6 જુલાઈ 2019નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજે ખાવા પીવામાં થોડી તકેદારી રાખવી બહારનું ખુલ્લું ખાવાનું ઉપયોગમાં લેવું નહિ. જીવનસાથી સાથે આજે સારો તાલમેલ જાળવી શકશો. આજે ધાર્મિક યાત્રા કરવાના યોગ બની રહ્યા છે. ઓફિસમાં તમારા કામની વાહ વાહ થશે. તમારા મિત્રોનો આજે સારો સપોર્ટ રહેશે. જીવનમાં આગળ વધવા માંગો છો તો તમારાથી નીચેના વર્ગના લોકોને ધિક્કારસો નહિ. તમારે આજથી તમારો શંકાશીલ સ્વભાવ છોડવાનો છે.વડીલો સાથે આજે કોઈ વાતે ગેરસમજ થઇ શકે છે.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે તમને પૈસાની લેવડદેવડમાં આજે કોઈની પર ભરોસો કરવો નહિ. લોટરી અને શરતી લેવડદેવડથી દૂર રહેવું. આજે પરિવારમાં તણાવ થઇ શકે છે, માતાની તબિયતમાં ચઢાવ ઉતાર આવી શકે છે. આજે તમારા જીવનસાથી તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. ઓફિસમાં તમે દરેક કામ સરળતાથી અને સફળતાથી કરી શકશો. વેપારી મિત્રોને બિઝનેસને લીધે વિદેશમાં જવાના ચાન્સ બની શકે છે. આર્થિક પરીસ્થિતિ માટે આવનાર સમય ઘણો જ સારો છે. સાચું કામ કરો અને ઈમાનદારીથી કરશો તો ધનલાભ ડબલ પણ થઇ શકે છે.
શુભ અંક : ૭
શુભ રંગ : આસમાની
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજે તામારે તમારા ગુસ્સા પર કાબુ રાખવાનો છે. જે પણ મિત્રો તમારી સાથે લાંબા સમયથી કોન્ટેક્ટમાં નથી તેમનો સંપર્ક કરો અને તેમની સાથે વિતાવેલા જુના દિવસો યાદ કરો. આજનો દિવસ તમારા માટે ભારે છે ઘરમાં કે ઓફિસમાં કોઈપણ સાથે વાદ વિવાદમાં ઉતરશો નહિ. આજે તમારા કામમાં કોઈ કમી ના રહે તેની તકેદારી રાખજો. ખુબજ ધીરજ અને શાંતિથી આજનો દિવસ પસાર કરો.
શુભ અંક : ૧
શુભ રંગ : નારંગી
4. કર્ક – ડ,હ (Cancer):
લાંબા સમય માટે પૈસા રોકવા માંગો છો તો તેમાંથી તમને સારો ધનલાભ મળશે. આજે પિતાની સંપત્તિના ભાગલામાં કોઈ વિવાદ થવાની સંભાવના છે. લગ્નજીવન આજે ઉતારચઢાવ ભરેલું રહેશે. ખાવાપીવામાં ધ્યાન રાખવું. નાની મોટી મુશ્કેલીઓ તમને હેરાન કરશે. વિદ્યાર્થીઓએ ભણવામાં વધુ ધ્યાન આપવાની જરૂરત છે. વેપારી મિત્રોને આર્થિક મુશ્કેલી આવી શકે છે પૈસાની તંગી તમને થોડી પરેશાન કરી શકે છે. જુના ઘરનું રીનોવેશન કરાવી શકો છો. ખર્ચ વધશે પણ સાંજના સમયે અચાનક ધનલાભ થશે.
