જીવનશૈલી

મહિનાના છેલ્લા દિવસોમાં થઇ જાઓ છો ઠન-ઠન ગોપાલ, તો લાઈફસ્ટાઈલમાં કરી લો આ 6 બદલાવ

દરેકને સેવિંગ્સ કરતા આવડવું જોઈએ. આપણે નાના હતા ત્યારે પણ આપણે એક ગલ્લો રાખતા હતા જેમાં પૈસા જમા કરતા રહેતા હતા અને પછી ભરાઈ જાય ત્યારે આપણને ગમતી વસ્તુ લઇ આવતા હતા. પણ મોટા થયા પછી અપને બહુ વિચારતા નથી અને પૈસા બચાવવાને બદલે વાપરી નાખીએ છીએ.

Image Source

ઘણીવાર તો એવું થાય કે પગાર આવે એટલે તરત જ આપણે બીલ ભરીને પછી બચેલા પૈસામાંથી આપણી ગમતી વસ્તુ કરીએ છીએ, શોપિંગ કરીએ છીએ. અને એટલે જ મહિનાના અંતમાં આપણી હાલત ગરીબો જેવી થઇ જાય છે, પર્સ ખાલી થઇ જાય છે એકાઉન્ટમાં પૈસા ખતમ થઇ જાય છે અને એકાઉન્ટ તળિયાજાટક હોય છે. આનું કારણ એ છે કે આપણ નાના હતા ત્યારે આપણા શોખ એટલા મોટા ન હતા પણ જેમ-જેમ આપણે મોટા થતા ગયા એમ-એમ આપણા શોખ પણ મોંઘા થઇ ગયા.

Image Source

આજે આપણે લોકો આપણું જીવન બીજાને બતાવવા માટે જીવીએ છીએ. મોંઘા કપડા, મોંઘા જૂત્તા, અને ઘણી એવી વસ્તુઓ કે જે જરૂરી નથી હોતી પણ આપણે કરીએ છીએ, જો આવી વસ્તુઓ પર થોડો કંટ્રોલ કરી લેવામાં આવે તો આપણે પૈસા બચાવી શકીએ છીએ, તો ચાલો જાણીએ કેવી રીતે –

Image Source

1. સૌથી પહેલા વાત કરીએ હેરકટની, તો હેરકટ તો આપણે પહેલા પણ કરાવતા હતા, પણ હવે આપણે મોંઘા સલૂનમાં જઈને મોંઘા હેરકટ કરાવીએ છીએ. પણ દર મહિને સલૂનમાં હેરકટ કરાવવાના બદલે આપણે એક જ વખતમાં એવા હેરકટ એક જ વખતે કરાવી લઇએ કે જે આપણા પર સૂટ કરે અને બે-ત્રણ મહિના સુધી વાળ લાંબા થાય તો પણ વાંધો ન આવે.

Image Source

2. બીજું છે ઘડિયાળ, ઘણા લોકોને મોંઘી-મોંઘી બ્રાન્ડેડ ઘડિયાળ પહેરવાનો શોખ હોય છે જેના કારણે તેઓ દર મહિને એક નવી ઘડિયાળ લે છે. પણ ઘડિયાળનું કામ છે સમય બતાવવાનું, મોંઘી હોય કે સસ્તી હોય એ તો એનું કામ જ કરશે.

Image Source

3. મોબાઈલ, વાતચીત કરવા અને મેસેજ કરવા માટે જ વપરાય છે. મોબાઈલ મોંઘો લો એ સસ્તો લો, એ જ થશે જે એનાથી થવાનું છે. એટલે વધુ મોંઘા ફોનની લાલચમાં પડયા વિના એક કિંમત નક્કી કરીને એટલી કિંમતની અંદરનો જ મોબાઈલ ફોન ખરીદો.

Image Source

4. જૂતા-ચપ્પલ પગને ધૂળ-માટીથી બચાવવા માટે જ પહેરવામાં આવે છે. જો જૂતા-ચપ્પલ બ્રાન્ડેડ નહીં હોય તો પણ ચાલશે, અને પૈસા પણ બચશે, કારણ કે જૂત્તા એનું જ કામ કરવાના છે, જેટલા ટકશે એટલા જ ટકશે. એ પગમાં જ પહેરાવાના છે, માથે નથી સજાવવાના.

Image Source

5. બીજાને બતાવવા માટે મોંઘા કપડાં ખરીદાના બદલે તમને આરામદાયક હોય એવા અને તમારા પર સારા લાગે એવા કપડાં જ ખરીદવા જોઈએ. કપડાં શરીર ઢાંકવા માટે હોય છે, બીજાને બતાવવા માટે નહિ. માટે પોતાના બજેટ પ્રમાણે જ કપડાં ખરીદો.

Image Source

6. પર્સ બ્રાન્ડેડ હોય કે લોકલ હોય, એમાં પૈસા જ મુકવાના છે. એટલા મોંઘા પર્સ પણ ન ખરીદો કે પર્સ ખરીદ્યાં પછી એમાં મુકવા માટે પૈસા જ ન બચે. બ્રાન્ડેડ પર્સ હશે પણ ખાલી હશે તો શું ફાયદો હવાનો છે? બ્રાન્ડેડ પણ ખાલી પર્સથી તમારા બીજા બિલ તો ચૂકવાઈ નથી જવાના ને!

એટલે જ કદાચ વડીલો હંમેશા કહેતા હોય છે કે પૈસા ઝાડ પર નથી ઉગતા, એને સાચવીને વાપરો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.