ખબર

હત્યારી વહુનો ધ્રુજાવી નાખે તેવો કિસ્સો, 14 વર્ષમાં ઘરના 6 લોકોની ઠંડા કલેજે હત્યા કરી

આજના સમયમાં ઘણા કિસ્સાઓ સાંભળવા મળે છે. ક્યાંક ચોરી, લૂંટ, બળાત્કાર, અપહરણ તો ક્યાંક હત્યા. એવી જ એક કેરળમાં બનેલી ઘટના સામે આવી છે. ઘટનાએ પોલીસની સાથે સાથે લોકોને પણ હેરાનીમાં મૂકી દીધા છે કે આવું કોઈ કેવી રીતે કરી શકે? ઘટના સામે આવતા જ જાણે કે સનસની મચી ગઈ છે.

Image Source

કેરળમાં આગળના 14 વર્ષોના દરમિયાન એક જ પરિવારના 6 લોકોની એકબીજાને મળતી પરિસ્થિતિઓમાં થયેલી મૃત્યુના મામલામાં શનિવારના રોજ ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ કર્યા પછી પોલીસે આગળના છ લોકોની હત્યાનો કેસ પણ ઉકેલી લીધો છે.

Image Source

જેમાંની એક મહિલા જૉલી અમ્માએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. 47 વર્ષની જૉલીને તેના પતિ,સાસુ-સસરા અને પરિવારના બાકીના ત્રણ સદસ્યોની હત્યાના કેસમાં ધરપકડ કરી છે. પોલીસના આધારે જૉલી વર્ષ 2002 થી વર્ષ 2016 એમ 14 વર્ષમાં પોતાના જ પરિવારના આ છ સદસ્યોને ભોજનમાં સાઇનાઇડ(કેમિકલ યુક્ત ઝેરીલો પદાર્થ)ઉમેરીને મૌતને ઘાટ ઉતાર્યા હતા.

Image Source

જૉલીના સિવાય બાકીના બે આરોપીઓ એમએસ મૈથ્યુ અને પ્રાજી કુમાર પર જૉલીને સાઇનાઇડ ઉપલબ્ધ કરાવવા માટેનો આરોપ છે,જેઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. એવામાં પહેલા તો જૉલીને પોતાના પતિ રૉય થૉમસની હત્યાના કેસમાં ધરપકડ કરી હતી પણ તેના પછી જાંચ દ્વારા એક પછી એક 14 વર્ષમાં કરેલી હત્યાની ઘટના સામે આવી હતી.

Image Source

હત્યા પછી રૉય થૉમસના શરીરને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું, ત્યારે તેના શરીરમાં સાઇનડાઈ જેવા ઝેરીલા પદાર્થની હાજરી માલુમ પડી હતી. કેસની જાંચ કરી રહેલા એસપી કેજીએ કહ્યું કે,”અમને જાણવા મળ્યું કે અન્ય પાંચ લોકોની મૃત્યુ પણ એક જ પરિસ્થતિમાં થયેલી છે. અને આ દરેક સ્થિતિઓમાં અમારું ધ્યાન જૉલી તરફ ગયું. એવામાં જૉલી એ હત્યાની વાત પણ કબૂલી લીધી છે”.

Image Source

પોલીસે મામલાની જાંચ માટે વર્ષ 2002 થી 2016 ની વચ્ચે થયેલી 6 લોકોની હત્યાના મૃત શરીરને કબરમાંથી ખોદીને બહાર કઢાવવામાં આવી હતી. જેના પછીના બે મહિના સુધી ચાલેલા જાંચ પછી મળેલાં સાક્ષ્યના આધારે જાણવા મળ્યું કે તેઓની મૃત્યુ પણ સાઈનાઈડને લીધે જ થઇ હતી.

Image Source

રૉય ની માં અનમ્માની વર્ષ 2002 માં, તેના પિતા ટૉમ થૉમસની વર્ષ 2008 માં, કાકા મૈથ્યુ મંચડીની વર્ષ 2014 માં અને તેના પિતરાઈ ભાઈ શાજુની પત્નીની વર્ષ 2016 માં અને તેની ભત્રીજી આલ્ફાઈનની વર્ષ 2014 માં મૃત્યુ થઇ હતી. આ 14 વર્ષો દરમિયાન થયેલી મૃત્યુને લોકો અત્યાર સુધી પ્રાકૃતિક માની રહ્યા હતા પણ પોલીસના ખુલાસાએ દરેકને હેરાન કરી દીધા છે.

Image Source

આ દરેકની મૃત્યુ જમ્યા પછી જ થઇ હતી. જમ્યા પછી આ દરેક સભ્યોને બેચેની થવાની ફરિયાદ હતી અને ઉલ્ટી પણ કરી હતી, જેના પછી તેઓને હોસ્પિટલ પણ ભરતી કરાવવામાં આવ્યા હતા,જ્યા તેઓની મૃત્યુ થઇ હતી. દરેક સભ્યોની એક પછી એક સરખી પરીસ્થીમાં જ મૃત્યુ થઇ હતી.

પોલીસના આધારે હત્યાનું કારણ પ્રોપર્ટી અને અવૈધ સંબંધ છે. જૉલીને તેના પરિવાર દ્વારા પારિવારિક સંપત્તિનો એક હિસ્સો આપવામાં આવ્યો હતો, પણ જૉલી વધારે હિસ્સો મેળવવા માગતી હતી. પોલીસને શંકા છે કે જૉલી અને તેના પ્રેમીએ પ્રોપર્ટી હડપી લેવાની લાલચમાં આ દરેક લોકોને મૌતને ઘાટ ઉતાર્યા છે.

પરિવારના અમેરિકામાં રહેનારા થોમસના બીજા ભાઈને આ હત્યાઓને લઈને શંકા હતી, અને તેની ફરિયાદના આધારે જ પોલીસે બે મહિના પહેલા જ જાંચ કરવાની શરૂ કરી હતી, ત્યારે જઈને બધી જ ઘટના સામે આવી અને જૉલીની ધરપકડ કરવામાં આવી. એવામાં જૉલીએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.