આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 6 નવેમ્બર 2019

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
તમારી આર્થિક પરીસ્થિતિ પહેલા કરતા વધુ સારી થશે. જો દેવું છે તો દેવું પણ ચૂકવી શકશો. મિલકત એટલે કે જમીન અથવા ઘર લેવાના યોગ પણ બની રહ્યા છે. પરિવારમાં સુખ અને શાંતિની સ્થાપના થશે. નાના મોટા જે પણ અણબનાવ ચાલી રહ્યા હતા એ બધાનો અંત થશે. લગ્નજીવન પહેલાથી પણ વધારે સુડનાર બનશે. આજે તબિયતનું વિશેષ ધ્યાન રાખજો, બહારનું ખાવાનું અને ફાસ્ટ ફૂડથી દૂર રહો. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ સારો છે. ઉતાવળે આજે કોઈપણ નિર્ણય લેવાનો નથી એ તમારી માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. વેપારી મિત્રોને પણ ધારેલ પરિણામ મળશે. કોઈપણ કાગળ પર સહી કરતા પહેલા બધું બરાબર વાંચીને ખાતરી કરજો. એકંદરે રોજ કરતા આજનો દિવસ સારો હશે.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો

2. વૃષભ – બ,વ,ઉ (Taurus):
તમારા વડીલો અને ઉપરી અધિકારીઓની મદદથી આજે મહત્વના પ્રોજેક્ટ પૂર્ણ થશે અને તમને તેનાથી ખુબ આર્થિક લાભ થશે. પૈસાની મોકળાશને કારણે થોડો ખર્ચ પણ થશે તો આજે ખરીદી કરો ત્યારે નકામી વસ્તુઓ પાછળ વધારાનો ખર્ચ ના થાય એ ધ્યાન રાખજો. આજે ઓફિસમાં તમારું કામ પૂર્ણ થવાના કારણે લોકો તમારી ઈર્ષા કરશે. આજે ઘરના વડીલોના સ્વાસ્થ્ય તરફ વધુ ધ્યાન આપો. નિયમિત ચેકઅપ અને દવાઓ લેવાનું રાખજો. આજે તમને લલચાવનારી અને વધુ આર્થિક લાભ થશે એવી સ્કીમ આવશે પણ તેનાથી અંજાઈ જઈને પૈસાનું રોકાણ વિચાર્યા વગર નિર્ણય કરતા નહિ. આ સ્કીમ અત્યારે તો તમને ખુબ સારી લાગશે પણ ભવિષ્યમાં તેનાથી તમને ખુબ નુકશાન થશે.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
તમારે હવે બધું નસીબ અને ભાગ્ય પર છોડવાની આદત બદલવાનો સમય આવી ગયો છે. હંમેશા બીજાને દોષ દેવો એવું ના કરશો. તમને એકવાર નિષ્ફળતા મળી એનો અર્થ એવો બિલકુલ નથી કે તમને સફળતા મળશે જ નહિ. આજથી જ નવા દિવસની નવા જોશ અને ઉત્સાહ સાથે શરૂઆત કરો ઈશ્વર તમારી સાથે જ છે. બસ થોડી હજુ વધારે મહેનત તમને સફળતાનો સ્વાદ જરૂર કરાવશે. આજે ગમે એવી મુશ્કેલી આવે તમારે ડરવાની કે ડગવાની જરૂરત બિલકુલ નથી. વિશ્વમાં એવું કશું નથી જે ના થઇ શકે એ મંત્ર હંમેશા યાદ રાખો.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ

4. કર્ક – ડ,હ (Cancer):
જો તમે લાંબા સમય માટે પૈસા રોકવા માંગો છો તો આજે ઘણી સારી તક તમને મળશે. આજે નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. તમારી વાત કરવાની સ્ટાઈલથી લોકો તમારી તરફ આકર્ષિત થશે. આજે તમે તમારી જાતને લોકોની ભીડમાંથી અલગ કરી શકશો. જે વેપારી મિત્રો પોતાના વેપારને વિદેશમાં સ્થાઈ કરવા માંગે છે તેમના માટે આજનો દિવસ સારા સમાચાર લઈને આવશે. આજે માથાનો દુખાવો થવાની સંભાવના છે. આજે તમારા વ્યવહારથી તમારા જીવનસાથી તમારાથી નારાજ થઇ શકે છે. આજે તમને પરિવારનો સપોર્ટ નહિ મળે. કોઈપણ નિર્ણય કરતા પહેલા અનુભવી અને વિશ્વાસપાત્ર મિત્રની સલાહ જરૂરથી લેજો. વિદ્યાર્થીઓ ને હજુ વધારે મહેનત કરવાની જરૂરત છે. પોતાના સમયને યોગ્ય રીતે વાપરતા શીખો.
શુભ અંક : ૨
શુભ રંગ : કેસરી

