હેલ્થ

જો આ 6 વસ્તુઓ ખાઈ રહ્યા છો તો કેન્સરથી ડરવાની જરૂર નથી

કેન્સર દુનિયાના સૌથી ભયાવહ અને જાનલેવા રોગોમાંનો એક રોગ છે. એવા અઢળક કારણો છે જેનાથી શરીરમાં કેન્સર જેવી બીમારી લાગુ પડી જાય છે. તેનું કારણ ખાણી-પીણી, પ્રદુષણ કે આનુવંશિક પણ હોઈ શકે છે. કેન્સર ક્યારે અને ક્યાં કારણને લીધે થઇ જાય તેની પાકી જાણ તો કોઈ નથી કરી શકતું પણ પ્રકૃતિમાં અમુક એવી વસ્તુઓ હાજર છે જેને ખાવાથી કેન્સર જેવી બીમારીથી બચી શકાય છે. આવો તો તમને જણાવીએ આ ફાયદેમંદ વસ્તુઓ વિશે.

1. સફરજન:

Image Source

સફરજનમાં ક્યુરેસટીન, એપીકૈટેચીન, એંથોસાયાનીન અને ટ્રાઇટેરપેનોઇડ્સ જેવા તત્વો રહેલા છે જે એન્ટી ઓક્સીડેંટ ગુણોથી ભરપુર હોય છે અને કેન્સરના જોખમને ઓછું કરવા માટે જાણવામાં આવે છે. સફરજનની છાલ સર્વાધિક પોષક તત્વ યુક્ત હોય છે કેમ કે 80% ક્યુરેસિન તેની છાલમાં હોય છે. ફેફસા, સ્તન અને પેટના કેન્સરના ઈલાજ માટે સફરજન ખુબ ફાયદેમંદ છે.

2. બ્રોકલી, કોબી અને ફૂલ કોબી:

Image Source

આ ત્રણેમાં રહેલા ગ્લુકોસાઈનોલેટ્સ ખાધા પછી આઇસોથાયોસાઇનેટ અને ઈનડોલ્સમાં ફેરવાઈ જાય છે. આ તત્વ સોજાને ઓછું કરવામાં મદદરૂપ છે, શરીરની અંદર થતો સોજો કેન્સરને જન્મ આપી શકે છે. એવામાં આ શાકભાજીની અંદર રહેલું બીટા કેરોટીન કેન્સરના ખતરાને અટકાવે છે.

3. ગ્રીન ટી:

Image Source

ગ્રીન ટી ની અંદર પૉલીફેનોલ્સ અને ફલેવોલોઇડ્સ જેવા તત્વો હોય છે જેને એન્ટીઓક્સીડેન્ટના સ્વરૂપે જાણવામાં આવે છે. આ તત્વ બ્લેક ટી ની તુલનામાં ગ્રીન ટી માં વધારે માત્રામાં હોય છે જે કેન્સર સામે રક્ષણ આપે છે.

4. પીપલી(એક જાતનો છોડ):

Image Source

અમેરિકી વૈજ્ઞાનિકોએ પીપલીના છોડમાંથી પીપરલૉન્ગ્યુમાઇન નામનું એક એવું તત્વ શોધ્યું છે જેમાં એન્ટી-કેન્સર ગુણ રહેલા છે. તેને ખાવાથી પ્રોટેસ્ટ કેન્સર, સ્તન કેન્સર, ફેફસાના કેન્સર વેગરેથી બચી શકાય છે. પીપલી સામાન્ય રૂપે ભારતમાં મળી આવે છે અને તેને મસાલાના સ્વરૂપે અને આયુર્વેદમાં ઉપીયોગમાં લેવામાં આવે છે.

5. બ્લૂબૅરી:

Image Source

બ્લૂબૅરી ફળમાં એન્ટીઓકસસીડેન્ટ શક્તિ રહેલી હોય છે. તે ફ્રી રેડિક્લક્સ દ્વારા ડીએનએને થનારા નુકસાનને અટકાવે છે. બ્લૂબૅરી મોં, સ્તન અને પ્રોસ્ટેટ કેન્સર વાળી કોશિકાઓની વૃદ્ધિ અટકાવે છે અને તેનો વિનાશ કરે છે.

6. ચેરી:

Image Source

ચેરી ફાઈબર, વિટામિન સી અને પોટેશિયમનો સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે. ચેરીનો ઘેરો લાલ રંગ એન્થોસાયનિન્સને કારણે હોય છે જે એન્ટીઓક્સીડેન્ટ હોય છે અને કેન્સર સામે બચાવ કરે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.