હવે ચેતજો ગુજરાતીઓ: છેલ્લા 24 કલાકમાં 6 લોકોનો હાર્ટ એટેકે લીધો જીવ, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં હાર્ટ એટેકથી થતા મોતનો સિલસિલો યથાવત છે, અને ઘણા યુવાઓ પણ હાર્ટ એટેકને કારણે જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં જ હાર્ટ એટેકથી 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યુ છે. જામનગરના સેના નગરમાં રહેતો રવિ લુણા સામાન્ય તાવ અને શારીરિક તકલીફ થતા ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયો અને આ દરમિયાન છાતીમાં દુઃખાવો થતા તેનું મોત નિપજ્યું.

બીજી બીજુ બાબરા-અમરેલી હાઈવે પર રીક્ષા ડ્રાઈવ કરતા દરમિયાન જ ચાલકને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેનું મોત થયુ. તો રાજકોટમાં હાર્ટ અટેકના કારણે 32 વર્ષીય યુવકનું મોત થયું જ્યારે સાબરકાંઠાના પ્રાંતિજમાં 40 વર્ષીય ખેડૂતને હાર્ટ અટેક આવતા તેનું પણ મોત થયુ હતુ.

તો મહેસાણામાં 40 વર્ષીય હોમગાર્ડના જવાન પ્રહલાદ રાઠોડને ત્રણ દિવસ પહેલા ફરજ દરમિયાન હાર્ટ અટેક આવતા તેમણે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. રાજુલામાં મોડી રાતે 23 વર્ષનાં યુવકને નવરાત્રીમાં રામાપીરના આખ્યાન દરમ્યાન હાર્ટએટેક આવતા મોતને ભેટ્યો હતો.

Shah Jina