5. સિંહ – મ,ટ (Lio):
ઓફિસમાં તમારા ઉપરી અધિકારી તમારા કામથી ખુશ થશે. તમારા અટકી રહેલા કાર્ય પુરા થઇ શકશે. તમારા સાથી કર્મચારી તમારાથી ઈર્ષા કરશે. આજે પરિવારના સભ્યો પણ તમારાથી ખુશ રહેશે. વધુ ને વધુ લોકો સાથે મુલાકાત કરો તમારો આવનારો સમય હવે તમારા હાથમાં જ છે. કોઈપણ રોકાણ કરવા માટેનો નિર્ણય કરતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારીઓની સલાહ લેવાનું રાખો. જીવનસાથીની તબિયત તમને વિચલિત કરશે. રોકાણ કરવા માટે સારો સમય.
શુભ અંક : ૩
શુભ રંગ : જાંબલી

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજે ધનલાભ થવાનો યોગ છે. આજે તમારા નજીકના કોઈ સંબંધી સાથે તમારે ઝઘડો થવાના યોગ છે. કોઈપણ સાથે વાત કરતા તમારી વાણી અને વર્તન પર કાબુ જરૂર રાખજો. નોકરી અને વેપાર કરતા મિત્રોને આજે અનેક ફાયદા થશે. જે મિત્રો નોકરીની શોધમાં છે તેમને સારી ઓફર મળશે અને નોકરી બદલવા માટે પણ આજનો દિવસ સારો છે. શરૂઆતમાં થોડી તકલીફ થશે પણ તમારા ભવિષ્ય માટે આ પરિવર્તન બહુ ફાયદાકારક રહેશે. ઘણા સમયથી ચાલી રહેલ સમસ્યાનું સમાધાન મળશે. શેર અને સ્ટોક માર્કેટના મિત્રો માટે થોડો ભારે દિવસ છે કોઈપણ પરિવર્તન કરવાનું જણાતું નથી.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો

7. તુલા – ર,ત (Libra):
આજે તમારે તમારી વાણી અને વર્તનમાં સાવધાન રહેવાની જરૂરત છે. ક્યાંક તમારી નાની વાતનું મોટું સ્વરૂપ ના બની જાય. તમારા અગત્યના પ્રોજેક્ટમાં થોડી તકલીફ આવશે. કોઈ ઉપરી અધિકારીની મદદથી આજે ઓફિસમાં તમારા અટકેલા કામ કરવાનો પ્રયત્ન કરો. આજે તમારા વ્યવહારથી તમારા જીવનસાથી તમારાથી નારાજ થઇ શકે છે. તેમની સાથે બહુ નરમાશથી અને પ્રેમથી વાત કરો. આજે રાતનો સમય પરિવાર સાથે વિતાવો. તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે.
શુભ અંક : ૩
શુભ રંગ : પીળો

8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
ઘણા સમય પહેલ શેર માર્કેટમાં રોકેલ પૈસાથી ફાયદો મળશે. જમીન અને ઘરમાં રોકેલા પૈસાથી પણ સારો ફાયદો મળશે. આજે સ્વાસ્થ્ય સારું રહેશે. આજે દરેક કામ તમે મન લગાવીને કરી શકશો તમારામાં એક અનોખી ઊર્જા તમે ફિલ કરશો. આજે નોકરી કરતા મિત્રોને વધારાનું ઘણું કામ કરવાનું આવશે અને મહત્વના દરેક પ્રોજેક્ટમાં તમને સફળતા મળશે. નવો વેપાર શરુ કરવા માટેનો સારો દિવસ છે. આજે પૈસા રોકવા માટે પહેલા જે તે જગ્યા અને સ્કીમની બધી તપાસ કરી લેજો, જેમાં ભવિષ્યમાં તમને કેટલો ફાયદો કે નુકશાન થવાની કેટલી સંભાવના છે એ ચકાસજો. આજે તમારા મિત્ર શત્રુઓથી સંભાળજો. આજે મિત્રો અને પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો.
શુભ અંક : ૮
શુભ રંગ : કાળો

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
જેટલું તમે પૈસા પાછળ દોડશો એ તમારાથી દૂર જશે તેની પાછળ ભાગશો નહિ. પૈસા કમાવવા માટે મહેનત કરો. તમારી ઈમાનદારી તમને સાચી સફળતાનો સ્વાદ ચખાડશે. આજે કામ કરવાની જગ્યાએ લોકો તમને હાનિ પહોચાડી શકે છે. રસ્તો ઓળંગતા તકેદારી રાખવી અકસ્માતના યોગ બની રહ્યા છે. આજે વાણી અને વર્તન પર થોડો કાબુ રાખવો. કામનું ટેન્શન કામના સ્થળ પર મુકીને ઘરે આવો. પરિવારના સભ્યો પર નાહકનો ગુસ્સો ના થઇ જતા. આવતીકાલ માટે આજથી જ તૈયારી કરો. માનસિક રીતે કોઈપણ સમસ્યાનો સામનો કરવા તૈયાર રહો.
શુભ અંક : ૪
શુભ રંગ : ગુલાબી