શુભ અંક : ૬
શુભ રંગ : સફેદ
5. સિંહ – મ,ટ (Lio):
વાતાવરણને કારણે સ્વાસ્થ્યની કાળજી રાખજો નહિ તો કોઈ ગંભીર બીમારી થઇ શકે છે. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમને ભરપુર પ્રેમ મળશે. આજે બહારનું ખાવા પીવામાં થોડી સાવધાની રાખવી. ઘણા સમયથી અટકી ગયેલા પૈસા આજે પાછા મળશે. અને તમે નહિ વિચાર્યું હોય એવી જગ્યાએથી તમને ધનલાભ થશે. રોકાણ માટેની કોઈપણ તક આવે તો તેમાં પૈસા રોકતા પહેલા ફાયદો અને નુકશાન જોઇને જ પૈસા રોક્જો.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજનો દિવસ હસી ખુશી પરિવાર સાથે આનંદ કરો. થોડા પૈસા ખર્ચો અને બધાને આનંદ કરાવો. બાળકો આજે તમારી સાથે બહુ ખુશ રહેશે. આજે એક સુંદર ભવિષ્ય બનાવવાની તક પણ તમને મળી શકે છે તો થોડી સાવધાની અને સમજદારીથી નિર્ણય કરો જેનાથી તમારું ભવિષ્ય સુધરી જશે. તમારા વધારે પડતા ખર્ચને કારણે તમારા જીવનસાથી સાથે અણબનાવ બનવાની શક્યતાઓ રહેલી છે તો સાવધાની રાખજો. વાતાવરણ પલટાને કારણે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બનશો નહિ. તમારું ઘણા સમયથી ચાલી આવતું પેન્ડીંગ કામ આજે પૂર્ણ કરો. આજે પૈસાની લેવડ દેવડમાં સતર્ક રહેજો ક્યાંક તમને કોઈ મુર્ખ ના બનાવી જાય.
શુભ અંક : ૪
શુભ રંગ : પીળો
7. તુલા – ર,ત (Libra):
તબિયતની કાળજી રાખો છો એ સારી વાત છે પણ સતત તેની ચિંતા કરવી નહિ. તમારા કોઈ જુના મિત્રોને કોન્ટેક્ટ કરો અને તેમની સાથે વાત કરીને હળવા થઇ જાવ. જો ભવિષ્યને લઈને તમે કોઈ પ્લાન બનાવ્યો છે તો તેની શરૂઆત આજથી કરશો નહિ, તમારા નવા કામને લગતા વિચારો બહારના લોકોને જણાવશો નહિ, વેપારી મિત્રોને આજે મુસાફરી કરવાના યોગ છે તો જરૂરિયાતના કાગળ અને દવાઓ સાથે રાખો નહિ તો સ્વસ્થ્ય ખરાબ થવાના યોગ છે. જીવનસાથી જો ઘણા સમયથી નારાઝ છે તો તેમને કોઈ ભેટ આપીને મનાવી લો. આજની રાત તમારા જીવનની સૌથી યાદગાર રાત બની રહેશે. સંતાનો આજે તમારી મદદ માંગે કોઈ કામમાં તો પ્રેમથી તેમને સમજાવો અને મદદ કરો.
શુભ અંક : ૩
શુભ રંગ : પીળો
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજે તમને જે પણ વ્યક્તિ પર સૌથી વધુ વિશ્વાસ છે એ તમને દગો આપી શકે છે. આજે ખરીદી કરવાના પણ યોગ બની રહ્યા છે. વધારાનો અને નાહકનો ખર્ચ કરતા બચો. લગ્નજીવન આજે સામાન્ય રહેશે. આજે તમારા જીવનસાથી કોઈ મુશ્કેલીમાં હશે તેમની સાથે બેસીને તેમના મનની વાત જાણો અને બંને મળીને સમસ્યા સુલ્જાવવા પ્રયત્ન કરો. આજે કાન, ગળાની કોઈ તકલીફ થઇ શકે છે. આજે તમને ઓછી મહેનતે તમને વધુ ધનલાભ થશે. તમારું કામ જોઇને તમને પ્રમોશન કે પગાર વધારો પણ મળી શકે છે. જે વેપારી મિત્રો લોખંડ, પ્રોપર્ટીના કામ સાથે જોડાયેલ છે તેમને ધનલાભ થશે. આર્થિક પરીસ્થિતિ પહેલા કરતા વધુ સારી થશે.
