અજબગજબ

બિકિથી લઈને બુરખામાં જોવા મળે છે એર હોસ્ટેસ, આ છે દુનિયાની સૌથી અજીબો ગરીબ 6 એરલાઇન્સ

જયારે જયારે આપણે પ્લેનની અંદર બેસીએ ત્યારે સૌથી પહેલું આકર્ષણ એરલાઈન્સની એર હોસ્ટેસ હોય છે. દરેક એરલાઇન્સમાં એર હોસ્ટેસ માટે અલગ અલગ ડ્રેસ પણ નક્કી કરવામાં આવે છે. એરલાઇન્સ કંપનીઓ સુંદર યુવતીઓને જ એર હોસ્ટેસ તરીકે રાખે છે, પરંતુ આજે અમે તમને એવી 6 અજીબો ગરીબ એરલાઇન્સ વિશે જણાવીશું જેની હર હોસ્ટેસનો ડ્રેસ અને બુરખામાં પણ જોવા મળે છે.

Image Source

1. યુરો વિંગ્સ એર લાઇન્સ:
આ એરલાઇન્સ પોતાના બ્લાઇન્ડ બુકિંગના કારણે ચર્ચામાં છે. બ્લાઇન્ડ ટિકિટ બુકીંગ ઓપશન દ્વારા તમે ટિકિટ બુક કરાવતી વખતે એ નથી જાણી શકતા કે તમે કઈ જગ્યા માટે ટિકિટ બુક કરાવો છો.બુકીંગ દરમિયાન તમારે ફક્ત એટલું જ જણાવાનું હોય છે કે તમે કઈ જગ્યાએથી ટિકિટ બુક કરાવવા માંગો છો અને ક્યાં પ્રકારની જગ્યા ઉપર જવા માંગો છો. ત્યારબાદ જયારે તમારું પેમેન્ટ ચૂકવાઈ જશે ત્યારે છેલ્લે તમને ખબર પડશે કે તમારી ટિકિટ કઈ જગ્યા માટે બુક થઇ છે.

Image Source

2. ટ્રમ્પ શટલ:
1980ના સમયમાં જ્યારે ઇસ્ટર્ન એરલાઇન્સ બંધ થવાની કગાર ઉપર હતી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કરોડો રૂપિયાની લોન લઈને ઇસ્ટર્ન એર શટલની એર સર્વિસને ખરીદી હતી. આ એરલાઇન્સના પ્લેન ઉપર ટ્રમ્પનું નામ લખ્યું હતું. આ એર સર્વિસ થોડા જ વર્ષોમાં બંધ થવાની કગાર ઉપર આવી ગઈ.

Image Source

3. ઈવા એરલાઇન્સ:
તાઈવાનની ઇવા એરલાઇન પણ મોટાભાગે ચર્ચામાં રહે છે. જો કે આ એરલાઇન્સમાં વિવાદિત કંઈપણ નથી. પરંતુ તેના ડિઝાઇન અજીબો ગરીબ છે. આ એરલાઇન્સ દ્વારા જાપાની કાર્ટૂન હેલો કીટીના મેકર્સનું લાયસન્સ લઈને આખું વિમાન હેલો કીટીને સમર્પિત કરી દીધું છે. આ વિમાન દ્વારા ઘણા વિમાનને હેલો કીટીના થીમ ઉપર પેઇન્ટ કરવામાં આવ્યા છે. આખા પ્લેનમાં હેલો કીટીની બ્રાન્ડિગ રહે છે.

Image Source

4. રયાની એરલાઇન્સ:
2015ની અંદર મલેશિયાની અંદર રયાની એરલાઇન્સની શરૂઆત થઇ હતી. આ એરલાઇન્સના બધા જ વિમાનો નમાજ પઢ્યા બાદ જ ઉડાન ભરતા હતા. આ એરલાઈન્સની એર હોસ્ટેસ પણ હિજાબ પહેરીને જોવા મળતી હતી. આ એરલાઇન્સની અંદર હલાલ મીટ આપવામાં આવતું અને ઇસ્લામી પરંપરા પ્રમાણે અહીંયા શરાબ ઉપર પણ પાબંધી હતી. 2016ની અંદર આ એરલાઇન્સ ઉપર પાબંધી મૂકી દેવામાં આવી.

Image Source

5. વિએટજેટ એરલાઇન્સ:
વિયેતનામની અંદર વર્ષ 2011માં પહેલીવાર એક પ્રાઇવેટ એરલાઇન્સ દ્વારા પોતાની શરૂઆત કરવામાં આવી હતી અને જોત જોતામાં તે વિયેતનામની સૌથી લોકપ્રિય એરલાઇન્સ બની ગઈ. કારણ હતું તેની જાહેરાત અને એ પોશાક જે તેના ફલાઇટ એટેન્ડન્ટ ફલાઇટ દરમિયાન પહેરતા હતા. એરલાઇન્સ દ્વારા સુંદર યુવતીઓને નોકરીમાં રાખવામાં આવી. આ એરલાઈન્સને પોતાના દમ ઉપર અરબપતિ બનેલી એક મહિલાએ શરૂ કરી હતી. ફલાઇટની અંદર આ એરલાઇન્સની એર હોસ્ટેસ જોવા મળતી હતી. જો કે આ એર લાઇન્સનું નામ વિયેત જેટ હતું પરંતુ લોકો તેને એરલાઇન્સના રૂપમાં ઓળખવા લાગ્યા.

Image Source

6. નોર્વેજીયન એરલાઇન્સ:
આ એરલાઈન્સનું નામ જોઈને તમને એમ લાગશે કે આ એરલાઇન્સ નોર્વેમાં છે પરંતુ એવું નથી. આ એરલાઇન્સ સાથે જોડાયેલી અજીબો ગરીબ વાત એ છે કે આ એરલાઇન્સ નોર્વેમાં નહીં પરંતુ આયર્લેન્ડમાં છે. આ એરલાઇન્સના ફાઉન્ડરના જણાવ્યા પ્રમાણે એવું એટલા માટે કરવામાં આવ્યું છે કે તે નોર્વેના ટેક્સથી બચી શકે. આ એરલાઈન્સની ઘણી ફલાઇટ નોર્વેમાં ઉતરતી જ નથી જેમાં કંઈપણ ખોટું નથી પરંતુ નૉર્વેનુ નામ આપીને આયર્લેન્ડ એરલાઇનને સંચાલિત કરવું યાત્રીઓને ભ્રમમાં નાખી રહ્યું છે.