10. મકર – જ, ખ (Capricorn):
વેપારમાં જે ઉઘરાણી અટકી ગઈ છે તે તમને પરત મળશે. લોટરીમાં નસીબ અજમાવતા મિત્રો માટે આજનો દિવસ સારો રહેશે. સ્ટોક માર્કેટમાં પૈસા લગાવવા એ તમારી માટે ફાયદાકારક છે. લાંબા સમયથી નોકરીના સ્થળે અને ઘરમાં ચાલી રહેલ બધી સમસ્યાનો અંત આવશે. પરિવારમાં કે પછી ઓફિસમાં કોઈપણ સાથે વાત કરો તો તમારી વાણી અને વર્તન પર કંટ્રોલ રાખજો. લગ્નજીવન માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી. નોકરી કરતા મિત્રોને તેમની જગ્યામાં કોઈ પરિવર્તન આવી શકે છે. ટૂંકી મુસાફરીના પણ યોગ બની રહ્યા છે. આજે વાહન ચલાવતા અને રસ્તો ઓળંગતા સાવધાની રાખવી.
શુભ અંક : ૯
શુભ રંગ : જાંબલી

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
જો તમે લોકોના ટોળામાંથી આગળ આવવા માંગો છો તો આજે તમારે તમારો સ્વભાવ બદલવાની જરૂરત છે. તમારા સંપર્કમાં આવતા દરેક લોકોને માન અને સન્માન આપો. તમારી વાણી અને વર્તનથી કોઈ દુખી ના થઇ જાય તેની સાવધાની રાખો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે.
શુભ અંક : ૩
શુભ રંગ : જાંબલી

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
બીજા લોકોનું સુખ અને પ્રગતિ જોઇને તેમની ખુશીમાં સામેલ થાવ તમારી ઈર્ષાવૃતિને કારણે તમે લોકોની નજરમાં આવી શકો છો. આજે જેટલા પણ પૈસા બનાવવામાં રસ્તા તમારી સામે આવશે એટલા જ ખર્ચ પણ સતત વધશે. આજે ઘરમાં ખુશીનું વાતાવરણ હશે. તમારી વાણી અને વર્તનથી કોઈને મનદુઃખ ના થાય એનું ધ્યાન રાખજો. આજે જો તમે કોઈ નવો બિઝનેસ શરુ કરવા માંગો છો તો સારો દિવસ છે માટે આજે જ એ કામની શરૂઆત કરો તમારા પરિવારના સભ્યોને પણ તમારી ખુશીમાં સામેલ કરો. આજે જીવનસાથી તરફથી તમને આશા નહિ હોય એટલો અને અનોખો પ્રેમ મળશે. આજની સાંજ તમારા જીવનની અદ્ભુત સાંજ બની રહેશે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે ફેબ્રુઆરી પછી તમારે રસ્તો ઓળંગા સમયે તકેદારી રાખવાની છે ઘરમાં કોઈનો અકસ્માત થવાના યોગ છે તો વાહન ચલાવતી વખતે પણ તકેદારી રાખજો. આ વર્ષે પરિવારના સભ્યો અને તમારી બધાની તબિયત સારી રહે તેના માટે યોગ્ય અને પોષ્ટિક ખોરાક લેવાનો છે. બહારનું અને ખુલ્લું જમવાનું ટાળો. વડીલોનું નિયમિત ડોક્ટરની મુલાકાત અને દવાઓનું પણ ધ્યાન રાખો.

નોકરી-ધંધો – આ વર્ષે રોકાણ કરવા માટેના અનેક યોગ બની રહ્યા છે તમે ઈચ્છો તો સ્થાયી મિલકત ખરીદી શકો છો. ભવિષ્યમાં અનેક લાભ થાય એવી શંકાસ્પદ સ્કીમમાં પૈસા રોકવા નહિ. પૈસા રોકાણ કરવા માટે આ વર્ષે તમારા પરિવારના વડીલો અથવા ઉપરી અધિકારી મિત્રોની સલાહ લેવાનું હિતાવહ છે.

કૌટુંબિક-પારિવારિક – જે મિત્રો પોતાના જીવનસાથીની શોધમાં છે તેમની માટે આ વર્ષ મિશ્ર ફળદાયી રહેશે. તમારી સામે હશે તમારો જીવનસાથી પણ તમે તેને ઓળખી શકશો નહિ. જો કોઈને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા હોવ તો આ વર્ષ તમારા માટે સારું છે તો યોગ્ય સ્થળ અને સમય જોઇને તેમને પ્રપોઝ કરો. વર્ષની શરૂઆત અનેક સારા સમાચારથી થશે. આ વર્ષે અનેક સારા સમાચાર મળશે જેનાથી તમારી અને તમારા પરિવાર વચ્ચે બોન્ડીંગ વધશે. તમારા જુના મિત્રો અને નારાજ થયેલા પરિવારજનોને પણ તમારી ખુશીમાં સામેલ કરો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here