શુભ અંક : ૮
શુભ રંગ : જાંબલી
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
ઓફિસમાંથી આજે તમને નવું કામ સોપવામાં આવશે. જો તમે ઈચ્છો છો કે તમને પ્રમોશન મળે અને પગાર વધારો થાય તો આજે તમને જે પણ કામ બતાવવામાં આવે એ પૂર્ણ ઈમાનદારીથી કરો. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ સારો રહેશે. જો તેઓ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તો આજે તેમને સાચો રસ્તો મળશે. જે મિત્રો વિદેશમાં ભણવા જવા માટે પ્લાન કરી રહ્યા છે તેમના માટે પણ આજે સારો દિવસ છે.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ
10. મકર – જ, ખ (Capricorn):
આજે પ્રોપર્ટી સાથે જોડાયેલ બાબતમાં પૈસા રોકવાથી વધુ ધનલાભ થશે. પરિવારમાં બધાના મત અલગ અલગ હશે જેનાથી ઘરમાં તણાવ જેવી પરીસ્થિતિ ઉભી થશે. પરણિત વ્યક્તિઓનું જીવન આજે શાંતિ અને સુખમય વ્યતીત થશે. આજે એકબીજા સાથે સારો સમય વિતાવી શકશો. આજે ગેસ અને પેટ સંબંધિત કોઈ તકલીફ થઇ શકે છે. આજે બહારનું ખાવા પીવામાં અને ખુલ્લું ખાવાથી તો ખાસ બચીને રહેજો. વિદ્યાર્થી મિત્રોને આજે સફળતા મળશે. જે પણ મિત્રો સારા રીઝલ્ટની રાહ જોઈ રહ્યા છે તેમની માટે આજે સારો દિવસ છે. વેપાર વધારવા માટે આજે તમને અનેક તક મળશે. આજે નોકરી કરતા મિત્રોની મુલાકાત કોઈ ઉચ્ચ પદ અધિકારી સાથે થશે.
શુભ અંક : ૧
શુભ રંગ : કાળો
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
ઓફિસમાં તમારા ઉપરી અધિકારી તમારા કામથી ખુશ થશે. તમારા અટકી રહેલા કાર્ય પુરા થઇ શકશે. તમારા સાથી કર્મચારી તમારાથી ઈર્ષા કરશે. આજે પરિવારના સભ્યો પણ તમારાથી ખુશ રહેશે. વધુ ને વધુ લોકો સાથે મુલાકાત કરો તમારો આવનારો સમય હવે તમારા હાથમાં જ છે. કોઈપણ રોકાણ કરવા માટેનો નિર્ણય કરતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારીઓની સલાહ લેવાનું રાખો. જીવનસાથીની તબિયત તમને વિચલિત કરશે. રોકાણ કરવા માટે સારો સમય.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે ધનલાભ થવાના યોગ છે. તમારી માનસિક શક્તિ એક અનોખા લેવલ પર હશે. આજે તમારે મનથી મજબુત રહેવાની જરૂરત છે. આજે અમુક મહત્વના અને જરૂરી નિર્ણય લેવાની જરૂરત પડશે. આજે પેટનો દુઃખાવો થાય તો તેને અવગણશો નહિ, ગેસ અને અપચા જેવી સમસ્યા થઇ શકે છે. આજે લગ્ન કરવા માંગતા મિત્રો માટે સારા ઘરના માંગા આવશે. માસ્તર ડીગ્રી કરી રહેલ વિદ્યાર્થીઓને મનગમતું પરિણામ મળશે. આજે ભવિષ્યમાં પૈસા બચાવવા માટે અમુક નવી સ્કીમમાં પૈસા રોકી શકો છો. એવા લોકોથી આજે દૂર રહો જે તમને ઓછા સમયમાં પૈસા ડબલ કરવા માટે સલાહ આપે.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે પરિવારના સભ્યો અને તમારી બધાની તબિયત સારી રહે તેના માટે યોગ્ય અને પોષ્ટિક ખોરાક લેવાનો છે. બહારનું અને ખુલ્લું જમવાનું ટાળો. વડીલોનું નિયમિત ડોક્ટરની મુલાકાત અને દવાઓનું પણ ધ્યાન રાખો.

નોકરી-ધંધો – જો તમે ઈચ્છો છો કે તમારે વધુ પૈસા કમાવવા છે તો પછી આ વર્ષે તમારે વધુ મહેનત કરવાની રહેશે. તમારા યોગ્ય કામ અને વધુ મહેનત જોઇને તમારા ઉપરી અધિકારી તમારાથી ખુશ થશે અને તમારા કામના અનેક લોકો વખાણ કરશે.

કૌટુંબિક-પારિવારિક – વર્ષની શરૂઆત અનેક સારા સમાચારથી થશે. આ વર્ષે અનેક સારા સમાચાર મળશે જેનાથી તમારી અને તમારા પરિવાર વચ્ચે બોન્ડીંગ વધશે. તમારા જુના મિત્રો અને નારાજ થયેલા પરિવારજનોને પણ તમારી ખુશીમાં સામેલ કરો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here