શકે છે.

Image Source

લસકસ ગુફા:
1940ની અંદર ફ્રાન્સમાં લસકસ ગુફાની શોધ કરવામાં આવી હતી, આ ગુફાની અંદર આદિમાનવ કાળના હજારો ચિત્રો મળી આવે છે, એકઅ ગુફાની અંદર ચિત્રોની સાથે ભયાનક કીડા અને કેટલાક જાનવરો પણ રહેતા હોવાનું માનવામાં આવે છે, અને ગુફાનો તૂટવાનો પણ ભય રહે છે જેના કારણે લોકોને આ ગુફામાં પ્રવેશ આપવામાં નથી આવતો.

Image Source

હર્ડ આઇલેન્ડ:
આઇલેન્ડ ઉપર જવાનું તો દરેક વ્યક્તિને પસંદ હોય છે, પરંતુ ઓસ્ટ્રિલયામાં આવેલા આ હર્ડ આઇલેન્ડમાં કોઈ ઇચ્છવા છતાં પણ નથી જઈ શકાતું. કારણ કે આ એક જ્વાળામુખી દ્વીપ છે, આ દ્વીપ હિન્દ મહાસાગરના ઊંડાણમાંથી નીકળ્યો છે અને એક જ્વાળામુખી આજે પણ ત્યાં સળગી રહ્યો છે જેના કારણે પર્યટકોને ત્યાં જવાની અનુમતિ આપવામાં આવતી નથી.

Image Source

ગુપ્ત અભિલેખાગાર:
આ જગ્યા વેટિકન સિટીમાં આવેલી છે, અહીંયા પણ કોઈને જવાની અનુમતિ આપવામાં આવતી નથી, પૉપ અને કેટલાક ખાસ લોકો જ આ જગ્યા ઉપર જઈ શકે છે કારણ કે આ જગ્યા ઉપર પ્રાચીન પુસ્તકો અને પ્રાચીન દસ્તાવેજ રાખવામાં આવ્યા છે.

Image Source

નોર્થ સેન્ટીનેલ આઇલેન્ડ:
તમને જાણીને નવાઈ લાગશે કે આ જગ્યા આપણા ભારતમાં જ આવેલી છે અને ભારત સરકારે જ આ જગ્યા ઉપર કોઈને પણ જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. બંગાળની ખાડીની અંદર આવેલા કેટલાક દ્વીપોમાં એક નોર્થ સેન્ટીનેલ દ્વીપ પણ છે,  પ્રકૃત્તિની કેટલીક સુંદર કલાકૃતિઓના નમૂના આ જગ્યાએ આવેલા છે, પરંતુ એને જોવાનું આપણી કિસ્મતમાં નથી, 28 Sq. કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા આ દ્વીપ ઉપર બહારના માણસોને જવા ઉપર પાબંધી લગાવવામાં આવી છે, 1975માં નેશનલ જિઓગ્રાફી ચેનલે અહીંયા વસેલા કેટલાક કબીલાઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાર પછી ભારત સરકારે ત્યાં શૂટિંગ અને કોઈપણ પ્રકારની દખલગીરી કરવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.