હાર્ટ એટેકનો રાફડો ફાટ્યો ગુજરાતમાં : 24 કલાકમાં હાર્ટ એટેકથી છ લોકોએ ગુમાવ્યો જીવ, નાની વયે એટેકના કિસ્સા વધ્યા
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
6 people died of heart attack in Gujarat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં સામે આવી રહેલા હાર્ટ એટેકના મામલાઓ ચિંતાનો વિષય બન્યા છે, રોજ કોઈને કોઈ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની ખબર સામે આવતી રહે છે, ત્યારે ગતરોજ એક જ દિવસમાં 6 જેટલા લોકોને હાર્ટ એટેક આવતા તેમના મોતથી રાજ્યમાં હડકંપ મચી ગયો છે. એક તરફ રાજ્યમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે અને બીજી તરફ યુવાનોને આવી રહેલા આ હાર્ટ એટેકના મામલાઓ પણ ચિંતાજનક છે.
દ્વારકામાં 23 વર્ષના યુવકને હાર્ટ એટેક :
ત્યારે ગતરોજ સામે આવેલી હાર્ટ એટેકની ઘટનાઓમાં અમરેલી જિલ્લાના રાજુલાનો એક 23 વર્ષીય દિનેશ શિયાળ નામનો યુવક નવરાત્રી દરમિયાન રામાપીરના આખ્યાનમાં ભાગ લેવા માટે પહોંચ્યો હતો. ત્યાં જ તેને હાર્ટ એટેક આવી ગયો અને તેનું નિધન થયું હતું. આ પહેલા દ્વારકા જિલ્લામાં પણ હાર્ટ એટેકના કારણે બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાની ઘટના સામે આવી હતી. જેમાં ઠાકર શેરડી ગામમાં રહેતા 42 વર્ષીય વેલજીભાઇનું હાર્ટ એટેકથી મોત થયું હતું.
જામનગરમાં પણ 24 વર્ષના યુવકનું મોત :
તો અન્ય એક મામલામાં ખંભાળિયામાં પણ એક આધેડનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું. આ ઉપરાંત જામનગરમાં ઓપન એક 24 વર્ષના યુવકને હાર્ટ એટેક આવતા જ તેનું પણ મોત નિપજતા ચકચારી મચી ગઈ હતી. આ મામલે પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના સેના નગરમાં રહેતા 24 વર્ષીય યુવક રવિ પરબતભાઇ લુણાને તાવ શરદીની તકલીફ હોવાના કારણે ખાનગી હોસ્પિટલમાં દવા લેવા માટે ગયો હતો. ત્યારબાદ તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને થોડી જ વારમાં તેનું પણ હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું.
અન્ય મામલાઓ પણ આવ્યા સામે :
આ સિવાય પણ હાર્ટ એટેકની કેટલીક ઘટનાઓ સામે આવી છે. જેમાં બાબરા અમરેલી હાઇવે પર એક છકડા ચાલાકને પેસેન્જર ભરીને છકડો લઇ જતો હતો તે દરમિયાન જ હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું, જયારે પ્રાંતિજના સાંપડમાં પણ એક 40 વર્ષીય ખેડૂતનો હાર્ટ એટેકના કારણે જીવ ચાલ્યો ગયો હતો. આ સિવાય ગતરોજ જ મહેસાણાના મોઢેરા પોલીસમથકના હોમગાર્ડ તરીકે ફરજ બજાવી રહેલા જવાનનું હૃદયરોગના હુમલાથી નિધન થયું હોવાની પણ ખબર સામે આવી છે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં